Home દેશ - NATIONAL ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમં ઘરેલું હિંસાનો એક વીડિયો વાયરલ

ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમં ઘરેલું હિંસાનો એક વીડિયો વાયરલ

29
0

(જી.એન.એસ),તા.૨૦
ઉત્તરપ્રદેશ

Camera Fotage Image – Image From Google Images


ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમં ઘરેલું હિંસાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક પતિ તેની પત્નીને ક્રૂરતાથી રસ્તા પર દોડાવી દોડાવીને માર મારી રહ્યો છે. આ ઘટના થાના કવિ નગરના મહેન્દ્ર એનક્લેવનો છે. અહીં રહેતી એક મહિલા (આરોહી મિશ્રા) ને તેનો પતિ સૌરવ મિશ્રા રસ્તા વચ્ચે માર મારી રહ્યો છે. ઘટના ગુરૂવાર રાતે લગભગ ૧૧ઃ૦૦ વાગ્યાની છે. તમે સીસીટીવીમાં જાેઇ શકો છો કે કેવી રીતે મહિલા પોતાનો જીવ બચાવવા માટે રસ્તા પર આમતેમ ભાગી રહી છે અને સૌરવ મિશ્રા ક્રૂરતા તેને માર મારી રહ્યો છે. આ મહિલાનું માનીએ તો તેનો વાંક માત્ર એટલો હતો કે તેણે તેના દારૂડીયા પતિને એવું કહ્યું હતું કે શાક લેતા આવજાે હું આખા દિવસની કામ કરીને થાકી ગઈ છું. માત્ર આટલી વાત પર તે શખ્સની અંદર રાક્ષસ જાગી ગયો અને તેણે ઘરથી લઇને રસ્તા પર તેની પત્નીને મારતો રહ્યો. પીડિતની સ્થિતિ જાેઇ પાડોસીએ પોલીસને ફોન કર્યો. આ વાતથી નારાજ તે પરિવારે પાડોસીઓને પણ માર માર્યો. ત્યારબાદ ૧૧૨ ઘટનાસ્થળે પહોંચી હતી અને તેમણે સૌરવ મિશ્રા અને પરિવારના અન્ય બે સભ્યોની ધરપકડ કરી છે. મહિલાને હાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ત્યારે જાેવાનું રહ્યું કે, શું ગાઝિયાબાદ પોલીસ આવા રાક્ષસનો તેમના ગુનાની સજા આપે છે કે નહીં.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસોમાલિયાના મોગાદિશુની હયાત હોટલમાં આતંકીઓનો હુમલો : ૮ લોકોના મોત
Next articleકેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આપ સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ