Home ગુજરાત આજે લાયન ડે… સાવજઃ ઓજ અને ઉર્જાનું દ્યોતક પ્રાણી

આજે લાયન ડે… સાવજઃ ઓજ અને ઉર્જાનું દ્યોતક પ્રાણી

53
0

(જી.એન.એસ),તા.૦૯
તખુભાઈ સાંડસુર
કોઈ માલધારીને પૂછો અથવા માલધારી એકબીજા વચ્ચે જ્યારે સામાન્ય વાત કરતા હોય ત્યારે તે સાંજે પૂછી લે કે જનાવરના શું વાવડ છે તો સમજી જવાનું કે જનાવર એટલે ત્યાં સાવજ ની વાત થાય છે માત્ર ગીર નહિ પરંતુ કાઠીયાવાડ નો સમગ્ર પંથક સાવજની આખળી બની ગયો છે. ગીરના માલધારીઓ જ માત્ર સાવજ ને ચાહે છે એવું નથી પરંતુ શેત્રુંજી કાંઠા ના એ શાળા મરદ મુછાળા કંધોતરો આજે પણ કહે છે કે સાવજ ની ડણક ન સંભળાય તો ઘાટી ઊંઘ આવવાની કોઈ ગેરંટી નથી અમારા અહીંયા સરસ સરસ અહીંયા ચર્ચા ચંપાયેલા માલ ઢોર ત્યારે તેની દાઢ નો સ્વાદ બની જાય છે તો પણ તો ક્યારેક જાસકો જરૂર પડે પરંતુ સિંહ માટે કટુતાનો એક ઓમકારો પણ નીકળતો નથી આ છે કાઠીયાવાડના સાવજ ને પ્રેમ કરનારા જનજજનના લોકોને કહાની.


આજે ૧૦ મી ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ તરીકે આ દિવસને બનાવવાની અને ૨૦૧૩ થી શરૂઆત થઈ અને ગુજરાતમાં ૨૦૧૬ થી શાસનના વન વિભાગે ઉજવણીનો પ્રારંભ કર્યો. ક્રમબદ્ધ રીતે જ્યાં જ્યાં સિંહનું વિચરણ હતું ત્યાં જનસમુદાય સુધી તેના મન અને મસ્તિષ્કમાં પહોંચીને સિંહ માટે મમતા ના શેરડાઓ ફોડવાની મનશિયા રાખવામાં આવી અને તે સફળ પણ થઈ આ બાલ વૃદ્ધ સૌએ સાવજના ચહેરાઓ ચિપકાવીને રેલીઓ કાઢી અને એક એવો મેસેજ જગતને આપ્યો કે સાવજ એ અમારા દિલો દિમાગમાં છવાઈ ગયેલું શિરમોર પ્રાણી છે અમે તેને રક્ષિત તો કરીશું પરંતુ આવતી પેઢી પણ તેમાં કોઈ કચાશ નહીં રાખે તેની અત્યારથી જ તૈયારીઓ કરી રાખી છે.
વાઇલ્ડ લાઇફ ડિવિઝનના નાયબ વનરક્ષક ડો. મોહન રામના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ જુનાગઢ વગેરે જિલ્લાઓમાં સિંહ વિચરણ હતું અને તેથી તે જિલ્લાઓને આ સિંહ આંદોલનમાં જાેડવા અગત્યનાં હતાં. જાેકે આજે સિંહ હવે બરડા અને પાંચાળ ભૂમિમાં સુરેન્દ્રનગરમાં પણ પહોંચી ગયાના વાવડો મળી રહ્યાં છે. પરંતુ આ એક માત્ર પ્રાણી માટે એક સાથે ૧૧ લાખથી વધારે લોકો શેરીઓમાં પહોંચીને એક નારો ગજવ્યો હોય તેનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. એટલું જ નહીં કોરોના સમયકાળ દરમિયાન આપણે વર્ચ્યુલી લાઇન ડે ની ઉજવણી કરી અને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી લગભગ ૭૫ લાખ લોકો આ ઉત્સવમાં ભાગીદાર બનીને એક નવા વિક્રમી આંકડા સુધી આપણે પહોંચી ગયાં છે. તે ઘટના આપણા સૌ માટે આનંદ અને ગૌરવ અપાવે તેવી છે.
છેલ્લે ૫-૬ જુનની ૨૦૨૦ ની ગણતરીમાં ગુજરાતમાં કુલ ૬૭૪ સિંહની ગણતરી થ ઈ હતી જેમાં ૧૩૭ બચ્ચા,૧૧૪ પુખ્ત અને બાકીના ૪૨૧ સિંહ -સિહણનો સમાવેશ થાય છે.આ ગણતરીને લગભગ? બે વર્ષ થયાં તેથી સિંહની વસ્તી વધવાનો રેશિયો ૫ થી ૫-૫% ગણોતો બે વર્ષમા ૧૦% એટલે તેમાં ૭૦ નો વધારો ગણાય.તેથી છેલ્લા અવલોકન જાહેર ભલે ન થાય પણ ગુજરાતમાં સિંહનો આંકડો ૭૫૦ થી વધું ગણાય !
ભાવનગર જિલ્લામાં છેલ્લી ગણતરીના બે ભાગ પાડેલા જેમાં ઘાંસિયા મેદાનમાં સિંહ ૨૬,માદા ૧૩ અને ૧૭ બચ્ચા મળી કુલ ૫૬ હતાં.દરિયાકિનારના મેદાનોમાં સિંહ ૮, સિંહણ ૪ અને બચ્ચા ૫ મળી કુલ ૧૭ સિંહ છે આમ તે બંનેનો સરવાળો ૭૩ છે.બે વરસમાં બીજા ૧૨ નો ઉમેરો કરીએ તો ભાવનગર અત્યારે ૮૫ થી વધું સિંહ વિચરે છે.
ભાવનગર જિલ્લાની વાત કરતાં સિંહ દિવસના જિલ્લા સંયોજક શ્રી તખુભાઈ સાંડસુર કહે છે કે ભાવનગર જિલ્લાની ૧૭૫૮ શૈક્ષણિક સંસ્થાઓ સ્વૈચ્છિક સંસ્થાઓના સહકારથી ૪૬૬૯૬૫ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમનો હિસ્સો બની સિંહ સંરક્ષણની પ્રતિજ્ઞા લેશે.રેલી, સુત્રોચ્ચાર અને નાનકડી સિંહ ની ફિલ્મ થી કાર્યક્રમ સંપન્ન થશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવિન્ડીઝને ૮૮ રને હરાવી ભારતે સિરીઝ જીતી લીધી
Next article‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત મણિનગરમાં ૪૫ ફૂટ લાંબા તિરંગા યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું