Home દુનિયા - WORLD ઇટલીની સરકારે લગાવ્યો સરકારી બિલ્ડીંગોમાં AC માટેનો નવો નિયમ લાગૂ કર્યો

ઇટલીની સરકારે લગાવ્યો સરકારી બિલ્ડીંગોમાં AC માટેનો નવો નિયમ લાગૂ કર્યો

52
0

(જી.એન.એસ),તા.૨૨
ઇટાલી


કોઈ દિવસે એવું સાંભળ્યું હશે કે કોઈ દેસ કે તે દેશની સરકાર એક સામાન્ય એરકંડીશનને લઈને કોઈ નિયમો લાગુ કર્યો હોય, ખરેખર તો હાલ આવું ઇટાલી સરકારે એવો નિર્ણય લીધો છે કે સાલું વિશ્વાસ જ કેમનો થાય. હાલમાં ભારતમાં આગ ઓકતી ગરમી પડી રહી છે. ત્યારે ઠંડકનો અનુભવ માણવા માટે અત્યારે ઠેર-ઠેર સરકારી ઓફિસ, ખાનગી ઓફિસો તેમજ ધરોમાં એસીનો ઉપયોગ કરવામાં આવે છે. જેના લીધે આખી બિલ્ડીંગનો લુક પણ બગડી જતો હોય છે. ત્યારે ઇટલીની સરકારે અનોખી પહેલ શરૂ કરી છે. ઇટલીનો દુનિયાના સૌથી સુંદર દેશોમાં સમાવેશ થાય છે. અહીંની સુંદરતા બધાનું મન મોહી લે છે. અહીંની સરકારે દેશમાં વિજળીનો ઓછો ઉપયોગ કરવા માટે પહેલ શરૂ કરી છે. ઇટલીમાં સીમિત એર કંડીશનિંગ પહેલ હેઠળ સરકર ભવનોમાં ગરમીની સિઝન દરમિયાન 25 ડિગ્રી સેલ્સિયસથી નીચે એસી ચલાવી શકાશે નહી. તેની જાણકારી ઇટલીના રક્ષા ઉપ સચિવ જિયોર્જિયો મુલેએ આપી છે. એવા દેશ જ્યાં ગરમીનું તાપમાન મોટેભાગે 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર હોય છે, ત્યાં એર કંડીશનર બિલ્ડીંગો માટે સીમા પરેશાની ઉભી કરે છે. જોકે, ઇટલીમાં એવું નથી. ત્યાં મોટોભાગે વાતાવરણ ખુશનુમા રહે છે. ઇટલી સરકારની આ યોજનાનું ના ‘ઓપરેશન થર્મોસ્ટેટ’ છે. સરકારની આ ઉર્જા રાશનિંગ પહેલ 1 મેથી લાગૂ થશે અને 31 માર્ચ 2023 સુધી ચાલશે. આ પહેલ જ્યારે હવામાન ઠંડું હોય ત્યારે 19 સેલ્સિયસથી ઉપરની ઇમારતોને ગરમ કરવા પર પણ પ્રતિબંધ મૂકશે. નવા નિયમથી પ્રભાવિત ભવનોમાં સ્કૂલ, સરકારી ઓફિસ અને પોસ્ટ ઓફિસનો પણ સમાવેશ થાય છે. જોકે, હજુ એ સ્પષ્ટ નથી કે નવા નિયમ કેવી રીતે લાગૂ કરવામાં આવશે. જોકે સરકાર પાસે ખાનગી કંપનીઓ અને વ્યક્તિઓ પર નિયમ લાગૂ કરવાની કોઇ શક્તિ નથી. સરકારે કહ્યું કે તેને આશા છે કે તે તેનું પાલન કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર લોક પ્રશાસન મંત્રી રેનાટો બ્રુનેટાએ કહ્યું કે આ યોજનાથી પ્રતિ વર્ષ ઓછામાં ઓછા 2 બિલિયન ક્યૂબિક મીટર ગેસની બચત થશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદુનિયાનો સૌથી મોંઘો શેર કે, જેની કિમતથી અમુક વીઘાના ખેતરો માલિક બની શકાય
Next articleરશિયન સેનાએ યૂક્રેનના મારિયુપોલ પર કબજો કર્યો, વ્લાદિમીર પુતિને સૈનિકોને શુભેચ્છા પાઠવી