Home ગુજરાત એર સ્ટ્રાઈક : પ્રિ. વોર કે આભાસી ડર

એર સ્ટ્રાઈક : પ્રિ. વોર કે આભાસી ડર

625
0

(જી.એન.એસ,તખુભાઈ સાંડસુર)
પાકિસ્તાન તેના ભારતમાંથી ભાગલા પછી જ લગભગ સામેના કિનારે ઉભેલું દેખાયું છે. ભલે એક જ ખળામાંથી ભાગ પડેલા બે ઢગલાઓ હોય તો પણ તેમા સામ્યતાની બાદબાકી, વૈચારિક ગેપ સતત ડોકુ કાઢતો રહે છે. શાસકોની રફતાર ચાલતી રહી ત્યાં કેટલાય આવ્યા ને ગયા પરંતુ ત્યાની પ્રજાની વૈચારિક પરિપાટીને કોઈ ચાતરી શક્યું નથી. તેથી સતાસ્થાને આવનારા સૌ કોઈ ભારત વિરોધી માનસિકતાને કાંખમાં લઈને આવ્યા છે. શિક્ષણ ઔદ્યોગિક વિકાસ જેવા પ્રાથમિક મુદ્દાઓને ત્યાની સરકારોએ કોરાણે રાખીને ધર્માધંતાને પ્રાથમિકતા આપી ભારતના કાશ્મીર મુદ્દાને તેની સાથે જોડી દિધો છે. તેથી તે ગુંચનો કોઈ ઉકેલ આવવાના બદલે વધુને વધુ આટાપાટા સર્જાતા રહ્યા છે. પદ્માદભૂની ઘટનાઓની દ્વેષીલી મનોવૃત્તિએ પણ તેમાં બળતામાં ઘી હોમવાનું કાર્ય કર્યું. સને ૧૯૭૧ પછી ભારત સામે પાકિસ્તાન કોઈ યુધ્ધ ભલે ન લડ્યું હોય ,પરંતુ પ્રોકસી વોરને અંજામ આપવા ત્યાના લશ્કરે કે સતા તંત્રએ એક પણ તક જતી કરી નથી. સમયના તકાજા સાથે તેણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ટ્રેનીંગ કેમ્પ ચલાવીને કાશ્મીરને અરાજકતાના અગ્નિકુંડમાં ડુબાડી દેવા અનેક આતંકી હુમલાઓ કર્યા છે. એક અંદાજ મુજબ આ અરાજકતાએ કુલ ૭ૅ૦ હજારથી પણ વધુ માણસોનો ભોગ અત્યાર સુધીમાં લીધો હોવાનું સુત્રોએ બિન સત્તાવાર રીતે જાહેર કર્યું છે. આ પ્રક્રિયાના એક હિસ્સા તરીકે પુલવામામાં થયેલા ‘ટેરરએટેક’ને ગણવામાં આવે છે. ૪૦ જવાનોની કેજયુલીટીનો આંકડા ઘણો મોટો ગણાય તે સ્વાભાવિક છે. આ મોતનો માતમ આક્રોશ થઈને જન જનમાં ભરાઈ ગયો. કોઈપણ સરકાર જનમતથી ચાલે છે તેથી તેને ‘ફોલો’ કરવું પડે તે બહુ નેચરલ છે.
આ ર૪મીના હુમલા પછી કોઈએ જયારે મારી પ્રતિક્રિયા માંગી ત્યારે મે પ્રધાનમંત્રી મોદીના વિધાન’ મોટી કિંમત પાકિસ્તાને ચુકવવી પડશે.’ તેને કવોટ કરતા કહ્યું હતું કે હવે ભારત નજીકના ભવિષ્યમાં આ હુમલાથી પ્રતિક્રિયા ‘ટેરર કેમ્પ’ને નાબુદ કરવાના અટેકથી આપશે. ખરેખર ર૬-રની એર સ્ટ્રાઈકથી મારોએ અંદેશો બરાબર સાબીત થયો. ઘણા લોકો જે આંતરરાષ્ટ્રીય બાબતો અને યુધ્ધના આધાત-પ્રત્યાઘાત જાણતા નથી તે ફેસબુકના અને વોટસએપના મેસેજ તૈયાર કરીને બહુધા લોકોને ગુમરાહ કરે છે. એકવીશમી સદીમાં સમગ્ર વિશ્વ પરમાણુ નિઃશસ્ત્રીકરણની સંધી દ્વારા શાંતિનો શાશ્વત સંદેશ આપવા ઈચ્છે છે ત્યારે અંશાતિ અથવા તબાહીની કલ્પના જ સૌ માટે અધરી સાબીત થાય.
ભારતની એલઓસી ક્રોસ કરીને ત્રાસવાદી અડ્ડાઓ પર ત્રાટકવાની ઘટનાને ભારત સરકારે સૈનિક કાર્યવાહી નથી ગણાવી પરંતુ ત્રાસવાદી પ્રવૃત્તિને નાબુદ કરવાની પ્રક્રિયાનો એક હિસ્સો ગણાવ્યો. જો પાક સામે યુધ્ધની વાત કરવામાં આવે તો સમગ્ર વિશ્વમાંથી ભારતને પણ ટેકો સહકાર મળવાની સંભાવના ધુંધળી આભાસી બને તો ભારતની હાલત પણ કફોડી થાય. કાશ્મીરનો પુલવામા હુમલો ત્રાસવાદીઓને આશરો આપનાર પાકિસ્તાન માટે દંડીત થવાની અગ્રતા તરીકે જોવા જોઈએ. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે ભારત કોઈ મહત્વના પગલા માટે તૈયાર થઈ રહ્યું છે. તેમાં તેનો જાણે ભારતની કાર્યવાહી માટે સંમતિ સુચક સુર હતો. ફ્રાંસ સહિતના યુરોપિયન સંધે પણ એક રીતે પાકિસ્તાન વિરોધી પ્લેટફોર્મ લઈ લિધું હતું. ગ્વાલીયરથી ઉડાન ભરનાર ભારતીય વાયસુનાના વિમાનો તેની સરહદમાં જઈ ૧૦૦૦ કિલો બોમ્બ નાખે છે. સરકારનો દાવો છે કે ત્રાસવાદી કેમ્પોમાં રહેલા ૩પ૦ જેટલા ત્રાસવાદીઓનો ખાત્મો થયો છે. પાક. વિદેશ મંત્રી ગફુર અને તેની સેનાના જણાવ્યા પ્રમાણે ભારતીય વિમાનોએ પહાડી વીસ્તારમાં બોમ્બાર મેન્ટ કર્યુ પણ કોઈ હતાહત થયાનું જણાયું નથી. આંતરરાષ્ટ્રીય ન્યુઝ એજન્સીઓ પણ ત્રાસવાદીઓના મોત માટે સંદેહાત્મક સ્થિતિમાં છે. તો પણ ભારતીય વાયુસેનાનું એલઓસી ક્રોસ કરીને ત્યા બોમ્બ ફેંકવાના સાહસને ઓછું ન આંકી શકાય. ભારતના તમામ લોકોેએ આ અદમ્ય સાહસને બિરદાવ્યું. કેટલાક લોકોએ આ એરસ્ટ્રાઈકને ઈન્ડો-પાક વોરના પ્રારંભિક તબક્કા તરીકે એટલે કે પ્રિ.વોર ગણાવી સંરક્ષણ નિષ્ણાંત લોકોએ તેને એક રીતે જનમતની લાગણીના પડઘા તરીકે મુકી.
ભારતીય એર સ્ટ્રાઈકનો જવાબ ઈમરાનખાને એટલા માટે આપવો પડે કે તે ભારત વિરૂધ્ધ આગ ઓકીને ચૂંટાઈ આવ્યા છે. જો ભારત સામેના કોઈ આભાસી તો આભાસી પણ એકશનની પ્રતિતી ન કરાવે તો તેણે ત્યાંની સત્તાથી હાથ ધોવા પડે. સેના પાકિસ્તાનમાં કાયમી ‘સેમી લીડરશીપ’ના રૂપમાં દેખાઈ છે. ત્યાં લશ્કરી બળવાઓ પણ તેના ભાગરૂપે ગણી શકાય. બીજા દિવસે સવારે ભારત – પાકિસ્તાનના વિમાનોની સરહદ પાર કરવાની પ્રતિક્રિયા જોવા મળી. પાકિસ્તાને કાશ્મીરના સરહદી પ્રવર્તીય વિસ્તારોમાં બોમ્બ નાખ્યાની વાત પણ કરી. દરમ્યાન આપણાં વિમાનની તબાહી થતાં તેના વિંગ કમાન્ડર વર્ધમાન ત્યાં પકડાઈ ગયા. હવે પાક. શું કરે તેના પર સૌની મીટ છે.
રશિયા, અમેરિકા, યુરોપિયન સંઘ, ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા સહિતના દેશોએ ભારતની ત્રાસવાદ સામે લડવાની મહેચ્છાને ટેકો આપ્યો પાકિસ્તાનને પોતાની ધરતીનો થતો ગેરઉપયોગ સદંતર બંધ કરાવી ત્રાસવાદી ગતિવિધિને અટકાવવી જો કે તમામ દેશોએ સંયમ જાળવી રાખવા બંને દેશોને અનુરોધ કર્યો. દ્વિતિય વિશ્વયુધ્ધ પછી નેધરલેન્ડમાં એક અંતરરાષ્ટ્રીય અદાલતનું ગઠન કરવામાં આવ્યું છે જે કોઈપણ બે દેશના મસલાઓ પર વિચાર કરી શકાય પરંતુ ભારત આ પ્રકારની અદાલતી કાર્ય્વાહી માટે સંમત ન થતાં તેનો સભ્ય્‌ નથી. આ અદાલતનું સભ્ય પદ ૧રર દેશોએ સ્વીકારેલું છે.
આંતરરાષ્ટ્રીય મંચ અને ભારત-પાક પણ ઈચ્છે છે કે યુધ્ધ ન થાય. ડોનાલ્ડ ટ્‌મ્પ વિશ્વમાં કોઈ પોતાની કુંકરી ગાંડી કરે અથવા ગાંડપણ કરે તો તેને સમજાવી લેવા ઉત્સુક છે. દક્ષિણ કોરિયાના તુમાખી સત્તાધીશ કિમ જોનને પણ પોતે વિયેતનામ બોલાવીને તેના પાટનગર હેનોઈમાં પરમાણું કાર્યક્રમ પડતો મુકવા હાથ ફેરવી દિધો છે. પાકિસ્તાનની આર્થિક હાલત સતત ડામાડોળ રહે છે. ભારતની સરખામણીએ તેણે તમામ ક્ષેત્રે ઘણું કરવાની બાકી છે. અમેરિકા ચીન જેવા દેશો પાસે તેણે પોતાની આર્થિક જરૂરિયાત માટે ખોળો પાથરવો પડે છે.તેથી તેમની વાત કે દરખાસ્તનો તેણે સ્વીકાર કરવો જ પડે. જયારે હું આ લખી રહ્યો છું. ત્યારે સમાચાર મળે છે કે પાકિસ્તાને બ્રિટન, અમેરિકા જેવા વિકસિત દેશોમાં દબાણથી આતંકવાદી સંગઠનો જમાત ઉલ દાવા અને જૈશે – મહમદ પર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરી છે. જે આવકારદાયક છે. પરંતુ ભારત સહિતના દેશો એવો પ્રસ્તાવ લાવશે કે અમારી પાસે જે સાધનિક પુરાવા છે તેના આધારે તેની સામે કાર્યવાહી કરવા અમારા દેશના એવા અપરાધીઓને તમે સુપ્રત કરો પણ તે અશક્ય લાગે છે.
યુધ્ધ આજે લડવું કે જાહેર કરવું પંદરમી સદીની વૈચારિક ક્ષમતા ગણાય. કારણ કે હવે યુધ્ધ સામગ્રીની વિનાશકતા વિજ્ઞાને એટલી વિસ્તારી છે કે તે એવા વિચારને અમલમાં મુકનારને પણ લાઈવ રાખી શકે તેમ નથી. બીજી વાત કે વિકસિત દેશો અમેરિકા, બ્રિટ, ફ્રાંસ જર્મની કે રશિયા એવું ન ઈચ્છે કે કોઈ મોટી લડાઈમાં બે દેશો સળગી મરે, કારણ કે પરોક્ષ રીતે તેમના વીકાસ અને રફતારના આધાર પણ એ દેશો હોય છે. વેપાર-વાણિજય પર થનારી અસરો સમગ્ર વિશ્વને પ્રભાવિત કરે છે. ઈમરાન ખાનનો બદલાયેલો સુર આંતરરાષ્ટ્રીય મંચના દબાણનો જ એક ભાગ હોય. ભારત સરકારની એવી કોઈ સશક્ત સ્થિતિ નથી કે મહાસત્તાઓથી દુર જઈને સ્વતંત્ર રીતે વોર જેવા આત્યતિંક નિર્ણય કરી શકે.
પાકિસ્તાન ત્યાં ત્રાસવાદી પ્રવૃત્તિને કંઈક અંશે ડામી દેશે. તેનો પ્રચાર-પ્રસાર કરીને વિશ્વને તે સાબીતી આપવા મથામણ કરશે. વધતા તનાવ માટે આવતા દિવસોમાં વિકસિત દેશોના પ્રતિનિધિઓ બંને દેશોને મંચ પર લાવવા અનુરોધ કરી વાતને ઠંડી પાડવા કોશિષ કરશે. ભારતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી સુધી જુસ્સાદાર નિવેદનો સંભળાતા રહે તેવું બનુે. બાદમાં સંયમની વાતનો અહેસાસ કરીને નવી દિશાઓ પર મીટ માંડવી પડે. સમગ્ર વિશ્વની નજર ભારત-પાક.ની ગતિવિધિ પર છે. સમય જ નક્કિ કરી શકે હવું શું થશે..! અશાંતિમાં વધારો નહીં થાય એટલું નક્કી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલો બોલો….રૂપાણી સરકારે બનાવેલી નર્મદાની નહેર ઉંદર અને નોળિયા તોડી નાખે છે….!!!
Next articleમોદીજી, લોઢું ગરમ છે મારી દો હથોડો આતંકી મસૂદનું કામ ખતમ કરો દેશને શાંતિ મળશે…..!