(જી.એન.એસ), તા.૬
જંગલમાંથી મળી આવેલી 8 વર્ષીય બાળકી કુતુહલનો વિષય બની ગઈ છે. અને હાલમાં તેની સારવાર ચાલી રહી છે જોકેતે પોતાની આસપાસ માણસો જોઈને ડરી જતી હતી.
ઉત્તરપ્રદેશના બહરાઇછ જિલ્લાના હોસિપટલમાં આ બાળકીને અઢી મહિન અગાઉ લાવવામાં આવી હતી. ત્યારે તે માણસોને જોઈન છળી મરતી હતી. હોસ્પિટલનો સ્ટાફ તેની પૂરતી કાળજી રાખીને સારવાર કરી રહ્યોછે. કર્તનિયાઘાટના જંગલોમાં લાકડાં વીણવા જતા લોકોએ આ બાળકીને જોઈ ત્યારે તેના શરીર પર એક પણ વસ્ત્ર નહોતું. અને તે પ્રાણીઓની જેમ ચાલતી હતી. કઠિયારા બાળકી પાસે ગયા તો વાંદરાઓએ બાળકી ફરતે સુરક્ષા કવચ બનાવી દીધું અને જો કોઈ બાળકીની નજીક જાય તો વાનરો ગ્રામીણો પર હુમલો કરવા તૈયાર થઈ જતા હતા.
આટલી સમયની સારવાર બાદ બાળકીમાં થોડો સુધારો એ આવ્યો છે કે તે હવે માણસોને જોઈને ડરતી નથી અને ચીસો નથી પાડતી. પોલીસે તપાસઆરંભી હતીપણ પોલીસને હજૂ સુધી જાણકારી નથી મળી કે આ બાળકી જંગલમાં કેવી રીતે પહોંચી. હજી સુધી પોલીસને બાળકીના સ્વજનોની ભાળ પણ મળી નથી. અને બાળકી કોઈ પણ પ્રકારની વાતચીત પણ કરતી નથી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.