તા. ૧૮ , ૧૯ અમે ૨૦ જાન્યુઆરીના રોજ મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ યોજાશે. ૨૦૦૩ થી ગ્લોબલ સમિટ ની શરૂઆત થઇ છે. બીજા અને ત્રીજા સમિટ દરમિયાન સરકારે MOU ની રકમ અને રોજગારીની તકો અંગે બહુ મોટા આંકડાઓ જાહેર કર્યા હતા , અને સમાચાર પત્રોની હેડલાઈન થી ભાજપના નેતાઓ ઝૂમી ઉઠ્યા હતા. આ મોટા લાખો કરોડો ના આંકડા જ ભાજપ સરકારના ગળાનું હાડકું બની ગયા છે. હવે તો સરકાર ભૂલથી પણ MOU ની રકમ અને નવા રોકાણોથી મળનારી રોજગારી અંગે એક શબ્દ પણ ન બોલી જાય તેની કાળજી લે છે.
સ્મિત પહેલાં દરેક વિભાગોની અધિકારીઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. શ્રમ અને રોજગાર વિભાગ સંભાળતા અધિક મુખ્ય સચિવ ને પત્રકારોએ ગુજરાતમાં બેરોજગારી અંગે પ્રશ્ન પૂછ્યો તો તેમણે મો સંતાડવું પડ્યું. કેટલા ટકા MOU નિષ્ફળ રહ્યા કેટલા રોકાણકારો પ્રોજેક્ટ પડતો મૂકી જતાં રહ્યા જેવાં અનેક સવાલોના જવાબ આ જ વિભાગનો હવાલો સંભાળતા અધિકારી આપી શક્યા નહિ.
છેલ્લે મુખ્ય સચિવ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે એવું કહ્યું કે સમિટના કારણેજ ગુજરાતમાં ઉદ્યોગો આવે છે અને ઉદ્યોગોના કારણેજ લોકોને રોજગારી મળે છે. જયારે મુખ્ય સચિવનું ધ્યાન દોરવામાં આવ્યું કે ૧૯૯૫ સુધી સમગ્ર દેશમાં રોકાણ અને વિદેશી રોકાણમાં ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે નંબર વનની હરીફાઈ રહેતી હતી. ત્યારે સમિટ યોજાતા ન હતા. હવે સમિટ યોજાય છે તો ગુજરાત મૂડીરોકાણ માં નંબર ૫ – ૬ રહે છે. આવું કેમ ? તો મુખ્યસચિવ પણ તેનો જવાબ આપી શક્યા ન હતા. પત્રકાર પરિષદ બાદ ઓફ ધ રેકર્ડ વાતચીતમાં તેમણે કહ્યું કે પત્રકારોમાં કેટલીક ગેરસમજ છે. બાકી ગુજરાત નંબર વન જ છે.
ગુજરાતની પ્રજાની નાડ પારખી ચુકેલા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રંગારંગ કાર્યક્રમો , ઉત્સવો , રોશની વગેરેથી લોકોને ખુશ રાખે છે. ગ્લોબલ સમિટ પાછળ થતાં કરોડો રૂપિયાના ખર્ચા પછી મળતા વળતર અંગે ગુજરાતની પ્રજા ચિંતા કરતી નથી. તેમને તો ‘ મજા આવી ગઈ ’ એટલે પત્યું. આ માનસિકતા છે , ત્યાં સુધી ગુજરાતમાંથી બેરોજગારીનો પ્રશ્ન હાલ થવાનો નથી.
ગુજરાત કોંગ્રેસની સ્થિતિ એક સંધે ત્યાં તેર તૂટે જેવી
ગુજરાત કોંગ્રેસમાં રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ યુવાનોને તક આપવાની નીતિ અખત્યાર કરી અને પ્રદેશ પ્રમુખ તથા વિધાનસભા પક્ષના નેતા તરીકે યુવાનોની પસંદગી કરી છે. પરંતુ યુવા નેતાગીરી થી લાભના બદલે નુકસાન વધુ થઇ રહ્યું છે. સંગઠનમાં જથાબંધ નિમણુંકો કર્યા ફહી પણ લાયક કાર્યકરોને કોઈ પદ ન મળતા અસંતોષ યથાવત રહ્યો છે. સીનીયર અને હારેલા નેતાઓને બાજુ પર મૂકી દેવાતા તેમનો અસંતોષ વધ્યો છે.
રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીને ભાજપના નેતાઓનો સામનો કરવો કે ગુજરાત કોંગ્રેસના કાર્યકરોના પ્રશ્નો હલ કરવા તે જ સમજાતું નહી હોય. વારંવાર નેતાઓને દિલ્હી બોલાવીને ઠપકો આપી કોઈ ઉકેલ લાવવા ફેરબદલ ની વાતો વહેતી થાય છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કહે છેકે રાહુલજી નો ઠપકો પણ અમને આનંદ આપે છે. અને કંઇક નવું શીખવા મળે છે. ઠપકો ન મળે તેવું કશું કરવાના બદલે આનંદી કાગડા માફક મજા લેતા કોંગ્રેસના આ નેતાઓએ આમ ને આમ જસદણની બેઠક ગુમાવી છે.
હવે લોકસભા ચુંટણીમાં કોંગ્રેસને ૧૨ જેટલી બેઠકો મળી શકે તેમ છે. પરંતુ તેમની આવી બાલીશ હરકતોથી ૧૨ બેઠકો ના બદલે ૬ થી ૭ બેઠકો જ મેળવી શકે તેવું જોવા મળે છે.
કર્ણાટકની સત્તા ડગુંમગું ભાજપની ખરીદ શક્તિ સામે કોંગ્રેસ લાચાર
કોંગ્રેસ પાસે હવે ગણ્યાગાંઠ્યા રાજ્યોમાં સત્તા બચી છે. તે પૈકી ના મોટા રાજ્ય કર્ણાટકમાં પણ પાતળી બહુમતિના કારણે કોંગ્રેસ અત્યારે મુશ્કેલ સ્થિતિમાં મુકાઈ ગઈ છે. કોંગ્રેસ અને જેડી.એસની મોરચા સરકાર ના ૧૧૭ સભ્યો છે. બહુમતિ માટે ૧૧૩ સભ્યોની જરૂર છે. અત્યારે તેમના ત્રણ સભ્યો ગુમ છે. ભાજપ દ્વારા તેમના સભ્યો જતાં ન રહે તે માટે તમામને યુ.પી ના ગુડગાવના એક ફાર્મમાં ખસેડી લીધા છે.
કોંગ્રેસ માત્ર હાકલા પડકાર કરી શકે છે. એત્માના નેતાએ ટંકાર કર્યો કે અમારા ત્રણ ધારાસભ્યો જશે , તો અમે ભાજપના છ સભ્યો લઇ આવીશું. અત્યાર સુધીના અનુભવો કહે છે કે ભાજપની ખરીદ શક્તિને અન્ય કોઈ પક્ષ પહોચી શકે તેમ નથી. નોટબંધી આના માટે જ આવી હતી. તમામ પક્ષોને ખાલી કરી નાખવામાં આવ્યા છે. આગામી લોકસભાની ચુંટણી પહેલાં કર્ણાટક અને મધ્યપ્રદેશ માં સત્તા પરિવર્તન થાય તો નવાઈ નહિ હોય. મધ્યપ્રદેશમાં પણ ખુબજ પાતળી સરસાઈ થી કોંગ્રેસને સત્તા મળી છે. અને કોંગ્રેસના સભ્યોની સત્તા લાલસાથી ભાજપને સફળ થવામાં કોઈ મુશ્કેલી નડતી નથી.
સંઘના કેટલાક મિત્રો આવી તડજોડ વાડી સરકાર અંગે મો બગાડે છે. પરંતુ હવે આ સિધ્ધાંતો સંઘને પણ પસંદ નથી કારણકે સત્તાના મીઠા ફળ સંઘના નેતાઓને પણ સ્વાદિષ્ટ લાગ્યા છે. માટે ગમે તે ભોગે સત્તા મળવી જોઈએ.
ખબરદાર ! ગુજરાત ભાજપના નવા પ્રભારી ઓમ જી આવી ચુક્યા છે
ગુજરાત ભાજપના સંગઠનની સ્થિતિ ડામાડોળ છે. અત્યારસુધીમાં ક્યારેય ન હતી , એટલી જૂથબંધી ઉપરથી નીચે સુધી પ્રવર્તમાન છે. જો કોઈ પ્રભારીઓ આવ્યાં , તેમણે કમલમ માં બેસીને સંગઠનની ચર્ચા કરી છે. પ્રભારીઓ જીલ્લા તાલુકા કક્ષાના મહત્વના કાર્યકરોના નામ થી પણ પરિચિત નથી. હવે ચુંટણી નજીક છે. ત્યારે કડક હેડ માસ્તર ઓમ માથુરને ગુજરાતનો હવાલો સોપવામાં આવ્યો છે. આજથી તેઓ ગુજરાતનો ચાર્જ લેશે. ઓમ માથુર – ઓમજી ગુજરાત ભાજપના તમામ જીલ્લા તાલુકા કક્ષાના કાર્યકરોને ઓળખે છે. કોને ક્યારે શું ખોટું કર્યું હતું તેની જાણકારી ઓમજીને છે. પક્ષની શિસ્તની અવગણના કરનારને લાલ આંખ કરીને ડામી શકે છે , અને માટે જ ઓમ માથુરનું નામ ગુજરાતના પ્રભારી તરીકે જાહેર થતાં ગુજરાત ભાજપમાં આનંદ ની લાગણી પ્રસરી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.