(જી.એન.એસ) તા. 9
ગાંધીનગર,
આજે તારીખ 09/05/2024, ગુરુવારના રોજ, ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થશે. જેમાં વિજ્ઞાન પ્રવાહમાં કુલ 1,11,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે સામાન્ય પ્રવાહમાં 3 લાખ 50 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીજક્ષા આપી હતી. સામાન્ય પ્વાહ અને વિજ્ઞાન પ્રવાહ આ બન્નેના પરિણામો સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે માર્ચ 2024 માં યોજાયેલી ધો.12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, GUJCET-2024 અને સંસ્કૃત માધ્યમનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર તા.9.5.2024 ના રોજ સવારે 9 વાગ્યે જાહેર કરવામાં આવશે.
વિદ્યાર્થીઓ તેમનું પરિણામ પરીક્ષાનો બેઠક નંબર (સીટ નંબર) એન્ટર કરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 ઉપર પોતાનો બેઠક નંબર મોકલીને પરિણામ મોકલી શકશે.
પરીક્ષા બાદ ગુણ ચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન: ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછી પ્રસિધ્ધ કરવામાં આવશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.