Home દેશ - NATIONAL એક વર્ગ લઘુમતીઓને લઈને ભારત વિરુદ્ધનું વાતાવરણ પર પૂર્વ ઉપરાષ્ટ્રપતિનું મોટું નિવેદન

એક વર્ગ લઘુમતીઓને લઈને ભારત વિરુદ્ધનું વાતાવરણ પર પૂર્વ ઉપરાષ્ટ્રપતિનું મોટું નિવેદન

8
0

(GNS),12

દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ અમેરિકાના વોશિંગ્ટનમાં મોટું નિવેદન આપ્યું હતુ તેમણે લઘુમતીઓને પ્રોત્સાહન આપતા કહ્યું હતુ કે ભારતમાં લઘુમતીઓ અમેરિકા કરતાં વધુ સુરક્ષિત છે. કારણ કે ધર્મનિરપેક્ષતા ભારતીયોના લોહીમાં છે. હકીકતમાં, નેશનલ કાઉન્સિલ ઓફ એશિયન ઈન્ડિયન એસોસિએશને ગ્રેટર વોશિંગ્ટન ડીસીમાં વેંકૈયા નાયડુના સન્માનમાં એક કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ જે પ્રસંગે નાયડુએ ભારતીઓને પ્રોત્સાહન આપવા આ વાત કહી હતી. એમ. વેંકૈયા નાયડુએ કહ્યું કે પશ્ચિમી મીડિયાનો એક વર્ગ લઘુમતીઓને લઈને ભારત વિરુદ્ધનું વાતાવરણ ઊભું કરી રહ્યુ છે. ત્યારે તેમણે કહ્યું કે લઘુમતીઓની સુરક્ષાને લઈને ફેલાયેલી ભ્રમણાનો એક ભાગ બની ગયું છે ત્યારે હું દરેકને ખાતરી આપવા માંગુ છું કે ભારતમાં લઘુમતીઓ અમેરિકા કરતા વધુ સુરક્ષિત છે.

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ નાયડુએ કહ્યું કે જ્યારે આપણે ભારતમાં શું થઈ રહ્યું છે અને અન્ય દેશોમાં શું થઈ રહ્યું છે તેની સરખામણી કરીએ છીએ. પછી તમે જોઈ શકશો કે અન્ય દેશોમાં લોકો સાથે કેવી રીતે ભેદભાવ કરવામાં આવે છે. વેંકૈયા નાયડુએ કહ્યું કે ભારત હંમેશા તેના લઘુમતીઓની સુરક્ષા અને સન્માનનું ધ્યાન રાખવામાં આવે છે. વેંકૈયા નાયડુએ આ પ્રસંગે કશ્મિર મુદે પણ વાત કરી હતી અને કહ્યું કે જે લોકો ભારતમાં રહેવા માંગતા ન હતા અથવા પાકિસ્તાન જવા માંગતા હતા તેઓ દેશ છોડી ચૂક્યા છે. જેઓ ભારતમાં રહેવા માગતા હતા તેઓ આઝાદી પહેલા અને પછી અહીં રહ્યા છે. સાથે જ પૂર્વ રાષ્ટ્રપતિએ અહીં કાશ્મીરને ભારતનો હિસ્સો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે તે આપણા દેશનું અભિન્ન અંગ છે.

મીડિયા રિપોર્ટ્સથી પ્રાપ્ત માહિતી અનુસાર, બ્રિટનના ઓક્સફર્ડ શહેરમાં પ્રથમ હિન્દુ મંદિર બનાવવાની મંજૂરી મળી ગઈ છે. તેને ઓક્સફર્ડની સિટી કાઉન્સિલ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીંના સ્પોર્ટ્સ પેવેલિયનને હિન્દુ મંદિરમાં ફેરવવામાં આવશે. આ સાથે એક કોમ્યુનિટી સેન્ટર પણ બનાવવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ભારતીય-અમેરિકન ગીતા રાવ ગુપ્તાને મહત્વપૂર્ણ પદ આપ્યું છે. ગીતા રાવે વિદેશ મંત્રાલયમાં મહિલાઓને લગતા વૈશ્વિક મુદ્દાઓ માટે એમ્બેસેડર એટ લાર્જ તરીકે શપથ લીધા હતા. આ પદ માટેની ચૂંટણીમાં તેમને સેનેટમાં 47 સામે 51 મત મળ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદૂનિયા પર ગુલિયન બેરી સિન્ડ્રોમ નામની બિમારીનો ખતરો, બિમારીથી લોકો થઈ રહ્યા છે પેરેલાઈઝ
Next articleચીનમાં યુવાનો સામે નવી મુસીબત, વધી શકે છે વસ્તી સંકટ