Home ગુજરાત એનજીઓનો નવતર પ્રયાસ: ગ્લોબલ વોર્મિંગથી બચવા દર શનિવારે વાવશે 120 વૃક્ષ

એનજીઓનો નવતર પ્રયાસ: ગ્લોબલ વોર્મિંગથી બચવા દર શનિવારે વાવશે 120 વૃક્ષ

535
0

(જી.એન.એસ.-રવિન્દ્ર ભદોરીયા)
વર્ષા ઋતુ આવે ત્યારે પ્રકૃતિનો એક અલગ મિજાજ હોય છે. લોકો વર્ષા ઋતુની વાટ જોતા હોય છે ત્યારે આ ઋતુની મજા દરેક વ્યક્તિ માણતો હોય છે. ત્યારે વર્ષા ઋતુમાં લોકો કુદરતને પ્રોત્સાહન આપવા માટે અને પ્રકૃતિની સાથે ચાલવાનો પ્રયાસ કરતા હોય છે. આ સીઝનમાં લોકો પોતાની આસપાસની જગ્યા ઉપર વૃક્ષોના છોડ વાવતા હોય છે જેથી સુગંધિતમય વતાવરણ અને હરિયાળું શહેર જોવા મળે. આજે આ જ વર્ષા ૠતુની મોસમ ના માણવા દરેક વ્યક્તિ વૃક્ષારોપણ કરે છે. એજ રીતે આપણે વાત કરીએ સેવ અર્થ એનજીઓની જે આ મૌસમમાં દર શનિવારે એક અલગ મિજાજ બનાવી હરિયાળું ગાંધીનગર બનાવવા વૃક્ષોનું વાવેતર કરે છે. અને આજે ગાંધીનગર નવા કોબા ખાતે આવેલ કસ્તુરબા ગાંધી નેશનલ મેમોરિયલ ટ્રસ્ટ પી.ટી.સિ કોલેજ માં સેવ અર્થ દ્વારા 10 હજાર વૃક્ષોનુ વાવેતર આ ઋતુમાં કરવામાં આવશે.
કસ્તુરબા ગાંધી નેશનલ મેમોરિયલ ટ્રસ્ટ પી.ટી.સિ કોલેજના પ્રિન્સિપાલ ઉષાબેને મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું કે આ કોલેજ અને આ ટ્રસ્ટની સ્થપાન 1946 માં કરવામાં આવી હતી. ત્યારથી આ જગ્યા બા નું ઘર અથવા કસ્તુરબા ગાંધી નેશનલ મેમોરિયલ ટ્રસ્ટ પી.ટી.સિ કોલેજ તરીકે ઓળખવામાં આવી. પરંતુ આજે અમને ગર્વ છે કે એક એનજીઓ જે સામાજિક તેમજ પ્રાકૃતિક પ્રવૃત્તિ કરે છે એ એનજીઓ આજે અમારા કોલેજ ખાતે એક સામાજિક કાર્ય કરવા અને લોકોને ઓક્સિજન મળે તે ઉદ્દેશ્યથી વૃક્ષારોપણ કરવા માટે આવ્યા છે જેનું સાથ સહકાર આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.સેવ અર્થ એનજીઓની એક અલગ ખાસિયત છે. આ એનજીઓ એવી જગ્યા વૃક્ષારોપણ કરે છે જ્યાં નવા છોડનું જતન થાય છે એને પાણી ખાદ્ય પદાર્થો સાથે સાચવવામાં આવે છે. આજે આ કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષોને સાચવવામાં આવશે. અને એ વૃક્ષ આવનારા સમયમાં એક નવી પેઢીને એક અલગ વાતાવરણ મળે તે માટે સતત પ્રયત્ન કરતો આવ્યો છે.
છેલ્લા 3 વર્ષથી સેવ અર્થ એનજીઓ સમગ્ર ગુજરાતમાં તમામ પબ્લિક વાળી જગ્યા ઉપર વૃક્ષોનું વાવેતર કરી તે એક સ્વચ્છ શહર અને સ્વચ્છ વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરે છે. આ ઋતુમાં વૃક્ષો તો બધા જ લોકો વાવે છે પરંતુ આ સેવ અર્થ એનજીઓ જરૂરત વાળી જગ્યા ઉપર વૃક્ષનું વાવેતર કરે છે. અને લોકોને એક સલાહ પણ આપે છે કે આવનારી જનસનખ્યાંને ગ્લોબલ વોર્મિંગ થી બચાવવું છે તો વૃક્ષોતો વાવા જ પડશે. દર શનિવારે સેવ અર્થ એનજીઓ અમદાવાદની કોલેજ, સ્કૂલ, અથવા પબ્લિક પેલેશ વાળી જગ્યા ઉપર વૃક્ષ ના છોડ રાખી હરિયાળું ગુજરાત બનાવનો પ્રયાસ કરે છે અને કરતો રહશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field