Home ગુજરાત વાયબ્રન્ટ ગુજરાતઃ રોકાણનાં આંકડાઓ સાથે બેરોજગારીના આંકડા પણ વધ્યા….!!?

વાયબ્રન્ટ ગુજરાતઃ રોકાણનાં આંકડાઓ સાથે બેરોજગારીના આંકડા પણ વધ્યા….!!?

606
0

(જી.એન.એસ.હર્ષદ કામદાર) ગાંધીનગર, તા.16
ગુજરાતમાં ફરી એકવાર વાયબ્રન્ટ સમિટ યોજાનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું ઉદ્ધાટન કરશે. ગુજરાતમાં ૨૦૦૩ થી લઇને ૨૦૧૭ સુધીમાં આ રીતે આઠ સમિટ થઇ ગયેલ છે. ૨૦૧૭માં ૨૫૫૭૮ એમઓયુ થયા પરંતુ તેમાં કેટલા નાણાં લાગશે તેના આંકડા અને કેટલાને રોજગારી મળશે તે કોઈ જાણકારી આપવામાં ન આવી. અત્યાર સુધીના બધા આંકડા મે્ળવીએ તો લગભગ ૮૦ લાખ કરોડના રોકાણના એમઓયુ નોંધાયા તેમાં અત્યાર સુધીમાં રોજગારી કેટલાને મળી તેની જાણકારી કે આંકડા ગુજરાત સરકાર શા માટે છુપાવી રહી છે એ એક સવાલ પૂછવામાં આવી રહ્યો છે. જ્યારે ગુજરાતના મુખ્ય સચિવ જેએન સિંઘએ ૧૮ જાન્યુઆરીએ શરુ થવા જઇ રહેલી ૯મી સમિટની જાણકારી તાજેતરમાં પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવી ત્યારે ૨૦૦૩ થી લઇને અત્યાર સુધીમાં કેટલા યુવાનોને આ રોકાણમાં રોજગારી મળી એવા સવાલ પર તેઓ ચુપ થઇ ગયા સૂત્રો અનુસાર આખરે શા માટે ગુજરાત સરકાર રફાલ વિમાનની કિંમતની જેમ સમિટથી રોજગારી કેટલાને આપવામાં આવી તેના આંકડા છૂપાવી રહી છે…..?
૨૦૧૭ અને તેના પહેલા ૨૦૧૫માં જેટલા પણ એમઓયુ કરવામાં આવ્યા તેમાં સૌથી વધુ એમએસએમઇ એટલે કે સૌથી નાના,લઘુ અને મધ્યમ કક્ષાના ક્ષેત્ર માટે થયા. અને આ ક્ષેત્ર સૌથી વધુ રજોગારી આપે છે. ૨૦૧૭માં થયેલા ૨૫૫૭૮ એમઓયુમાં લગભગ ૧૮૫૩૩ કરાર એમએસએમઇ ક્ષેત્ર માટે થયા હતા. ૨૦૧૫માં થયેલ ૨૧૩૦૦ કરારમાંથી લગભગ ૧૭ હજાર નાના-લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે થયા. દરેક સમિટમાં આ ક્ષેત્ર અને રોજગારી કેટલાને મળશે તેની તપાસ કરવા માટે યુએનડીપી,કેપીએમજી જેવા નોલેજ પાર્ટરની સાથે કેટલીયે બેઠકો અને ચર્ચા વિચારણા કે મંથન કરવામાં આવ્યુ જાહેર છે કે આનાથી રોજગારી વધવી જોઈએ પરંતુ એવું થયું નહીં હોય અને એટલા માટે રોકાણોથી કેટલાને રોજગારી મળશે એ આંકડા જાહેર કરવામાં ન આવ્યા. દરેક સમિટમાં નાના લઘુ અને મધ્યમ ક્ષેત્રના એકમોમાં રોકાણના એમઓયુના આંકડા વધતા ગયા પરંતુ આરબીઆઈના ૨૦૧૬ના આંકડા બતાવે છે કે ગુજરાતમાં ૨૦૧૬માં ૪૨ હજારથી વધુ નાના લઘુ વગેરે એકમો બિમાર ચાલી રહ્યા છે. તેની પહેલા ૨૦૧૬માં ગુજરાતમાં માંદા ઉદ્યોગોની સંખ્યા ૨૦૪૫૨ હતી જે ૨૦૧૬માં ૪૨ હજાર થઇ ગઇ.
સૂત્રો અનુસાર જો વાયબ્રન્ટ સમિટમાં સૌથી નાના લઘુ વગેરે ક્ષેત્રમાં રોકાણોને માટે એમઓયુ વધ્યા તો આખરે એકમો માંદા કેમ રહ્યા…? જાહેર છે કે માંદા એકમોમાં રોજગારીની તકો ઓછી અથવા બંધ થઇ જાય છે. બીજુ કાંઈ…? સરકાર પાસે એમઓયુના આંકડા છે તેમાં કેટલા શરુ થયા,કેટલા મંજૂરી માટેની રાહમાં છે વગેરેની જાણકારી થઇ શકે છે તો તેમાં કેટલાઓને રોજગારી મળી તેના આંકડા શું મળી ના શકે….? આજના કોમ્પ્યૂટર યુગમાં બધી જાણકારી જલ્દીમાં જલ્દી મળી જાય છે ત્યારે રોજગારીના આંકડા ન આપવા એ વાતની સાબિતી છે કે એમઓયુના નામ બડે દર્શન ખોટેની જેમ સામાન્ય લોકોને ચકાચોંધ કરવા માટે એમઓયુના આંકડા મોટા મોટા બતાવ્યા પરંતુ જમીની હકીકતથી સરકાર શાહમૃગની જેમ મોઢુ છુપાવી રહી છે. સૂત્રોએ બતાવ્યુ છે કે જો બધા જ એમઓયુના આંકડા રોકાણ કરેલ નાણાં અને તેનાથી મળનારી રોજગારીના દાવાઓને સત્યા માનીએ તો ગુજરાતમાં આજે એક પણ યુવાન બેરોજગાર ન હોય….જ્યારે હીકકત એ છે કે લગભગ ૮ લાખ યુવાનો બેરોજગાર છે. વડાપ્રધાન દર વખતે જેનું ઉદ્ધાટન કરે છે તે ગુજરાત અને વિશ્વના રોકાણકારોના સંમેલનની લોકપ્રિયતાને જોતા હવે આને પૂર્વનું દાવોસ કહેવાઈ રહ્યું છે. વિશ્વ વ્યાપાર મંચ દ્વારા સ્વિત્ઝર્લેન્ડના વાર્ષિક દાવોસ સંમેલનની જેમ વાયબ્રન્ટ ગુજરાત સંમેલનમાં પણ ફોર્મ્યુન ૫૦૦ની યાદી કેટલીએ કંપનીઓના સીઇઓ તથા અનેક દેશોના રાજનેતા અને પ્રતિનિધિઓ ભાગ લે છે અને આ વખતે પણ આવશે. પરંતુ દાવોસની જેમ આ સમિટ ફક્ત ચર્ચાઓ,બેઠકો મળવા સુધી સિમિત બનીને રહી જાય તેવુ સૂત્રોનું માનવું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતમાં થયેલા 22 એન્કાઉન્ટર્સ મુદ્દે આગામી એક મહિનામાં વધશે મોદી-શાહની ‘સુપ્રીમ’ મુશ્કેલી…?
Next articleઆઠ ઇન્વેસ્ટર્સ સમિટ પછી પણ સરકારને રોજગારી મુદ્દે મો છુપાવું પડે છે.