Home રમત-ગમત Sports ઈન્ડિયન પ્રીમિયર લીગની સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી હાર્દિક પંડ્યા બોલિંગથી ધમાલ મચાવવા...

ઈન્ડિયન પ્રીમિયર લીગની સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી હાર્દિક પંડ્યા બોલિંગથી ધમાલ મચાવવા તૈયાર

59
0

(જી.એન.એસ),તા.૧૯

મુંબઈ,

ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનમાં એક મોટો ફેરફાર જોવા મળશે. આ ફેરફાર મુંબઈ ઈન્ડિયન્સની ટીમે રોહિત શર્માના સ્થાને હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં રમવા મેદાનમાં ઉતરશે, છેલ્લી 2 આઈપીએલ સીઝનમાં ગુજરાત ટાઈટન્સ ટીમની કેપ્ટનશીપ કરનાર હાર્દિક પંડ્યા ફરીથી તેની ફ્રેન્ચાઈઝી માટે રમતો જોવા મળશે. વનડે વર્લ્ડ કપ 2023 વચ્ચે ઈજાગ્રસ્ત થયા બાદ હાર્દિક ખુબ લાંબા સમય બાદ મેદાન પર પરત ફરવા માટે તૈયાર છે. જેમાં સૌની નજર તેની ફિટનેસ પર રહેશે.

જેમાં તેમણે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી આયોજિત થયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, આઈપીએલ 2024 સીઝનમાં બોલિંગ કરતો જોવા મળશે કે નહિ. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી આયોજિત કરવામાં આવેલી પ્રી સીઝન પ્રેસ કોન્ફરન્સમાં હાર્દિક પંડ્યાએ પોતાના ફિટનેસ સાથે જોડાયેલા તમામ સવાલોના પણ જવાબ આપ્યા છે. જેમાં તેમણે સ્પષ્ટ કર્યું કે, તે આગામી સીઝનમાં બોલિગ કરતો જોવા મળશે. તેમણે કહ્યું કે, આઈપીએલ દરમિયાન તમામ મેચ પણ રમશે, સાથે ટીમને જરુર પડશે તો બોલિંગ પણ કરીશ. હવે હું સંપુર્ણ ફિટ છું અને ફ્રેન્ચાઈઝી માટે રમવા તૈયાર છું.

હાર્દિકે કહ્યું કે, વર્લ્ડકપમાં લાગેલી ઈજાસાથે કોઈ અન્ય ઈજાની લેવાદેવા નથી. મારી ફિટનેસ પર કોઈ અસર ન હતી. જ્યારે હું આ ઈજામાંથી સંપુર્ણ સ્વસ્થ થયો તો તે સમયે જાન્યુઆરીમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ ટી 20 સીરિઝની શરુઆત થઈ ચુકી હતી. અને ત્યારબાદ એવી કોઈ સીરિઝ પણ ન રમાઈ કે, જેમાં હું રમી શકુ. તમને જણાવી દઈએ કે, મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આગામી સીઝનમાં પોતાની પહેલી મેચ 24 માર્ચના રોજ ગુજરાત ટાઈટન્સ ટીમ વિરુદ્ધ રમશે. ત્યારબાદ 27 માર્ચના રોજ મુંબઈ પોતાની બીજી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે રમશે. જ્યારે તેની છેલ્લી 2 મેચ પોતાના ઘરે 1 અને 7 એપ્રિલના રોજ મેદાનમાં ઉતરશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleટાટા કંપનીના એક નિર્ણયથી શેર 2.72 ટકાના ઘટાડા થયો
Next articleફિલ્મ “વેદા”નું ટિઝર રિલીઝ થયું