(જી.એન.એસ), તા.૬
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા આજે તેની મોનેટરી પોલિસીની જાહેરાત કરી છે. જેમાં રેપો રેટ અને રિવર્સ રેપો સહિત ચાવીરૂપ વ્યાજ દરોમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. રિઝર્વ બેન્કના આ નિર્ણયથી. હોમ લોનના વ્યાજ દરોમાં ઘટાડાની આશા ઠગારી નીવડી છે. રિઝર્વ બેન્કે રેપો રેટ 6.25 ટકા અને સીઆરઆર 4 ટકા પર યથાવત રાખ્યો છે.
જથ્થાબંધ મોંઘવારી દર 39 મહિનાની ઊંચાઇએ છે. રિટેલ ઇન્ફ્લેશન 3.65 ટકા છે. ગરમીમાં મોંઘવારી વધી શકે છે. નિષ્ણાંતોના મતે માર્ચમાં રિટેલ ઇન્ફ્લેશન આરબીઆઇના ટાર્ગેટથી વધુ હશે ત્યારે આજની પોલિસીમાં રેટ કરવાનું મુશ્કેલ બન્યું હતું.
રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલે આઠમી ફેબ્રુઆરીએ ગત મૌદ્રિક નીતિ સમીક્ષામાં નીતિગત દરને 6.25 ટકાએ યથાવત રાખ્યો હતો. નિષ્ણાતોનું માનવું છે કે અમેરિકામાં વ્યાજદરમાં વૃદ્ધિ એ વાતના સંકેત છે કે રિઝર્વ બેંકનો માપદંડ આધારીત નીતિગત દર ઘટી રહ્યો નથી. પરંતુ ભવિષ્યમાં તેમાં વધારાની શક્યતા છે. આ સ્થિતિ ઘરઆંગણાના અને બહારના કારણો પર નિર્ભર રહેશે.
કોટક મહિન્દ્રા બેંકના ઉપાધ્યક્ષ ઉદય કોટકે કહ્યું છે કે તેમને લાગે છે કે રિઝર્વ બેંક આગામી મૌદ્રિક નીતિ સમીક્ષામાં મુખ્ય નીતિગત દરને યથાવત રાખશે. તેમણે આગળ જણાવ્યુ છે કે 0.25 ટકાનો ઘટાડો અથવા વધારો ઉભરતી પરિસ્થિતિ પર નિર્ભરતા ધરાવે છે.
ખાનગી ક્ષેત્રની અન્ય બેંકોના પ્રમુખો પ્રમાણે રિઝર્વ બેંક છ એપ્રિલે નીતિગત દરમાં કોઈ ફેરફાર નહીં કરે. જથ્થાબંધ મોંઘવારી ફેબ્રુઆરી માસમાં 39 માસના ઉચ્ચસ્તરે 6.55 ટકા રહી હતી. જ્યારે છૂટક વસ્તુઓના મોંઘવારી દર વધીને 3.65 ટકાએ પહોંચ્યો હતો. ખાદ્ય અને ઈંધણના ભાવમાં વધારાને કારણે ફૂગાવાના દરમાં વધારો થયો છે.
રેટિંગ એજન્સી ઈક્રાના પ્રબંધ નિર્દેશક નરેશ ટક્કરે કહ્યું છે કે જો કે છૂટક વસ્તુઓમાં ફૂગાવાનો દર માર્ચ-2017ના લક્ષ્યથી ઓછો રહેવાની શક્યતા છે. પરંતુ એપ્રિલ-2017માં આગામી મૌદ્રિક નીતિ સમીક્ષામાં રેપો રેટમાં ઘટાડાની આશા રાખવામાં આવી નથી. મૌદ્રિક નીતિ સમિતિનો ભાર ચાર ટકાના મધ્યમગાળાના લક્ષ્ય પર છે.
સિંગાપુરની બેંક ડીબીએસના એક વિશ્લેષકે કહ્યું છે કે રિઝર્વ બેંક આશ્ચર્યજનક રીતે તટસ્થ વલણ સાથે આગળ વધી છે. એપ્રિલ માસમાં મૌદ્રિક નીતિ સમીક્ષામાં નીતિગત દરમાં કોઈ ફેરફાર થશે નહીં. મૌદ્રિક નીતિ સમિતિની ભલામણોના આધારે આ ચોથી મૌદ્રિક નીતિની સમીક્ષા થશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.