Home ગુજરાત આર્મી નેવી કે એરફોર્સમાં પાંચ વર્ષ નોકરી કરી હોય તો માજી સૈનિકનો...

આર્મી નેવી કે એરફોર્સમાં પાંચ વર્ષ નોકરી કરી હોય તો માજી સૈનિકનો દરજ્જો આપવો:- ગુજરાત હાઈકોર્ટ

83
0

કેન્દ્ર સરકારનો પરિપત્ર રદ્દ કરી માજી સૈનિકો માટે ઐતિહાસિક ચુકાદો

(જી.એન.એસ)

અમદાવાદ,

     ગુજરાત હાઈકોર્ટે માજી સૈનિક હરેશકુમાર વિઠલાણીની તરફેણમાં ચુકાદો આપી માજી સૈનિકનો દરજ્જો મેળવવા માટે સંઘર્ષ કરતા કેટલાય લોકોને રાહત આપી છે. કેસની વિગત એવી છે કે અરજદાર હરેશકુમાર વિઠલાણીએ આર્મીમાં આઠ વર્ષથી વધુ સમય માટે નોકરી કરી હતી ત્યારબાદ તેમણે અંગત કારણોસર ઈ.સ. ૧૯૯૫માં સ્વેચ્છાએ રાજીનામુ આપ્યું હતું. આ બાબતના તમામ દસ્તાવેજો અને પુરાવા તેમણે લગતા વળગતા વિભાગોમાં જમા કરાવ્યા હતા પરંતુ તેમણે માજી સૈનિકનો દરજ્જો આપવામાં ના પડતા કેન્દ્રીય સૈનિક બોર્ડ દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે કેન્દ્ર સરકારના તા ૪/૧૦/૨૦૧૨ના પરિપત્ર મુજબ તા ૧/૭/૧૯૮૭ પછી જે સૈનિકોએ કોઈ પણ જાતના પેન્શન વગર ૧૫ વર્ષ પહેલા સ્વેચ્છાએ રાજીનામુ આપ્યું હોય તેમણે માજી સૈનિક તરીકેનું ઑળખ પત્ર આપવું નહિ. જેથી તેઓ માજી સૈનિકનું ઑળખ પત્ર મેળવવા પાત્ર નથી.

     કેન્દ્ર સરકારના આ પરિપત્રને અન્યાયપૂર્ણ માનતા હરેશભાઇ વિઠલાણી કે જેઓ હવે એડવોકેટ અને નોટરી પણ છે તેમણે ગુજરાત હાઈકોર્ટમાં વર્ષ ૨૦૧૬માં રિટ દાખલ કરી હતી. તમામ દસ્તાવેજો જોડીને  રજૂઆતો કરતા ગુજરાત હાઇકોર્ટે કેન્દ્ર સરકારનો ૪/૧૦/૨૦૧૨ નો પરિપત્ર રદ્દ ઠેરવી અરજદારના પક્ષમાં ચુકાદો આપ્યો છે. આ સાથે લગતા વળગતા વિભાગોને આદેશ કર્યો છે કે આર્મી, નેવી કે એરફોર્સમાં ઓછામાં ઓછી પાંચ વર્ષ નોકરી કરી હોય તેમજ તા ૧/૭/૧૯૮૭ પછી સ્વેચ્છાએ રાજીનામુ આપ્યું હોય તો પણ તેઓને માજી સૈનિકનો દરજ્જો આપવો.

     ગુજરાત હાઈકોર્ટનો આ ચુકાદો કેન્દ્ર સરકારના પરિપત્રને કારણે અન્યાય અનુભવી રહેલા કેટલાય માજી સૈનિકો અને તેમના પરિવારો માટે એક ઐતિહાસિક નિર્ણય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પહેલ પર સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2023 ની વૈશ્વિક સ્તરે “આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ” તરીકે ઉજવણી
Next articleપ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળના હુગલીના આરામબાગમાં 7,200 કરોડ રૂપિયાની કિંમતની અનેક વિકાસ પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી અને શિલાન્યાસ કર્યો