Home દુનિયા - WORLD ઉડતા પ્લેનમાં શર્ટલેસ મુસાફરે અન્ય મુસાફરને રોતા રોતા માર્યા મુક્કા, ચોંકાવનારો Video

ઉડતા પ્લેનમાં શર્ટલેસ મુસાફરે અન્ય મુસાફરને રોતા રોતા માર્યા મુક્કા, ચોંકાવનારો Video

52
0

છેલ્લા કેટલાક સમયથી ફ્લાઈટની અંદર ઉગ્ર દલીલો, લડાઈ ઝઘડા જેવી અજીબોગરીબ ઘટનાઓ સામે આવી રહી છે. વીડિયોમાં કોઈ મારપીટ કરતું જોવા મળે છે તો એક કિસ્સો તો એવો જોવા મળ્યો કે પેસેન્જરે ફ્લાઈટમાં પેશાબ કરી નાખ્યો. આવા ચોંકાવનારા કિસ્સાઓ વચ્ચે એક એવો પણ કિસ્સો સામે આવ્યો છે જેણે લોકોના હોશ ઉડાવી દીધા. એક શર્ટલેસ મુસાફરે બિમાન બાંગ્લાદેશ એરલાઈન્સ (Biman Bangladesh Airlines) ની ફ્લાઈટમાં સવાર એક અન્ય મુસાફર સાથે ખુબ હાથાપાઈ કરી. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ જતા વિવાદ વકર્યો. બીતાંકો બિસ્વાસ (Bitanko Biswas) નામના એક વ્યક્તિએ જે તેના ટ્વિટર બાયો મુજબ એક એરલાઈનના ક્રૂ તરીકે કામ કરે છે તેણે 7 જાન્યુઆરીએ આ વીડિયો શેર કર્યો. ક્લિપમાં એક શર્ટલેસ વ્યક્તિ પોતાના સાથી મુસાફરો સાથે હાથાપાઈ કરતો જોવા મળ્યો.

હાલ આ ઝઘડાનું કારણ જાણવા મળ્યું નથી. શર્ટલેસ વ્યક્તિ અન્ય વ્યક્તિ દ્વારા થપ્પડ મારવા દરમિયાન ઘૂંસા મારવાની કોશિશ કરતો જોવા મળ્યો. તે ગુસ્સા ઉપરાંત રોતો પણ જોવા મળ્યો. ઘટના દરમિયાન અન્ય મુસાફરો દ્વારા ઝઘડાને રોકવાના પ્રયત્ન પણ થાય છે. ઘટનાની તારીખ અને ફ્લાઈટ રૂટ વિશે હજુ જાણકારી સામે આવી નથી. વીડિયો શેર કરતા બિતાંકો બિસ્વાસે કેપ્શનમાં લખ્યું કે એક વધુ બેકાબૂ યાત્રી. આ વખતે એક બિમાન બાંગ્લાદેશ બોઈંગ 777 ઉડાણ પર! વીડિયો શેર થતાની સાથે જ વાયરલ થઈ ગયો. અત્યાર સુધી એક લાખ 21 હજાર કરતા પણ વધુ વાર જોવાયો છે. આ વીડિયો પણ અનેક યૂઝર્સે પોતાની પ્રતિક્રિયા આપી. એક યૂઝરે કમેન્ટ બોક્સમાં લખ્યું કે જો વારંવાર આવું થતું હોય તો, ફ્લાઈટમાં દારૂ પિરસવાનું બંધ કરો. એક અન્ય નેટિઝને લખ્યું છે કે ઉડાણ દરમિયાન ખુબ ખરાબ ઘટના. આનાથી એરલાઈન્સનું પણ નામ ખરાબ થાય છે. કડક કાર્યવાહી થવી જોઈએ.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશ્રીનગરના ગઢવાલ, અલીગઢ કંવરીગંજમાં ઘરોમાં તિરાડોથી સ્થાનીકો ચિંતિત બન્યા
Next articleDGCAએ નોટિસ પટકાર્યા બાદ એરલાયન્સ કંપની ગો ફર્સ્ટે માંગી માફી