(જી.એન.એસ), તા.૩
ઉત્તર પ્રદેશની ચૂંટણી સમયે સુરતથી યુપી જઇ ભાજપને જીતાડવા પરસેવો પાડનારા કાર્યકરો અને આગેવાનોનું આજે શહેર ભાજપ દ્વારા જાહેર સન્માન કરાયું હતું. ઉધના મેઇનરોડ સ્થિત બીઆરસી ગ્રાઉન્ડ ઉપર પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને જાહેર સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં વાઘાણીએ રાજ્યમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને મુદ્દે કોંગ્રેસને ખુલ્લો પજકાર ફંેક્યો હતો. ગુજરાતમાં ભાજપ ૧૫૦થી વધુ બેઠક મેળવશે. ચૂંટણીના પરિણામ બાદ ઇવીએમમાં ગરબડ થઇ હોવાની બહાનાબાજી કરતા કોંગ્રેસને ઇટલી જઇ ઇવીએમ ચેક કરાવી લેવાની છૂટ છે. પ્રદેશ અધ્યક્ષ તરીકે સહી કરી આપવા તૈયાર છું. હોવાનું કહી કોંગ્રેસને બરાબર આડે હાથ લીધો હતો.
સુરતને કર્મભૂમિ બનાવનારા યુપીવાસીઓને સંબોધન કરતા કહ્યું કે, સુરત તપસ્વી ધરતી છે. બધાને આવકારે છે. રોજગાર અને શિક્ષણ આપે છે. સુરતવાસીઓનું દિલ ખૂબ મોટું છે. વતનમાં મુશ્કેલી છે એટલે અહીંથી કમાઇને ત્યાં મોકલનારાઓને ધન્યવાદ છે. સ્વજનોની કાળજી લેવી ભારતની સંસ્કૃતિ છે. જે યુપી ગુંડાઓના નામથી જાણીતું હતું, એ યુપીમાંથી આજે ગુંડાઓ ભાગી રહ્યાં છે. યુપીમાં ભાજપનું પરિણામ જોઇ સપા, બસપા, કોંગ્રેસ બધા બેભાન થઇ ગયા છે. મોદી અને શાહની જુગલબંધીએ યુપીમાં જે પ્રેમ જીત્યો છે, એ જોઇ બધાને તકલીફ થાય છે. કહે છે કે, ઇવીએમમાં ગરબડ છે. આ દાવો ફગાવી કહ્યું કે, ગરબડ ઇવીએમમાં નહીં તમારા મગજમાં છે.
ઉત્તરપ્રદેશની ચૂંટણી દરમિયાન મુલાયમ, સપા, બસપા, સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધી એવું કહેતા હતા કે, નરેન્દ્ર મોદી બહારથી આવ્યા છે. તમારી અહીં જરૃર નથી. આ અંગે કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું કે, બહારથી તો તમે આવ્યા છો. તમે વિદેશી કૂળના છો. તમારા પૂવર્જો, માતા અને સગા-સંબંધીઓએ ઇટલીના ચશ્મા પહેરી યુપીમાં મોદીને લલકાર્યા તો યુપીએ તેમને ફગાવી દીધા છે. હવે ગુજરાતમાં ૨૦૧૭માં ચૂંટણી છે. કોંગ્રેસને ખુલ્લો પડકાર છે, જે ઇવીએમ મશીન છે, એ તમારેે બતાવવું હોય ત્યાં પાર્ટી પ્રમુખના નામે સહી કરીને આપું છું. જ્યાં ચેક કરાવવું હોય ત્યાં કરાવી લેજો, ઇટલી લઇ જવું હોય તો ઇટલી જઇ ચેક કરાવજો, અમે સાથે આવીશું. પાછળથી નહીં કહેતા કે ઇવીએમમાં ગરબડ હતી. જે યુપીમાં રિઝલ્ટ આવ્યું છે, તે ગુજરાતમાં આવશે. મોદી, રૃપાણીએ જે અહીં કામ કર્યું છે. ભાજપ ગુજરાતમાં વિકાસ રથ કાઢી રહ્યું છે, જેની કેટલાકને પેટમાં ચૂક આવે છે. જ્ઞાાતિ-જાતિના નામે ઝઘડા કરાવવાનું કામ કોંગ્રેસ કરી રહી છે. જનતા તમને જાણી ચૂકી છે.
રામમંદિરનો મુદ્દો છેડતા વાઘાણીએ ઉમેર્યું કે, ભારત દેશ સંતો-મહંતોની ભૂમિ છે. અહીં ભગવાને પણ જન્મ લીધો છે. મંદિર વહીં બનાયેંગે જહાં રામલલ્લા બેઠા હૈં. રામમંદિર આસ્થાનું પ્રતીક છે. રામમંદિર કાયદાની મર્યાદામાં બનશે. ધર્મના નામે લડાવનારાઓને આ વાત પચતી નથી. આજે જગત જમાદાર અમેરિકાના ઓબામા પણ કહે છે સબ કા સાથ, સબ કા વિકાસ, ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું હતું કે, અબ કી બાર, ટ્રમ્પ સરકાર. પહેલા તેઓ બોલતા હતા. આપણે અનુસરતા હતા. આજે આપણે બોલીએ છીએ અને તેઓ સાંભળે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.