Home દુનિયા - WORLD ઈઝરાયેલમાં અમીબા મગજ ખાઈ જતા વ્યક્તિનું મોત નીપજ્યું

ઈઝરાયેલમાં અમીબા મગજ ખાઈ જતા વ્યક્તિનું મોત નીપજ્યું

54
0

(જી.એન.એસ),તા.૦૯
ઇઝરાયેલ
ઈઝરાયેલમાં એક અજીબ ઘટના સામે આવી છે, જેમાં એક અમીબા દ્વારા મગજ ખાઈ જવાના કારણે એક વ્યક્તિનું મોત થયું છે. ઇઝરાયેલના આરોગ્ય મંત્રાલયે પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે, ઉત્તર ઇઝરાયેલમાં ૩૬ વર્ષીય એક વ્યક્તિનું મગજ અમીબા ખાઈ જતા મૃત્યુ થયું છે. મંત્રાલયને ટાંકીને પોતાના અહેવાલમાં જણાવ્યુ કે, આ વ્યક્તિને કોઈ અંતર્ગત રોગ ન હતો, તેનું મૃત્યુ નેગલેરિયાસિસથી થયું હતું, જેને પ્રાથમિક એમેબિક મેનિન્ગોએન્સફાલીટીસ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે મગજનો દુર્લભ અને વિનાશક ચેપ છે. આ પ્રકારના જીવલેણ અમીબા તાજા પાણી, ખાબોચિયા અને અન્ય સ્થિર જળ સ્ત્રોતોમાં જાેવા મળે છે. અમીબાના મગજ ખાવાથી મૃત્યુના સંભવિત જાેખમોની તપાસ કરવામાં આવી રહી છે. દુર્લભ કેસનું નિદાન તિબેરિયાસના પોરિયા મેડિકલ સેન્ટરમાં થયું હતું, જે ગેલીલના સમુદ્રની નજીક આવેલા ઉત્તરપૂર્વીય રિસોર્ટ ટાઉન છે, જેની મંત્રાલયની કેન્દ્રીય પ્રયોગશાળાને જાણ કરવામાં આવી હતી. કેસની દુર્લભતા જાેતા નિદાનની પુષ્ટિ કરવા માટે ક્લિનિકલ નમૂનો યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનને મોકલવામાં આવ્યો હતો. ઁછસ્ ચેપ પ્રારંભિક તબક્કામાં નાક દ્વારા થાય છે, લક્ષણોમાં ગંભીર માથાનો દુખાવો, તાવ અને ઉલટીનો સમાવેશ થઈ શકે છે. જેમ જેમ ચેપ આગળ વધે છે તેમ લક્ષણો એક્સપોઝરના એકથી નવ દિવસ પછી દેખાય છે, તે ગરદન, આંચકી અથવા મતિભ્રમ થઈ શકે છે.તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈ વાયરસ અથવા એવો જીવ કે જેને તમે તમારી આંખોથી જાેઈ શકતા નથી તે તમારા મગજને ખાઈ શકે છે. અમીબા મગજને ખાવાથી વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે? તો તમને જણાવી દઈએ કે, અમીબાના મગજને ખાવાથી એક વ્યક્તિના મોતનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમિસ ઈન્ડિયા યુએસએ ખિતાબ જીત્યો આર્યા વાલવેકરે
Next articleમોદી સરકાર કેમ લાવવા માંગે છે વીજળી સંશોધન બિલ?