(જી.એન.એસ) તા. 28
ગાંધીનગર,
કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહી હતું કે, કોંગ્રેસે ઇમરજન્સી લાદીને દેશનો મોટો અપરાધ કરવાનું કામ કર્યુ હતું..જેને કારણે અમે 18 મહિના સુધી જેલવાસ ભોગવ્યો હતો. કોંગ્રેસના 2004 થી 2014 સુધીના શાસનમાં ખુબ ભ્રષ્ટાચાર હતો. ભ્રષ્ટાચારનું ઓર્ગેનાઇઝ પાર્ટનર કોંગ્રેસ હતું. તેમણે કહ્યું કે કોંગ્રેસનો મેનિફેસ્ટો વિભાજનકારી છે. રાજનાથ સિંહે કહ્યું કે આ વખતે ગરમીના લીધે વોટિંગ ઓછું થયું છે.. જો કે તેમણે આ વાતનો દાવો કર્યો કે અમેઠી અને રાયબરેલીમાં કોંગ્રેસ ભલે કોઇપણ ઉમેદવાર ઉભો રાખે, જીત ભાજપની જ થશે.
કેન્દ્રીય મંત્રી એ કહ્યું હતું કે, કોંગ્રેસ પાસે નીતિ નથી, નિયમ નથી, નેતાઓ નથી.. રાજનાથ સિંહે કહ્યું કે ઇન્દીરા ગાંધી, મનમોહન સિંહ પણ ગરીબી દૂર ન કરી શક્યા પણ પ્રધાનમંત્રીના વિઝનથી 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢવામાં આવ્યા. તેમણે કહ્યું કે આવતા 10 વર્ષમાં ભારત દેશમાંથી ગરીબી નાબુદ કરીશું. વર્ષ 2027 સુધીમાં ભારત વિશ્વના ટોપ 3 દેશોમાં આવી જશે..તેમણે કહ્યું કે આ વિકાસનું કારણ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સ્ટ્રોંગ લિડરશીપ છે.
કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે પર્ચાર કરતી સમયે નિવેદન આપ્યું છે કે 2027 સુધીમાં ભારત વિશ્વના ટોપ 3 દેશોમાં આવી જશે અને આ વિકાસનું કારણ જે સ્ટ્રોંગ લીડરશીપ પ્રધાનમંત્રીની છે તેના કારણે આ વાત શક્ય બની છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.