Home ગુજરાત ઉત્તર ગુજરાત ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની; ૨૧મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪: ત્રીજો દિવસ

ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની; ૨૧મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪: ત્રીજો દિવસ

16
0

(જી.એન.એસ) તા. 28

મહેસાણા,

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના મહિયલ અને સાકરી ગામે શાળા પ્રવેશોત્સવની ઉજવણી પ્રસંગે માહિતી નિયામકશ્રી કે.એલ.બચાણીએ જણાવ્યું હતું કે, ઋગવેદનો શ્ર્લોક “आ नो भद्राः क्रतवो यन्तु विश्वतः” જેનો અર્થ થાય છે ચારે દિશામાંથી સકારત્મક વિચારો પ્રાપ્ત થાઓ. આ સકારત્મક વિચાર થકી દેશના પ્રધાનમંત્રીશ્રી અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલ શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવના મીઠા ફળ આપણે મેળવી રહ્યા છીએ.

 આ પ્રસંગે નિયામકશ્રી બચાણીએ ઉમેર્યું હતું કે બાળકના વિકાસના પાયામાં શિક્ષકો, વાલીઓ અને વિધાર્થીઓનો ફાળો વિશેષ છે. તેમણે ઉમેર્યું હતું કે રાજ્યમાં ચાલતા આ શિક્ષણ પર્વમાં 33 જિલ્લા, 254 તાલુકા, 3247 ક્લસ્ટર, 04 લાખ શિક્ષકો, 01 કરોડ 15 લાખ વિધાર્થીઓ સહિત અસંખ્ય નાગરિકોની ભાગીદારી જોવા મળે છે.

માહિતી નિયામકશ્રી બચાણીએ જણાવ્યું હતું કે વિકસિત ભારતની કલ્પનાને સાર્થક કરવા માટે GYAN  એટલે ગરીબ, યુવાન, અન્નદાતા અને નારી શક્તિ પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.

 માહિતી નિયામકશ્રીએ શિક્ષણમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા બાબતે તેમણે ક્યુઆર કોડ, યુટ્યુબ ચેનલ, આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્ટ, મશીન લેંગ્વેઝ, માઇક્રોસોફ્ટ ટીમ સહિત વિવિધ તકનકી ટુલ્સથી વિધાર્થીઓ અને વાલીઓને અવગત કર્યા હતા

માહિતી નિયામકશ્રીએ એસ.એમ.સી સાથેની બેઠકમાં વાલીઓ તેમજ શિક્ષકોને વિધાર્થીઓની હાજરી, સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગીદારી, અધ્યયન અને મૂલ્યાંકન પ્રધ્ધતિ પર વિશેષ ધ્યાન સહિત વિવિધ બાબતો પર સૂચનો કરી સુધારાત્મક પરીણામ લાવવા ખાસ ભાર મૂક્યો હતો

     નિયામકશ્રીએ ‘નમો લક્ષ્મી’ અને નમો સરસ્વતી યોજનામાં દિકરીઓને રૂપિયા 75 હજાર સુધીની સહાય મળે છે તેની વિગતે વાત વાલીઓ સાથે કરી હતી આ સાથે માહિતી નિયામકશ્રી સહિત મહાનુભાવોના હસ્તે આંગણવાડી- બાલવાટિકાના ભૂલકાંઓને પોષણ કીટ તથા ધોરણ ૧ થી ૮ અને ધોરણ ૧૧  ના નવા પ્રવેશાર્થીઓને શિક્ષણ કીટ આપીને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.

માહિતી નિયામકશ્રીના હસ્તે દાતાશ્રીઓનું સન્માન અને શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત જ્ઞાન સાધના સ્કોલરશીપ, નેશનલ મેરીટ કમ્સ મીન્સ સ્કોલરશીપમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ચાલુ વર્ષમાં સમગ્ર શિક્ષા, શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા 67 પ્રકારનું સાહિત્ય બાલવાટિકા થી માધ્યમિકના બાળકો માટે ખુબ સુંદર નયન રમ્ય, આકર્ષક અને ગુણવત્તા યુક્ત શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરેલ છે આ સાહિત્ય પ્રદર્શનની મુલાકાત લઇ વાલીઓને પણ સાહિત્યની વિગતોથી માહિતી નિયામકશ્રીએ વાકેફ કર્યા હતા

આ પ્રસંગે શિક્ષણવિદ્દો, ગ્રામજનો, પ્રબુધ્ધ નાગરિકો, કર્મચારીશ્રીઓ, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમુખ્યમંત્રીની અધ્યક્ષતામાં થાનગઢના સરોડી પ્રાથમિક શાળામાં યોજાયો કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવ
Next articleઅમરોલી ખાતે વૃક્ષારોપણ કરી વડાપ્રધાનશ્રીના “એક પેડ મા કે નામ’ અભિયાનમાં સહભાગી થતા વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ