Home ગુજરાત આણંદમાં નવરાત્રિના પ્રથમ દિવસે આગલાગવાની દુર્ઘટના સામે આવી

આણંદમાં નવરાત્રિના પ્રથમ દિવસે આગલાગવાની દુર્ઘટના સામે આવી

12
0

(જી.એન.એસ)તા.4

આણંદ,

આણંદમાં નવરાત્રિના પ્રથમ દિવસે આગની દુર્ઘટના બનવા પામી. નવરાત્રિના પ્રથમ દિવસે જેવો માહોલ જોવા મળ્યો. આણંદમાં નવરાત્રિના પ્રથમ દિવસે આગની દુર્ઘટના બનવા પામી. નવરાત્રિના પ્રથમ દિવસે જેવો માહોલ જોવા મળ્યો. આણંદના વૃંદાવન ગ્રાઉન્ડમાં આગ લાગતા અફરાતરફીનો માહોલ સર્જાયો. વૃંદાવન ગ્રાઉન્ડના પ્રવેશ ગેટ પાસે ફોટોબુથમાં આગ લાગવાની દુર્ઘટનાના બનવા પામી હોવાનું સામે આવ્યું. નવરાત્રિમાં પ્રથમ નોરતે જ આગ દુર્ઘટનાના સમાચાર મળતા પોલીસ દોડતી થઈ. તાત્કાલિક ફાયરબ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પંહોચી ગઈ. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થયાનું સામે આવ્યું નથી. જો કે પોલીસે આગ લાગવાની દુર્ઘટનાનું સ્થળનું નિરીક્ષણ કરતા તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન કરવામાં આવ્યું. નવરાત્રિમાં વૃંદાવન ગ્રાઉન્ડમાં રમવા ગયેલા ખૈલેયાઓને નિરાશ થવું પડ્યું. ગ્રાઉન્ડમાં રાત્રે આગ લાગી ત્યારે અનેક ખૈલેયાઓ ગરબાનો આનંદ લઈ રહ્યા હતા. પરંતુ અચાનક આગ લાગી અને આ સમાચાર પ્રસરતા ખેલૈયાઓમાં ભાગદોડ મચી. નોંધનીય છે કે પોલીસ વિભાગ અને ફાયર વિભાગ વચ્ચે સંકલનના અભાવે નવરાત્રિ શરૂ થવાના ત્રણ દિવસ પહેલા ફાયર એનઓસી લેવી ફરજિયાત હોવાથી હવે ગરબા આયોજકોમાં હાલાકીનો માહોલ છે. સ્થળ નિરીક્ષણ બાદ ફાયર બ્રિગેડે એવી કોઈ માહિતી આપી નથી કે જેમાં 8 આયોજકોને એનઓસી આપવામાં આવી છે. પોલીસને 82 અરજીઓ મળી છે પરંતુ મંજૂરી આપવામાં આવી નથી. તો હવે જો તમે ફાયર વગર પણ ગરબા કરો છો અને તમે ત્યાં જશો તો તમારે જીવ જોખમમાં મૂકીને ગરબા કરવા પડશે. ફાયર એનઓસીને લઈને તંત્ર અને આયોજકો વચ્ચે ચાલતી માથાકૂટમાં ખૈલેયાઓની સેન્ડવીચ થઈ. આયોજકો અને તંત્ર વચ્ચેના તાલમેલના અભાવની ખૈલેયાઓએ ચૂકવવી પડી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજકોટમાં 1.95 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે વેપારીની ધરપકડ કરવામાં આવી
Next articleજામનગર જિલ્લાના લાલપુરમાં નવરાત્રિની પ્રથમ રાત્રે દિયરે ભાભીને મોતને ઘાટ ઉતારી