Home દેશ - NATIONAL ઉતરાખંડમાં ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોના રેસક્યું માટે નવસારીથી મોકલવામાં આવ્યું મશીન

ઉતરાખંડમાં ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોના રેસક્યું માટે નવસારીથી મોકલવામાં આવ્યું મશીન

20
0

વલસાડ-નવસારી-સુરતથી ગ્રીન કોરિડોર બનાવીને ઉત્તરકાશી મોકલાયું ઓગર મશીન

(જી.એન.એસ),તા.૨૫
ઉતરાખંડમાં ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને બચાવવા ભારતીય સેનાથી માંડીને આંતરરાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાતો કામે લાગ્યા છે. શ્રમિકોને ટનલમાંથી કાઢવા માટે મશીનરીઓની પણ મદદ લેવાઈ રહી છે, ત્યારે અત્યાધુનિક મશીનરી ધરાવતી એલ એન્ડ ટી કંપનીના મશીન પણ નેશનલ હાઇવે નંબર 48થી ઉત્તરકાશી મોકલવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ગ્રીન કોરિડોર બનાવી આ ભારે મશીનરી નવસારીમાંથી પસાર કરવામાં આવી હતી..
આ માટે નવસારી જિલ્લા પોલીસ અને ટ્રાફિક પોલીસે મહત્વની ભૂમિકા ભજવી હતી. ટ્રાફિકનું નિયમન કરીને આ મશીનરીને નેશનલ હાઈવે પરથી પસાર કરવામાં આવી હતી. બીજી તરફ ટનલ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું હેવી ડ્રિલિંગ મશીન વલસાડમાં અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનના સ્થળ પરથી ઉત્તરકાશીના સિલ્ક્યારા સુધી મોકલાવવામાં આવ્યુ છે. જે માટે આ આ મશીન પ્રથમ સુરત લાવવામાં આવ્યુ હતુ, જે બાદ તેને ઉત્તરકાશી માટે રવાના કરવામાં આવ્યુ હતુ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઉત્તરકાશી ટનલ દુર્ઘટનાને 14 દિવસ, શુક્રવારે ફરીથી ડ્રિલિંગ કામ બંધ થયું
Next articleબેંગલુરુમાં નરેન્દ્ર મોદીએ તેજસ ફાઈટર જેટમાં ભરી ઉડાન