Home ગુજરાત આસિત વોરાનું અન-ઓફિશ્યલ રાજીનામું…!?, આ વહીવટ મને નહીં ફાવે….સોરી..?

આસિત વોરાનું અન-ઓફિશ્યલ રાજીનામું…!?, આ વહીવટ મને નહીં ફાવે….સોરી..?

1012
0
ગોણસેવા પસંદગી મંડળના ચેરમેને પોતાને વહીવટથી દૂર રાખવાની વિનંતી કરી હોવાની ચર્ચા
કહેવાય છે કે પેપર લીકમાં નામ ઉછળ્યા બાદ વોરાએ સંગઠનમાં કોઇને કહ્યું- આ વહીવટમાંથી મને દૂર જ રાખો, નહીં ફાવે…
વાઘાણીના PS દિનેશ વ્યાસે શુ કહ્યું પેપર લીક અંગે….?
આસિતભાઇ, સીએમ રૂપાણીજી પણ ચેરમેન બનીને વહીવટ શિખ્યા અને સીએમ બન્યા….
વહીવટ નહીં શિખો તો ધારાસભ્ય કે મંત્રી કઇ રીતે બનશો….? વહીવટ તો આવડના ચાહિયે….

(જી.એન.એસ., કાર્તિક જાની) તા.8
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ. ગુજરાત સરકારની એક એવી એજન્સી જે સરકારી ભરતીની પ્રક્રિયા હાથ ધરે છે અને લાયક ઉમેદવારો પસંદ કરીને સરકારને આપે છે. અગાઉ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તમામ સરકારી ભરતીની પ્રક્રિયા હાથ ધરાતકી હતી. ત્યારબાદ ઓછી કેટેગરીના કર્મચારીઓની ભરતી માટે ગૌણ સેવા મંડળની રચનના કરવામાં આવી ત્યારથી તેના પર અનેક પ્રકારના આરોપો લાગતા આવ્યાં છે.
તાજેતરમાં જ બિનસચિવાલય કારકૂન ભરતી પરીક્ષામાં પેપર ફૂટી જતા અને મંડળના ચેરમમેન તથા અમદાવાદના પૂર્વ મેયર કે જેઓ મુકેશના કંઠમાં દર્દભર્યા ગીતો પણ ગાઇ શકે છે એવા આસિત વોરાનું નામ પણ ઉછળ્યું ત્યારે બની શકે કે તેમણે મુકેશનું કોઇ દર્દભર્યુ ગીત ગુનગુનાયા હોગા…મુજકો ઇસ રાત કી તન્હાઇયો મેં આવાજ ન દો….આવાજ ન દો…અથવા દિલને ફિર યાદ કિયાનું ગીત—હમ વો પરવાને હો જો શમા કા દમ ભરતે હૈ….ગીત ગાયું હશે.
હશે. કલાકાર છે એટલે સંવેદના તો હોય જ. તેમની સંવેદના વળી સીએમ રૂપાણી સરકાર જેવી નથી કે બાળકોના મોત અંગેનો પૂરો સવાલ પણ ન સાંભળે અને મોઢુ બગૈાડીને ચાલતી પકડે…! વોરા કોઇ દાઉદી વોરા નથી. અટક વોરા છે બાકી તો આશિક અને આસિત….
પેપર લીક કેસમાં વોરાનું નામ ઉછળ્યું તો ચોક્કસ ઉમેદવારો સસુધી પરીક્ષા પહેલા પેપર પહોંચી જાય તેવા સમગ્ર આયોજનનો રેલો કમલમ્ સુધી પણ પહોંચ્યો હોવાના આરોપો થયા અને પ્રદેશ પ્રમુખ જિતુભાઇ વાઘાણીના પીએ દિનેશ વ્યાસનું નામ પણ ઉછળ્યું કે ઉછાળવામાં આવ્યું ત્યારે જીએનએસ દ્વારા તેમનો ટેલિફોનિક સંપર્ક કરીને સમાચારમાં તેમને ખુલાસો કરવાની તક આપવામાં આવી હતી.
દિનેશ વ્યાસે પોતાના બચાવમાં એમ કહ્યું કે “પેપર લીક કાંડમાં તેમનુ નામ ખોટી રીતે ઉછાળવામાં આવી રહ્યું છે. તેઓ આ મામલામાં ક્યાંય સામેલ નથી. તેમણે કોઇની ભલામણ કરી નથી કે કોઇને પેપરો એક યા બીજી રીતે મોકલ્યા નથી. તેમને બદનામ કરવાનું કાવતરૂ છે.” તો પછી કમલમ સુધી રેલો કોણે પહોંચાડ્યો…? તે પણ એક સવાલ છે. પોલીસ તપાસમાં જે નામો ખુલ્યા અને જેઓ પકડાયા તેમાં તેઓ ભાજપવાળા પણ નિકળ્યા અને કોંગ્રેસવાળા પણ નિકળ્યા. હજુ તપાસ ચાલે છે એટલે વધુ નામો ખુલી શકે. અને તેમાં વોરા નહીં હોય એમ માની લેવાને કોઇ કારણ નથી. કેમ કે છેવટની જવાબદારી અને દોષ તો સરકારના વડા કે મંડળના ચેરમેનને જ મળે તે સ્વાભાવિક છે. રૂપાણી સરકારનો કોઇ અધિકારી લાંચ લેતાં પકડાય તો બદનામ તો સરકાર જ થાય. તેમ ભાજપમાંથી મુખ્ય નહીં પણ ગૌણ સેવા કરવા ગૌણ સેવા મંડળના ચેરમેન તરીકે નિમાયા બાદ અને ઉપરાઉપરી પેપર લીક અને પરીક્ષા રદ થવાના મામલે વોરા ઉપર આરોપોનો મારો ચાલ્યા બાદ એક એવી માહિતી બહાર આવી છે કે નમ્ર અને મૃદુભાષી સ્વભાવના વોરાએ ભાજપના કર્તાહર્તાઓને બે હાથ જોડીને એમ કહ્યું હોવાનું ચર્ચાય છે કે આ વહીવટ મને નહીં ફાવે….સોરી…..?
વોરાને એમ લાગ્યું હશે કે માલ કોઇ ખાય અને માર મારે ખાવાની….? પેપરો કોઇ બીજા ભાજપવાળા કે કોંગ્રેસવાળા ફોડે અને ગાળો મારે સાંભળવાની…..? યે હમસે ન હોગા સાહેબ….! કદાજ એમ જ કહ્યું હશે અથવા કહેવાની તૈયારીમાં હશે. કેમ કે વાત તો એવી પણ મળીી છે કે તેઓ ભાજપ અને સરકારમાં એવી કોઇ રજૂઆત કરવાના છે કે મને આ વહીવટથી દૂર રાખો અથવા મને મારા શોખના ગીતો ગાવા માટે મુક્ત કરો…?
વોરા પણ બિચ્ચારા શું કરે….? તેઓ દરવાજે ચોકીપહેરો ભરે અને વગદારો પાછળથી પ્રવેશીને પેપર લીક કરે….? ક્યાં ક્યાં ધ્યાન રાખે…? ખોટુ કરનારાઓને ખબર છે કે છેવટે તો દોષનો ટોપલો વોરાના માથે જ આવશે અને નાંખો એમના માથે……કારણ કે તેઓ ચેરમેન છે. કદાજ એટલે જ વોરાએ સંભવતઃ નેતાઓને કહ્યું હશે- તેરે મંડલ મેં દિલ લગતા નહીં વાપસ બુલા લે….મૈં તો ચલા જીધર ચલે રસ્તા…..પણ વોરાજી આમ મેદાન છોડીને જતા રહો..એ ના ચાલે. બિનસચિવાલય અને અન્ય જે જે પરીક્ષાઓમાં ગરબડો થઇ છે તેના તપાસ રિપોર્ટ તો જાહેર કરતાં જાઓ….ચેરમેન તરીકે વહીવટ નહીં શિખશો તો ધારાસભ્ય કે મંત્રી કઇ રીતે બનશો…? ચેરમેન જેવું પદ એપ્રેન્ટીસ પદ જેવું હોય છે, વહીવટ શિખવાનો. કેટલાય ચેરમેનો વહીવટ શિખીને ધારાસભ્ય અને મંત્રી તથા મુખ્યમંત્રી બની ગયા. તેનો જીવતો જાગતો દાખલો ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીજી છે…..! વહીવટ શિખશો તો કામ આવશે, બાકી તમે મેયર હતા ત્યારે તમારા હાથમાં ક્યા વહીવટ હતો….? એ તો તમે જાણો જ છો કે અમ્યુકોના કામો ભાજપની મંગળવારી નક્કી થાય છે. સ્ટેન્ડીંગમાં તો સૌએ બેઠા બેઠા આંગળી જ ઉંચી કરવાની હોય છે….!
વોરાજી, બરાબર છે ને…. એટલે વહીવટથી દૂર ન ભાગો….વહીવટ શિખો…..બધા વહીવટ કરી રહ્યાં છે….! બાય ધ વે, તમને મુકેશનું કયુ ગીત સૌથી વધારે ગમે છે, વારુ….?! જાને કહા ગયે વો દિન…..એ ગીત હમણાં ન ગાતા. તમને મંડળમાંથી બાય..બાય કહેવામાં આવે ત્યારે રાજકપૂરની અદામાં બે હાથ લાંબા કરીને ગાજો…..!

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવાઘાણીના પ્રિતીપાત્ર પક્ષપલ્ટુ ધવલસિંહના કાળા કારનામાનો મામલો પહોંચ્યો ACBના દફતરે…!
Next articleઘાયલ પક્ષીઓને બચાવવા કરુણા અભિયાન હેઠળ ઝુંબેશ ચલાવવાનો સરકારશ્રીએ લીધો નિર્ણય