Home મધ્ય ગુજરાત અમદાવાદ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશ પટેલની ઇજનેરી અભ્યાસક્રમોની બેઠકોમાં રી-સ્ટ્રકચરીંગની પહેલનું...

ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશ પટેલની ઇજનેરી અભ્યાસક્રમોની બેઠકોમાં રી-સ્ટ્રકચરીંગની પહેલનું ઉત્તમ પરિણામ

54
0

વર્ષ ૨૦૨૩-૨૪માં સરકારી એન્જીનીયરીંગ અને ડિપ્લોમાં કૉલેજોની બેઠકોમાં થયેલ રી-સ્ટ્રકચરીંગથી વિદ્યાર્થી-વાલીઓના નાણાંની થઇ બચત

૧૬૦૦થી વધુ વિદ્યાર્થીઓને સરકારી સંસ્થામાં પ્રવેશનો લાભ મળતા વાલી- વિદ્યાર્થીઓને અંદાજે રૂ. ૩૫ કરોડની બચત થઇ

(જી.એન.એસ) તા. 17

ગાંધીનગર,

રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશ પટેલની ઇજનેરી અભ્યાસક્રમોની બેઠકોમાં રી-સ્ટ્રક્ચરીંગની બેઠકોનું ઉત્તમ પરિણામ રાજ્યના વિદ્યાર્થી-વાલીઓના હિતમાં મળ્યું છે.

વર્ષ ૨૦૨૩-૨૪માં સરકારી એન્જીનીયરીંગ ડિગ્રી અને ડિપ્લોમાં કૉલેજમાં હાથ ધરાયેલ બેઠકોની રી-સ્ટ્રક્ચરીંગ પ્રક્રિયાના ભાગરૂપે વિદ્યાર્થી-વાલીઓના કરોડો રૂપિયાના નાણાની બચત થઇ છે.

સમયની માંગ અનુસાર તારીખ ૨૮ જૂન ૨૦૨૩ના રોજ ટેકનીકલ એજ્યુકેશન વિભાગ દ્વારા રિસ્ટ્રક્ચરિંગનો પરિપત્ર કરીને AICTE ની મંજૂરી મેળવવામાં આવી હતી.

જેમાં રાજ્યમાં આવેલ કુલ ૧૬ પૈકી ૧૦ ડિગ્રી ઈજનેરી સંસ્થાઓમાં વિવિધ ૧૪ હયાત અને નવા અભ્યાસક્રમો મળીને કૂલ ૧૫૩૯ બેઠકોમાં રીસ્ટ્રક્ચરીંગ હાથ ધરવામાં આવ્યું. જેમાંથી વર્ષ ૨૦૨૪ના પ્રવેશ દરમ્યાન કૂલ ૧૪૧૩ બેઠકો ભરાઇ.

તેમજ કુલ ૩૧ સરકારી પોલીટેકનિક સંસ્થાઓ પૈકી ૯ સંસ્થાઓમાં વિવિધ ૮ હયાત અને નવા અભ્યાસક્રમો મળીને કૂલ ૭૪૮ બેઠકોમાં રીસ્ટ્રક્ચરીંગ હાથ ધરવામાં આવ્યું. જેમાંથી વર્ષ ૨૦૨૪ના પ્રવેશ દરમ્યાન કૂલ ૬૬૮ બેઠકો ભરાયેલ છે.

સરકારી સંસ્થાઓમાં રીસ્ટ્રક્ચરીંગ થયેલ બેઠકોમાંની ડિગ્રી ઇજનેરીની ૯૨ % અને ડિપ્લોમા ઇજનેરીની ૮૯% થી વધુ બેઠકો વર્ષ-૨૦૨૪ ના પ્રવેશમાં ભરાઇ છે.

વર્ષ ૨૦૨૩-૨૪માં સરકારી એન્જીનીયરીંગ અને ડિપ્લોમાં કૉલેજોની બેઠકોમાં થયેલરી-સ્ટ્રકચરીંગથી ૧૬૦૦થી વધુ વિદ્યાર્થીઓને સરકારી સંસ્થામાં પ્રવેશનો લાભ મળતા અંદાજે રૂ. ૩૫ કરોડની બચત થઇ  છે.

રાજ્યમાં સરકારી ઇજનેરી કોલેજોમાં ઇમર્જીંગ બ્રાન્ચ આર્ટીફિશીયલ ઇન્ટેલિજન્સ (AI), મશીન લર્નિંગ (ML) , કોમ્પ્યુટર એન્જીનીંયરીંગ વિદ્યાશાખામાં ૧૦૦ ટકા બેઠકો ભરાયેલ છે. જ્યારે IC, EC, રોબોટિક્સ, મિકેનીકલ જેવી કોર બ્રાન્ચમાં ૯૨ ટકા થી વધું સીટ ભરાઇ.

પ્રવર્તમાન સમયમાં ઘણા વિદ્યાર્થીઓ ડિપ્લોમાં ડિગ્રી પણ કરતા હોય છે. જેમાં પ્રવેશ વર્ષ ૨૦૨૩ની સાપેક્ષે સરકારી પોલીટેકનીક કોલેજની બેઠકોમાં પણ રીસ્ટ્રકચરીંગ કરતા ૮૯% થી વધું બેઠકો ભરાઇ છે. જે અંતર્ગત સરકારી પોલીટેકનીક કોલેજોમાં સિવિલ, મિકેનિકલ,આઇ.ટી. અને ઈમર્જીંગ ઈજનેરીની વિદ્યાશાખામાં ૮૦ % થી વધું જ્યારે ઈલેકટ્રીકલ, કોમ્પ્યુટર એન્જીનીંયરીંગ અને ઇ.સી. બ્રાન્ચમાં ૧૦૦% બેઠકો ભરાઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી વર્ષોની જરૂરીયાત ધ્યાને લઇ સરકારી ઇજનેરી કોલેજો અને ડિપ્લોમાં ડિગ્રીમાં વર્ષ ૨૦૨૨થી વિવિધ નવા ઇમર્જીંગ ટેકનોલોજીનાં અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યા છે. સાથોસાથ રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે જરૂરીયાત મુજ્બ રી-સ્ટ્રકચરીંગ કરી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરવામાં આવે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field