(જી.એન.એસ),તા.૦૨
મુંબઈ
બોલીવૂડના ‘બાદશાહ’ ગણાતા શાહરુખના પુત્ર આર્યન ખાન માટે છેલ્લા ૯ મહિના ખૂબ જ આકરા રહ્યા છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા ક્રુઝ પર પાડવામાં આવેલી રેડ દરમિયાન આર્યન ખાનની ડ્રગ્સ સંબંધિત કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડની સાથે જ, આર્યનનો પાસપોર્ટ પણ જપ્ત કરવામાં આવ્યો. ૨૫ દિવસના જેલવાસ પછી આર્યનને ૨૮ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ જામીન મળ્યા હતા. સુપરસ્ટારનો પુત્ર હોવાથી આ મામલો ઝડપથી લાઈમલાઈટમાં આવ્યો હતો. ડ્રગ્સના ઉપયોગ વિશે આર્યનના સ્ટેટમેન્ટ્સ નોંધીને એનસીબીએ કડક કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ આર્યન સામે ડ્રગ્સ લેવા કે ડ્રગ્સ રાખવા અંગેના પૂરતા પૂરાવા ન હોવાના કારણે એનસીબીએ ફાઈલ કરેલી ૬૦૦૦ પેજની ચાર્જશીટમાં આર્યનનું નામ ઉમેરવામાં આવ્યું ન હતું અને તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. ગત વર્ષે એનસીબી દ્વારા તપાસના સંદર્ભમાં જપ્ત કરવામાં આવેલ પાસપોર્ટ પાછો મેળવવા માટે આર્યન ખાને તેના વકીલના સહયોગથી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબસ્ટાન્સીસ કોર્ટમાં અપીલ કરી છે કે, તેની સામે કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન જપ્ત કરવામાં આવેલ પાસપોર્ટ તેને પાછો આપવામાં આવે. આર્યનની અરજી પર દ્ગડ્ઢઁજી એ એનસીબીને નિર્દેશ આપ્યો કે, આ અરજી અંગે ૧૩ જુલાઈએ જવાબ તૈયાર કરી, સુનવણી કરવામાં આવે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.