GCAS(ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ) પોર્ટલ નવીન સુધારા સાથે કાર્યાન્વિત કરાયું
રાજ્યની 11 સરકારી યુનિવર્સિટીઝના વાઇસ ચાન્સેલર્સ અને વિદ્યાર્થી સંગઠન પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં
(જી.એન.એસ) તા. 3
ગાંધીનગર,
રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે GCASની રીવ્યુ બેઠક યોજી હતી. જેમાં રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઇ પાનશેરિયા પણ ઉપસ્થિત રહ્યાં હતા.
આ બેઠકમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ સચિવ સુ.શ્રી સુનયના તોમર, ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી દિનેશ ગુરવ સહિત 11 સરકારી યુનિવર્સિટીઝના વાઇસ ચાન્સેલર્સ અને તેમના પ્રતિનિધીઓ અને વિદ્યાર્થી સંગઠનના પ્રતિનિધી ઉપસ્થિત રહ્યાં હતા.
ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા સરકારી યુનિવર્સિટીઝ થકી કૉલેજમાં એડમિશન માટે GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસ) પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે.
આ પોર્ટલમાં કેટલીક ત્રુટિઓમાં સુધારો કરીને શૈક્ષણિક વર્ષ 2025-26 માટે વધુ સુગમ અને સરળ બનાવવા અને રાજ્યના એકપણ વિદ્યાર્થીને એડમિશન પ્રક્રિયામાં અગવડ ન પડે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે મંત્રીશ્રી ઋષિકેશ પટેલે સૂચના આપી હતી.
જેના પગલે વિભાગ દ્વારા ગત વર્ષ પડેલી કેટલીક અગવડ તેમજ નવીન સુધારા સાથેનું પોર્ટલ કાર્યાન્વિત કરાયું છે. વધુમાં આ નવીન સુધારાઓને પબ્લીક ડોમેનમાં પણ મૂકવામાં આવ્યા હતા. જેમાં મોટાભાગના સુધારાઓને વિદ્યાર્થીઓ અને વાલીઓ તરફથી આવકારવામાં આવ્યા હતા. પબ્લીક તરફથી મળેલ જરૂરી સૂચનોને પણ આ નવીન પોર્ટલમાં સમાવેશ કરવામાં આવ્યા છે.
આ વર્ષે વિદ્યાર્થીઓને પ્રવેશપ્રક્રિયા માટે સાયબર કેફે કે અન્ય સ્થળે ફોર્મ ભરવા જવું પડે નહીં તે માટે દરેક યુનિવર્સિટિઝ અને કૉલેજ ખાતે ફ્રી ફ્રોર્મ ફિલિંગ સેન્ટર કાર્યરત કરવામાં આવશે.
વધુમાં GCAS દ્વારા યુનિવર્સિટીઝને 15 દિવસનો સમય આપીને પોત-પોતાની જરૂરિયાત મુજબ એડમિશન રાઉન્ડ ચલાવવા માટેની પરવાનગી આપવી અથવા GCAS દ્વારા શિડ્યુલ આપવાની વિચારણા પણ આ બેઠકમાં કરવામાં આવી હતી.
વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતા રજીસ્ટ્રેશનના વેરિફિકેશન માટે દરેક કૉલેજ અને યુનિવર્સિટીઝ માં અધ્યાપકો કે કર્મચારીઓને માનદેય આપીને સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
આ બેઠકમાં પ્રવેશ પ્રક્રિયા સંદર્ભે વેલિડેશન્સ, પ્રવેશયાદી, ઓફલાઇન રાઉન્ડ, લાઇવ વેકેન્સી અને લાઇવ કટઓફ અને પેનેલ્ટી સહિતની બાબતોની પણ વિગતવાર સમીક્ષા કરીને જરૂરી સૂચનો મંત્રી શ્રી દ્વારા સૂચવવામાં આવ્યા હતા.
સમગ્ર પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે GCAS સેલ દ્વારા ટેકનિકલ એજન્સી અને યુનિવર્સિટીઝ વચ્ચે સંકલનને વધુ સુગમ્ય બનાવવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, રાજ્યની 2500 થી વધુ ક઼ૉલેજના ડેટાને અદ્યતન અને ડેટા વેરિફિકેશન કરવાની કામગીરી હાલ ચાલું છે જે ટૂંક સમયમાં જ પૂર્ણ થશે.
અત્રે મહત્વની બાબાત એ પણ છે કે, ગત વર્ષે લાગુ કરાયેલ GCAS પોર્ટલ મારફતે એડમિશન પ્રક્રિયાના પગલે શૈક્ષણિક વર્ષ 2024-25 માં આ પોર્ટલ મારફતે UG અને PG ના કુલ મળીને 4.55 લાખ થી વધુ એડમિશન થયા હતા.
ગાંધીનગર ખાતે યોજાયેલ આ બેઠકમાં રાજ્યની 11 જેટલી યુનિવર્સિટીઝમાંથી ઉપસ્થિત વાઇસ ચાન્સેલર્સ દ્વારા પણ પોતાના પ્રતિભાવ, સૂચનો અને તેમને પડેલી અગવડો વિશે માહિતી આપવામાં આવી હતી. જેમાંથી જરૂરી સૂચનોની અમલવારી કરીને સમગ્ર વ્યવસ્થાને વધુ સરળ બનાવવા માટે મંત્રી શ્રી ઋષિકેશ પટેલે સૂચના આપી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.