Home દેશ - NATIONAL ઈસરોને ચન્દ્રયાન ૩ મિશનમાં વધુ એક સફળતા મળી.. ચન્દ્રયાન 3 નો પ્રથમ...

ઈસરોને ચન્દ્રયાન ૩ મિશનમાં વધુ એક સફળતા મળી.. ચન્દ્રયાન 3 નો પ્રથમ ઓર્બિટમાં પ્રવેશવાનો પ્રયાસ સફળ રહ્યો

14
0

(GNS),07

ચન્દ્રયાન 3 નો ચંદ્રના પ્રથમ ઓર્બિટમાં પ્રવેશવાનો પ્રયાસ સફળ રહ્યો છે. જોકે ચંદ્રની ભ્રમણ કક્ષાની વધુ નજીક જવાનો આવો અન્ય એક પ્રયાસ આગામી 9 ઓગસ્ટના રોજ બપોરે 1 થી 2 વાગ્યાની વચ્ચે કરવામાં આવશે. હાલમાં જ ચંદ્રયાન મિશન શનિવારે ચંદ્રની કક્ષામાં પહોંચ્યું હતું. આ દરમિયાન ચંદ્રની નજીક ચક્કર લગાવતી વખતે અવકાશયાનમાં લાગેલા કેમેરાએ ચંદ્રનો વીડિયો બનાવ્યો છે. વિડીયોમાં અવકાશયાનમાં ફીટ કરાયેલી સોલાર પેનલ પણ દેખાઈ રહી છે. ISROએ ટ્વિટર પર ચંદ્રની આ પ્રથમ ઝલક શેર કરી છે. એન્જિનના રેટ્રો ફાયરિંગ ચંદ્રયાનને ચંદ્રની સપાટીની નજીક લાવી દીધું છે, જે હવે 170 કિમી x 4313 કિમી છે. મહત્વનુ છે કે હવે ભારતનું મિશન ચંદ્રયાન-3 સફળતાનો નવો અધ્યાય લખવા માટે તૈયાર છે. ચંદ્રયાન-3 લેન્ડિંગ પહેલા લગભગ 2100 (2100) કિલો વજનને સ્પર્શી જશે.

The spacecraft successfully underwent a planned orbit reduction maneuver –
The retrofiring of engines brought it closer to the Moons surface –
now to 170 km x 4313 km (Image Credit : Instagram #isro.doc)

હવે આ કેવી રીતે થશે? જે જણાવી દઈએ કે, ચંદ્રયાનનું કુલ વજન લગભગ 3 હજાર 900 કિલોગ્રામ છે. વજન પ્રમાણે આપણે તેને ત્રણ ભાગમાં વહેંચીએ છીએ; પ્રથમ પ્રોપલ્શન મોડ્યુલ, બીજું લેન્ડર અને ત્રીજું રોવર. આ તમામ જેટલા ચંદ્રયાન-3ના ત્રણ ભાગોમાં, પ્રોપલ્શન મોડ્યુલનું વજન સૌથી વધુ છે, એટલે કે 2148 (એકવીસો અડતાલીસ) કિગ્રા. લેન્ડર મોડ્યુલનું વજન 1752 કિલો છે જ્યારે રોવર પ્રજ્ઞાનનું વજન માત્ર 26 કિલો છે. લેન્ડિંગ પહેલા, ચંદ્રયાનના પ્રોપલ્શન મોડ્યુલને અલગ કરવામાં આવશે, એટલે કે 2100 કિલો વજન ઓછું થઈ જશે. મહત્વની વાત એ છે કે, 5 ઓગસ્ટે ચંદ્રયાન-3 ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું છે. ઈસરોએ ચંદ્રયાન-3ના આ તબક્કા વિશે ખૂબ જ રસપ્રદ રીતે માહિતી આપી હતી. ઈસરોના ટ્વીટ અનુસાર, ચન્દ્રયાન 3 નો પ્રથમ ઓર્બિટમાં પ્રવેશવાનો પ્રયાસ સફળ રહ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈને અમિત શાહે કરી મહત્વની બેઠક
Next articleદિલ્હી-NCRમાં હળવા વરસાદની સંભાવના… ઉત્તરપ્રદેશ અને હિમાચલમાં પણ એલર્ટ