Home દુનિયા - WORLD ઈરાનમાં આર્થીક સંકટ,.. લોકો પોતાની કિડની, લીવર અને શરીરના અન્ય અંગો વેચી...

ઈરાનમાં આર્થીક સંકટ,.. લોકો પોતાની કિડની, લીવર અને શરીરના અન્ય અંગો વેચી રહ્યા છે

19
0

(જી.એન.એસ),તા.27

પાકિસ્તાનમાં મોંઘવારીના સમાચાર થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં ફરતા હતા. અત્યારે પણ ત્યાં પરિસ્થિતિ બહુ સુધરી નથી, પણ સમાચારોનો પ્રવાહ થોડો બંધ થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે હાલમાં વિશ્વના ઘણા દેશો મોંઘવારી સામે ઝઝૂમી રહ્યા છે. કેટલીક જગ્યાએ મોંઘવારી અત્યાર સુધીના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે.લોકો માટે રોજીંદી ચીજવસ્તુઓ ખરીદવી મુશ્કેલ બની ગઈ છે.

તમને જાણીને નવાઈ લાગશે કે હાલમાં ઈરાન ફુગાવાના માપદંડો પર સૌથી ખરાબ સ્થિતિમાં છે. ત્યાંના લોકો તેમની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે કિડની-લિવર પણ વેચવા તૈયાર છે. તેના પોસ્ટર ઘણી જગ્યાએ લગાવવામાં આવ્યા છે.

ઈરાનમાં ચાલી રહેલા આર્થિક સંકટને કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે, જેનું એક પરિણામ એ છે કે કેટલાક લોકો પૈસા માટે તેમના શરીરના અંગો વેચી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર આવી ઘણી પોસ્ટ જોવા મળી રહી છે, જેમાં ઈરાની લોકો પોતાની કિડની, લીવર અને શરીરના અન્ય અંગો વેચી રહ્યા છે. ધ નેશનલના રિપોર્ટ અનુસાર, ઈરાનના કેટલાક શહેરોમાં આવા ઘણા પોસ્ટર લગાવવામાં આવ્યા છે, જેમાં બ્લડ ગ્રુપ, ઉંમર અને ફોન નંબર વિશે માહિતી આપવામાં આવી છે, જેથી ગ્રાહક સીધો સંપર્ક કરી શકે.

ઈરાનની રાજધાની તેહરાનમાં પણ આવા જ પોસ્ટર જોવા મળ્યા છે. શહેરના વાલીયાસરા ચોકમાં કિડની અને લીવરના વેચાણની જાહેરાતો જોવા મળે છે. રિપોર્ટમાં કીહાન નામના વ્યક્તિએ કહ્યું કે તેની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. તેથી તેણે પોતાની કિડની વેચવાનું પસંદ કર્યું. તે ખરીદનારની રાહ જોઈ રહ્યો છે. તેનું કહેવું છે કે તેને ખરીદનાર મળતા જ તે મેડિકલ ટેસ્ટ કરાવશે અને કિંમત નક્કી કરશે.

ડિસેમ્બરમાં જાહેર કરાયેલ વર્લ્ડ ઑફ સ્ટેટિસ્ટિક્સના ફુગાવાના દરના અહેવાલ મુજબ, ઈરાનમાં હાલમાં ફુગાવાનો દર 39.2% છે. જે પાકિસ્તાનના 29.2% કરતા વધુ છે. ઈરાન ફોકસ અનુસાર, ઈરાનની સેન્ટ્રલ બેંકે ઓક્ટોબર 2023માં ફુગાવાનો દર 54.8% નોંધ્યો હતો, જે 22 મહિનામાં સૌથી વધુ છે. IMFને આશા છે કે 2024માં પણ ઈરાનમાં ફુગાવાનો દર 30%ની આસપાસ રહેશે.

ઈરાનની ચલણની મજબૂતાઈ વિશે વાત કરીએ તો, તે હાલમાં ડૉલરની સરખામણીમાં વિશ્વની સૌથી નબળી કરન્સીમાંની એક છે. હાલમાં, 1 ડોલરના બદલામાં 42,275 ઈરાની રિયાલ મળી રહ્યા છે. ખાનગી કંપનીના રિપોર્ટ અનુસાર, ઈરાની રિયાલને વર્ષ 2022માં વિશ્વની સૌથી નબળી કરન્સી માનવામાં આવી હતી.

અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધોને કારણે ઈરાનની આર્થિક સ્થિતિમાં અનેક સંકટ આવી ગયા છે. આ પ્રતિબંધો વેપાર અને આર્થિક સંબંધોને ખૂબ અસર કરી રહ્યા છે, જેના કારણે ઘણા દેશો ઈરાન સાથે વેપાર કરવા સક્ષમ નથી. તેણે ઈરાનને રાજકીય રીતે નબળું પાડવાનું પણ કામ કર્યું છે. એટલું જ નહીં ઈરાન પણ આ સમયે ગાઝાને સમર્થન આપી રહ્યું છે, જેના કારણે તેને યુદ્ધનો ખર્ચ ઉઠાવવો પડે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરૂ. ૨૯.૨૧ કરોડના ખર્ચે નવનિર્મિત આઇકોનિક ભુજ બસપોર્ટનું લોકાર્પણ
Next articleદૈનિક રાશિફળ (તા.૨૮-૧૨-૨૦૨૩)