Home રમત-ગમત Sports આફ્રિકન ખેલાડી હેનરિક ક્લાસનેએ અચાનક ટેસ્ટમાંથી નિવૃત્તિ જાહેર કરી

આફ્રિકન ખેલાડી હેનરિક ક્લાસનેએ અચાનક ટેસ્ટમાંથી નિવૃત્તિ જાહેર કરી

50
0

(જી.એન.એસ),તા.૦૮

દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર-બેટ્સમેન હેનરિક ક્લાસને નિવૃત્તિ લઈ લીધી છે. તેમણે સોમવારે આ જાહેરાત કરી હતી. પોતાની નિવૃત્તિની જાહેરાત કરતી વખતે, ક્લાસને કહ્યું કે તે ખૂબ જ દુઃખી છે કે તે તેના મનપસંદ ફોર્મેટને છોડી રહ્યો છે. પોતાની નિવૃત્તિની જાહેરાત કરતા ક્લાસને કહ્યું, ‘થોડી રાત સુધી ઊંઘ ન આવ્યા બાદ હું આ નિર્ણય લઈ રહ્યો છું. મેં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. આ એક મુશ્કેલ નિર્ણય છે, કારણ કે આ મારું મનપસંદ ફોર્મેટ હતું. 

હેનરિક ક્લાસને દક્ષિણ આફ્રિકા માટે માત્ર 4 ટેસ્ટ મેચ રમી હતી. તેણે 2018માં ભારત સામે ડેબ્યૂ કર્યું હતું. પરંતુ પછીના પાંચ વર્ષમાં તેને માત્ર 4 મેચ રમવાની તક મળી. હેનરિક ક્લાસેન સફેદ બોલની ક્રિકેટમાં તોફાની બેટિંગ માટે જાણીતો છે પરંતુ ટેસ્ટમાં તેનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. તે 4 ટેસ્ટમાં માત્ર 104 રન બનાવી શક્યો હતો. તેના બેટમાંથી એક પણ અડધી સદી કે સદી નથી આવી. જો કે, હેનરિક ક્લાસેનની ફર્સ્ટ ક્લાસ કારકિર્દી અદ્ભુત રહી છે. ક્લાસેને આ ફોર્મેટમાં 5347 રન બનાવ્યા છે, જેમાં તેણે 12 સદી પણ ફટકારી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાકિસ્તાને ન્યુઝીલેન્ડ સામે T20 સિરીઝ પહેલા રિઝવાનની નવા વાઈસ કેપ્ટનની નિમણૂક કરી
Next articleસુપ્રીમ કોર્ટનાં ચુકાદાથી બિલકિસ બાનો કેસનાં તમામ 11 આરોપીઓ ફરી જેલ ભેગાં થશે