Home દુનિયા - WORLD ઈરાકની સોરન યુનિવર્સિટીની હોસ્ટેલમાં આગ લાગતા 14 વિદ્યાર્થીઓના મોત થયા

ઈરાકની સોરન યુનિવર્સિટીની હોસ્ટેલમાં આગ લાગતા 14 વિદ્યાર્થીઓના મોત થયા

22
0

(જી.એન.એસ),તા.૦૯

સોરાન-ઈરાક

ઉત્તરી ઈરાકના સોરાનમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. સોરન યુનિવર્સિટીની હોસ્ટેલમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 14 વિદ્યાર્થીઓના મોત થયા હતા જ્યારે ઘણા ઘાયલ થયા હતા. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, આ અકસ્માત શુક્રવારે રાત્રે 8.15 કલાકે થયો હતો. જો કે, ઘટનાના ગણતરીના કલાકોમાં જ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, પરંતુ આ અકસ્માત કેવી રીતે અને શા માટે થયો? તેની માહિતી હજુ સામે આવી નથી. ઘટનાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે..

આ અકસ્માતમાં 18 વિદ્યાર્થીઓ ઘાયલ થયાના સમાચાર છે. દરેકને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ અકસ્માતે સૌને ચોંકાવી દીધા છે. સોરન યુનિવર્સિટીના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ ઘટનાથી દુખી છે. ઈરાકના વડાપ્રધાન મસરૂર બરઝાનીએ આ દર્દનાક ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે પીડિત પરિવારો પ્રત્યે તેમની સંવેદના છે. અમે આ ઘટનાની વ્યાપક તપાસના આદેશ આપ્યા છે. મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસંસદની સદસ્યતા જવા પર મહુઆ મોઈત્રાએ કહી સ્પષ્ટ વાત
Next articleઈન્ડિયન ફાર્માકોપિયા કમિશન આયોગેએ સુરક્ષા ચેતવણી જાહેર કરી