Home મનોરંજન - Entertainment આ એક્ટ્રેસ કેન્સર પછી આ ગંભીર બીમારીનો ભોગ બની..

આ એક્ટ્રેસ કેન્સર પછી આ ગંભીર બીમારીનો ભોગ બની..

10
0

(GNS),06

મનોરંજન જગતની જાણીતી એક્ટ્રેસ છવિ મિત્તલ હંમેશા કોઇને કોઇ રીત ચર્ચામાં રહેતી હોય છે. છેલ્લા ઘણાં દિવસોથી ગંભીર બીમારીઓને લઇને ચર્ચામાં રહેતી હોય છે. એક્ટ્રેસ થોડા સમય પહેલાં કેન્સર જેવી જીવલેણ બીમારીને માત આપી ચુકી હતી. એને સોશિયલ મિડીયામાં એની જૂની વાત શેર કરી હતી, પરંતુ હાલમાં એક્ટ્રેસ એક ગંભીર બીમારીની ઝપેટમાં આવી ગઇ છે. કેન્સરમાંથી છૂટકારો મેળવ્યા પછી છવિ મિત્તલ હવે કોસ્ટોકોન્ડ્રીટીસ નામની બીમારીથી પીડાઇ રહી છે. આ વિશેની જાણ છવિ મિત્તલે કરી છે. સોશિયલ મિડીયામાં એક પોસ્ટ શેર કરીને આ વિશે ખુલીને વાત કરી છે. છવિએ એક પોસ્ટ શેર કરતા લખ્યુ છે કે, આ બીમારીને કારણે મને ઉઠવા-બેસવામાં જ નહીં, પરંતુ હસવામાં અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. આમ વાત કરવામાં આવે તો અનેક બીમારીઓ એવી હોય છે જેનાથી વ્યક્તિ કંટાળી જાય છે અને બીજી અનેક ઘણી તકલીફો પડે છે.

એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે જેમાં જીમમાં મિરર સેલ્ફી લેતા જોવા મળી રહી છે. ફોટો શેર કરતા છવિએ એની નવી બીમારી વિશે લોકોને વાત શેર કરી છે. છવિએ એની પોસ્ટમાં લખ્યુ છે કે..’નવી બીમારીને હું માર્કેટમાં લાવી છું, જેને કોસ્ટોકોન્ડ્રીટીસ કહેવાય છે. ફેન્સી છે ને? (જેમાં છાતીમાં ઇજા થાય છે) આનું સંભવિત કારણ રેડિએશન (કેન્સર ટ્રિટમેન્ટ) હોઇ શકે છે. આ ઓસ્ટિયોપોનિયા માટે મારવામાં આવેલા ઇન્જેક્શનને કારણે સાઇડ ઇફેકેટ્સ તેમજ સતત ખાંસી થઇ શકે છે. ( જે મને થોડા દિવસ પહેલા થઇ હતી). જો કે કોસ્ટોકોન્ડ્રીટીસ એક એવી સ્થિતિ છે જેનાથી ચેસ્ટમાં રહેલા કાર્ટિલેઝમાં ઇજા થાય છે જેને કારણે પાંસળીઓમાં સોજા આવે છે. એક્ટ્રેસે જેવી રીતે ફેન્સને નવી જાણકારી આપી એવી રીતે એ તરત જ સપોર્ટમાં આવી ગયા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનશાનો શિકાર બનેલા આ સેલેબ્સે ખુલ્લેઆમ સ્વીકાર્યુ કે..”આનાથી ખરાબ પરિણામ જ આવ્યા”
Next articleભારતની પહેલી એવી ફિલ્મ જેના માટે 5 લાખ ખેડૂતોએ આપ્યા પૈસા, 2 નેશનલ એવોર્ડ મળ્યા