(જી.એન.એસ), તા.૧મુંબઇ
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા આજથી તમામ બેન્કિંગ સેવા માટે તગડો સર્વિસ ચાર્જ વસૂલ કરવામાં આવનાર છે. તેની સામે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. નોટબંધી પછી રોકડની તંગી હળવી થઈ નથી ત્યાં બેન્કોએ નોટબંધીમાં થયેલું નુકસાન સર્વિસ ચાર્જના સ્વરૂપે સામાન્ય લોકો પાસેથી લેવાનું નક્કી કરતા તેના ઉગ્ર પ્રત્યાઘાત ઉઠયાં છે.
નોટબંધીના પગલે લોકોની હેરાનગતિ સાવ હળવી બની નથી. એટીએમમાં હજુ પૈસા નથી. જે લોકો ડિજીટલ તરફ વળી ગયા હતા તે પાછા રોકડ પર આવી ગયાં છે. બે હજારની નોટના છૂટા મળતા નથી. આટલી ખરાબ સ્થિતિ વચ્ચે ખાનગી બેન્કોએ સર્વિસ ચાર્જ ઠોકી બેસાડયા છે. ત્યારબાદ આવતીકાલ ૧લી એપ્રિલથી એસબીઆઈ સમુહની બેન્કો પણ પ્રજા પાસેથી તગડો સર્વિસ ચાર્જ વસૂલ કરવાની છે.
મેટ્રોપોલિટીન એરિયામાં રૂ.૫,૦૦૦, અર્બન એરિયામાં રૂ.૩,૦૦૦, સેમિ અર્બન એરિયામાં રૂ.૨૦૦૦ અને રૂરલ એરિયામાં રૂ.૧,૦૦૦ મિનિમમ બેલેન્સ જાળવવી જરૂરી છે. જો આ બેલેન્સ નહીં જળવાય તો બેન્કો ગ્રાહક માથે રૂ.૫૦ થી ૧૦૦ સુધીની પેનલ્ટી વસૂલ કરશે. આ જ પ્રમાણે ખાતાધારક ત્રણ કરતાં વધુ રોકડ વ્યવહાર કરે તો ત્યારપછીના વ્યવહાર બદલ બેન્ક ચાર્જ વસૂલ કરશે. આ ઉપરાંત ચેકબુક, આરટીજીએસ, લોકર, કરન્ટ ખાતા, સેવિંગ ખાતામાં જુદા જુદા અઢળક ચાર્જ અને પેનલ્ટી વસૂલ કરવાના પરિપત્રો જાહેર કરીને વેબસાઈટ પર ચડાવી દેવાયા છે.
એક તરફ સરકાર જનધન યોજના જેવી યોજનાના નામે લોકોને બેન્કોમાં ખાતા ખોલવા પ્રોત્સાહિત કરે છે. બીજી તરફ બેન્કો ખાતા ખુલી ગયા બાદ સાણસામાં આવી ગયેલા ગ્રાહક પાસેથી જુદા જુદા નામે ચાર્જ વસૂલવાનું શરૂ કરતા લોકોમાં રોષ ફેલાયો છે. તગડો નફો રળતી બેન્કો હવે સર્વિસ ચાર્જ અને પેનલ્ટીના નામે કરોડો રૂપિયા ઓળવી જશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.