Home દેશ - NATIONAL આ અઠવાડિયે 7 કંપનીનું શેરબજારમાં લિસ્ટિંગ

આ અઠવાડિયે 7 કંપનીનું શેરબજારમાં લિસ્ટિંગ

25
0

(જી.એન.એસ),તા.૦૩

મુંબઈ,

આ સપ્તાહે 7 કંપનીના IPO નું શેરબજારમાં લિસ્ટિંગ થશે. આ કંપનીના IPO ને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. મુક્કા પ્રોટીન્સ અને M.V.K. એગ્રો ફૂડનો IPO 4 માર્ચે બંધ થશે. આ ઉપરાંત 8 નવા IPO પણ લોન્ચ થશે.

પ્લેટિનમ ઈન્ડસ્ટ્રીઝ GMP – 49.71 ટકા :  IPOના શેર 5 માર્ચે BSE અને NSE પર લિસ્ટ થશે. જે રોકાણકારોને શેર ફાળવવામાં આવ્યા ન હતા તેઓને 4 માર્ચથી રિફંડ મળવાનું શરૂ થશે. 4 માર્ચે જ રોકાણકારોના ડીમેટ ખાતામાં શેર જમા કરવામાં આવશે.

એક્ઝિકોમ ટેલિ-સિસ્ટમ્સ GMP – 109.15 ટકા :  આ કંપનીના IPO નું પણ 5 માર્ચે BSE અને NSE પર લિસ્ટિંગ થશે. જે રોકાણકારોને શેર ફાળવવામાં આવ્યા ન હતા તેઓને 4 માર્ચથી રિફંડ મળવાનું શરૂ થશે. શેર 4 માર્ચે જ ડીમેટ ખાતામાં જમા થશે.

ભારત હાઇવે ઇન્વિટ GMP – 2 ટકા :  આ મેઈનબોર્ડ IPOના શેર 6 માર્ચે BSE અને NSE પર લિસ્ટ થશે. શેરની ફાળવણી 4 માર્ચે થશે. રિફંડ 5 માર્ચથી આવવાનું શરૂ થશે અને તે જ દિવસે શેર ડીમેટ ખાતામાં જમા થશે.

મુક્કા પ્રોટીન્સ GMP – 103.57 ટકા:   આ મેઈનબોર્ડ IPOના શેર 7 માર્ચે BSE અને NSE સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે. 5 માર્ચે શેરની ફાળવણીને આખરી ઓપ આપવામાં આવશે. રિફંડ 6 માર્ચથી શરૂ થશે અને તે જ દિવસે શેર ડીમેટ ખાતામાં જમા થશે.

ઓવેસ મેટલ અને મિનરલ પ્રોસેસિંગ GMP – 164.37 ટકા :  આ SME IPO ના શેર NSE SME પર 4 માર્ચના રોજ લિસ્ટ થશે.

પર્વ ફ્લેક્સીપેક GMP- 176.06 ટકા : આ SME IPO ના શેર NSE SME પર 5 માર્ચે લિસ્ટ થશે. 4 માર્ચથી રિફંડ મળવાનું શરૂ થશે અને તે જ દિવસે શેર ડીમેટ ખાતામાં જમા થશે.

એમ.વી.કે. એગ્રો ફૂડ GMP – 4.17 ટકા : આ SME IPO ના શેર NSE SME પર 7 માર્ચે લિસ્ટ થશે. 5 માર્ચે શેરની ફાળવણીને આખરી ઓપ આપવામાં આવશે. રિફંડ 6 માર્ચથી આવવાનું શરૂ થશે અને તે જ દિવસે શેર ડીમેટ ખાતામાં જમા થશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article‘સુપર બ્રેઈન’ તૈયાર કરી રહ્યું છે ચીન, જે લાખો પશ્ચિમી વૈજ્ઞાનિકો પર નજર રાખી શકશે
Next articleગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી ગ્રુપે તાજેતરના સમયમાં ઝડપથી તેનું દેવું ઘટાડ્યું