(જી.એન.એસ.) ગાંધીનગર, તા 26
ગુજરાતમાં ભાજપનો વિજયનો પાયો નાંખનાર પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત આવી પહોંચ્યા છે. વહેલી સવારે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા જ્યાંથી ગાંધીનગર સુધી તેમનો ‘વિજય શો’ યોજાયો હતો. પીએમ મોદી સવારે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચતા રાજ્યપાલ ઓપી કોહલી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, વિધાનપક્ષના નેતા વિજય રૂપાણી તેમજ નીતિન પટેલ સહિતના ટોચના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું.
અમદાવાથી ગાંધીનગર સુધી પીએમ નરેન્દ્ર મોદીનો મીની રોડ શો યોજાયો હતો જ્યાં ઢોલ નગારા સાથે રોડ પર તેમને ઉમળકાભેર આવકારવામાં આવ્યા હતા. પીએમ મોદી નિયમિતપણે ગાંધીનગરમાં માતાની મુલાકાત લેતા હોય છે. આ વખતે પણ તેઓ ગુજરાતના ટૂંકા રોકાણ દરમિયાન માતા હીરાબાના આર્શિવાદ લેવા ગાંધીનગર ખાતેના ઘરે પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ સીધા સચિવાલ હેલીપેડ ગ્રાઉન્ડ પહોંચ્યા હતા.
સાધુ સંતો અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત કેબિનેટ કક્ષાના મંત્રીઓ અને કેન્દ્રીય દિગજ્જ નેતાઓ ઉપરાંત આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં વિજય રૂપાણી સીએમ પદના, નીતિન પટેલ ડેપ્યુટી સીએમ પદના શપથ ગ્રહણ કર્યા હતા
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.