Home દેશ - NATIONAL ઉત્તરપ્રદેશ ઉત્તરપ્રદેશના નોઈડામાં ડોક્ટરે 10 વર્ષીય બાળકી પર બળાત્કાર કર્યો

ઉત્તરપ્રદેશના નોઈડામાં ડોક્ટરે 10 વર્ષીય બાળકી પર બળાત્કાર કર્યો

23
0

(GNS),03

ઉત્તરપ્રદેશના નોઈડામાં ડોક્ટર ઝડપાયો છે. નોઈડામાં પોલીસ અને એક રેપના આરોપી વચ્ચે ઝપાઝપી થઈ. જેમાં આરોપીના બંને પગમાં ગોળી વાગી છે, હાલમાં આરોપીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી ડોક્ટરની પાસેથી હથિયાર અને ગોળીને પણ જપ્ત કરી લીધી છે. આ ફેક ડોક્ટરનું નામ શહજાદ છે, જે બિહારના દરભંગાનો રહેવાસી છે. શહજાદ સેક્ટર 8ની એક સ્લમ કોલોનીમાં છેલ્લા 5 વર્ષથી ક્લિનિક ચલાવતો હતો. ડીસીપી હેડક્વાર્ટર વિશાલ પાંડેના જણાવ્યા મુજબ બાળકી ગુરૂવારે પોતાના ઘરની બહાર રમી રહી હતી, ત્યારે આરોપીએ તેને લાલચ આપીને બોલાવી. ત્યારબાદ ક્લિનિકમાં તેની સાથે દુષ્કર્મ આચર્યુ..

ઘટના બાદ બાળકી લોહીથી લથપથ હાલતમાં રડતા રડતા ઘરે પહોંચી અને ઘરના લોકોને આ કરતૂત બતાવી. ત્યારબાદ બાળકીના પરિવારના લોકો ક્લિનિક પર પહોંચ્યા પણ આરોપી ફેક ડોક્ટર ત્યાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ પરિવારના લોકો આરોપી સામે ફરિયાદ લખાવવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસ અધિકારીને ડોક્ટરની કરતૂત વિશે જાણકારી આપી. ત્યારબાદ પોલીસે આરોપીની સામે કેસ નોંધ્યો. બાળકીનું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું તેવી જાણકારી પોલીસના એક અધિકારીએ આપી છે. બાળકીની ઉંમર 10 વર્ષ હોવાનું જણાવવામાં આવ્યુ છે. આરોપીને પકડવા માટે પોલીસે એક ટીમ બનાવી છે..

પોલીસને બાતમીદાર પાસેથી માહિતી મળી કે શહજાદ સેક્ટર 10ના એક પાર્કમાં આવેલા મકાનમાં બેઠો છે. ત્યારબાદ પોલીસે તે સ્થળ પર પહોંચી તો આરોપી ભાગવા લાગ્યો. ત્યારબાદ આરોપીએ પોલીસ પર ફાયરિંગ કર્યુ. ત્યારે પોલીસે પણ સામે ફાયરિંગ કર્યુ અને આરોપીના બંને પગમાં પોલીસે ગોળી મારી. ત્યારબાદ પોલીસે આરોપીની ધરપકડ કરી અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવ્યો. પોલીસે જણાવ્યું છે કે આરોપીની તબિયતમાં સુધારો થયા બાદ તેની પુછપરછ કરવામાં આવશે. હાલમાં ડોક્ટર આરોપીના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનિષ્ફળ પ્રેમ સંબંધ એ રેપ કેસનો આધાર નથી : દિલ્હી હાઈકોર્ટની સુનાવણી
Next articleમરાઠા અનામત માગ પર અડગ મનોજ જરાંગેએ ઉપવાસ સમાપ્ત કર્યા