Home દુનિયા - WORLD ઈઝરાયેલમાં ૮૦ હજારથી વધુ ભારતીયો કરે છે વસવાટ

ઈઝરાયેલમાં ૮૦ હજારથી વધુ ભારતીયો કરે છે વસવાટ

22
0

(GNS),10

હમાસના આતંકવાદીઓએ ગયા શનિવારે ઈઝરાયેલ ઉપર હુમલો કર્યો હતો. હમાસ દ્વારા કરાયેલા આ હુમલામાં અત્યાર સુધીમાં ઈઝરાયેલના લગભગ 700 લોકો માર્યા ગયા હોવાનું કહેવાય છે. હમાસ દ્વારા કરવામાં આવેલા, જમીન, આકાશ અને દરિયાઈ માર્ગે અચાનક કરાયેલા હુમલામાં વિશ્વના ઘણા દેશોના લોકો પણ માર્યા ગયા છે. ભારતમાંથી પણ ઈઝરાયેલ રોજગારી અર્થે અનેક લોકો ઇઝરાયલમાં રહે છે હમાસે કરેલા આ હુમલાને કારણે, અનેક ભારતીયો ઈઝરાયેલમાં ફસાયેલા છે. અહીં રહેતા ભારતીયો, તેમના સ્વજનો અને મિત્રો સમક્ષ ઈઝરાયેલની ભયાનક સ્થિતિને વીડિયો મેસેજ દ્વારા વર્ણવી રહ્યા છે.. જો કે હજુ સુધી અહીં કોઈ ભારતીયને જાનમાલનું કોઈ નુકસાન થયું નથી. પરંતુ હમાસના હુમલામાં આપણા પડોશી દેશ નેપાળના 10 વિદ્યાર્થીઓ માર્યા ગયા છે. આ વાતની નેપાળ સરકારે પણ પૃષ્ટી કરી છે. ગયા શનિવારે પેલેસ્ટાઈનના આતંકી સંગઠન હમાસે ગાઝા તરફથી હજારો રોકેટ ઈઝરાયેલના વિવિધ વિસ્તારોમાં છોડ્યા હતા. આ સ્થિતિનો ઈઝરાયેલ વળતો પ્રતિકાર ના કરે ત્યાં સુધી અનેક નિર્દોષ લોકોને લગભગ 7 થી 8 કલાક સુધી બંકરોમાં ફજીયાત રહેવું પડ્યું હતું. ઇઝરાયલે પણ હમાસને હુમલાને યુદ્ધ જાહેર કરી દીધું છે અને હમાસના ગાઝા પટ્ટી સ્થિત આવેલા વિવિધ ઠેકાણા ઉપર ભારે બોમ્બમારો શરૂ કરી દીધો છે…

આવી સ્થિતિમાં, એ બાબત સ્પષ્ટ છે કે આ યુદ્ધ લાંબો સમય ચાલવાનું છે. આ યુદ્ધમાં લગભગ 18 હજાર ભારતીયો પણ ઈઝરાયેલમાં ફસાઈ જવા પામ્યા છે. ઈઝરાયેલમાં આઈટી પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓ તેમજ અહીં દેખરેખનું કામ કરનારામાં ભારતીયો લોકો સામેલ છે. ઇઝરાયેલમાં મોટી સંખ્યામાં વૃદ્ધો છે, તેથી તેમની સારસંભાળ રાખવાનું કામ ભારતીયો કરે છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે લગભગ 900 ભારતીય વિદ્યાર્થીઓ ઇઝરાયેલમાં અભ્યાસ કરી રહ્યા છે. આ સાથે ભારતીય મૂળના લોકોની સંખ્યા લગભગ 85 હજાર હોવાનું કહેવાય છે. આ લોકો પાસે ઈઝરાયેલની નાગરિકતા છે.. આ સાથે ભારતે 9 મેના રોજ ઈઝરાયેલ સાથે કરાર કર્યો હતો કે, ઈઝરાયેલ કેર વર્ક કરી રહેલા લગભગ 42 હજાર ભારતીયોને નોકરી આપશે. ઇઝરાયેલમાં આ પ્રકારનું કામ માત્ર ભારતીયો જ નથી કરતા પરંતુ આવું કામ કરવા માટે શ્રીલંકા અને નેપાળથી પણ મોટી સંખ્યામાં લોકો ઈઝરાયેલ આવે છે. ઈઝરાયેલમાં રહેતા ભારતીયોમાં ઘણા ઉદ્યોગપતિઓ, કલાકારો અને કર્મચારીઓ છે. ઈઝરાયેલમાં વેપારીઓ કપડાં, ખાદ્યપદાર્થો અને અન્ય માલસામાનની આયાત અને નિકાસની કામગીરી કરે છે. વિવિધ ક્ષેત્રના ઘણા ભારતીય કલાકારો ઈઝરાયેલમાં રહે છે. તેઓ ઘણીવાર પેઇન્ટિંગ, શિલ્પ અને સંગીત જેવા ક્ષેત્રોમાં કામ કરે છે. કેટલાક ભારતીયો ઇઝરાયેલમાં મજૂરી કામ પણ છે, ઘણા ભારતીયો બાંધકામ, કૃષિ અને અન્ય ઉદ્યોગોમાં પણ કામ કરે છે…

ઈઝરાયેલમાં રહેતા મૂળ ભારતીયોમાં ગુજરાતીઓ સારી એવી સંખ્યામાં છે. ગુજરાતીઓ મોટાભાગે વેપાર, ઉદ્યોગ ધંધા રોજગારના ક્ષેત્ર અને અભ્યાસ અર્થે ઈઝરાયેલમાં રહે છે. ઈઝરાયેલમાં રહેતા લોકોની સંખ્યા સૌથી વધુ કેરળમાંથી છે. કેરળના લોકો ઇઝરાયેલમાં વૃદ્ધોની સારસંભાળનું કામ કરે છે. ઈઝરાયેલમાં રહેતા તમિલનાડુના લોકોની સંખ્યા પણ નોંધપાત્ર છે. આ લોકો ઇઝરાયેલમાં આઇટી પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓ તરીકે રહે છે. ઈઝરાયેલમાં રહેતા પંજાબના લોકોની સંખ્યા પણ વર્ષોવર્ષ વધી રહી છે. પંજાબના લોકો મોટાભાગે ઇઝરાયેલમાં મજૂરી અને વેપારીઓ તરીકે રહે છે. ઈઝરાયેલમાં રહેતા ઉત્તર પ્રદેશના લોકોની સંખ્યા પણ મહત્વની ગણી શકાય છે. ઉત્તર પ્રદેશના લોકો મોટાભાગે ઇઝરાયેલમાં દેખરેખનું કામ કરે છે.. આ સિવાય અન્ય લોકો વિદ્યાર્થીઓ છે. બિહારથી ઈઝરાયેલમાં વસતા લોકોની સંખ્યા પણ વધી રહી છે. બિહારના લોકો મોટાભાગે ઇઝરાયેલમાં મજૂરી અને વેપારીઓ તરીકે કામ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોથી મિઝોરમ અને મણિપુરના લોકો પણ ઈઝરાયેલમાં સ્થાયી થયા છે. ઇઝરાયેલના વિવિધ પ્રાંત અને વિસ્તારોમાં રહેતા ભારતીય મૂળના લોકોમાં સૌથી વધુ લોકો મહારાષ્ટ્ર, કેરળ અને પશ્ચિમ બંગાળના કોલકાતાના છે. ઈઝરાયેલમાં નોર્થ ઈસ્ટના લોકો પણ રહે છે. 1947 પહેલા યહૂદીઓ માટે કોઈ દેશ નહોતો, પરંતુ 1948માં તેમને પેલેસ્ટાઈનની અંદર જ યહુદીની બહુમતી વાળી જગ્યા આપવામાં આવી હતી અને ઈઝરાયેલની રચના કરવામાં આવી. જેના કારણે ઘણા યહૂદીઓ ત્યાં પહોંચી ગયા હતા અને ભારતના મિઝોરમ અને મણિપુરથી પણ ઘણા લોકો ત્યાં આવીને સ્થાયી થયા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમહિલા આરક્ષણ બિલ વિશ્વભરમાં મહિલાઓને આગળ વધવા પ્રેરણા આપશે : BRS નેતા કે.કવિતા
Next articleઘણા ભારતીય કોર્પોરેટોએ એશિયન ગેમ્સમાં ભારતને મેડલ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી