મુંબઈમાં ૬૦ માળની બિલ્ડીંગમાં ભીષણ આગ
( જી.એન.એસ) , તા.૨૨
મુંબઈ
સાઉથ મુંબઈમાં આવેલી અવિઘ્ના પાર્ક નામની બિલ્ડીંગમાં સવારે ૧૧:૫૧ વાગ્યા આસપાસ આગ લાગવાની ઘટના બની હતી. આગની ઘટનાની જાણકારી મળતાની સાથે જ ૧૫ ફાયર વિભાગની ગાડી ઘટના સ્થળ પર પહોંચી હતી. ફાયરની ટીમ દ્વારા બિલ્ડીંગ ખાલી કરાવવાની કામગીરી કરવામાં આવી રહી હતો અને ત્યારબાદ આગને ઓલવવાની પણ કામગીરી કરવામાં આવી રહી હતી. ફાયર વિભાગના અધિકારીઓએ એવું પણ જણાવ્યું હતું કે, બપોરે ૧૨ વાગ્યાના આસપાસ આ આગ લેવલ ત્રણની એટલે કે વિકરાળ બની ગઈ હતી. આ ઘટનામાં બિલ્ડીંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઘટનામાં હજુ સુધી આગમાં કોઈ વ્યક્તિને ઈજા થઇ હોવાની માહિતી સામે આવી નથી. પણ આગથી બચવા માટે જે યુવક બાલકની ગ્રીલથી સાથે લટક્યો હતો તેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જ્યારે આ યુવકનો હાથ ગ્રીલથી છૂટે છે ત્યારે લોકો બૂમાબૂમ કરવા લાગે છે. જે યુવકનું ૧૯માં માળ પરથી પટકાવાના કારણે મોત થયું છે તેનું નામ અરુણ તિવારી હોવાનું જાણવા મળ્યું છે. આ યુવકને હોસ્પિટલમાં પણ લઇ જવામાં આવ્યો હતો પણ તેને ડૉકટરે મૃત જાહેર કર્યો હતો. સાઉથ મુંબઈના કરી રોડ વિસ્તારમાં એક ૬૦ માળની અન્ડર કન્ટ્રકશન બિલ્ડીંગમાં ભીષણ આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ૧૫ ગાડી દ્વારા આગ ઓલવવાનું કામ કરવામાં આવી રહ્યું હતું. ઘટનાની જાણ થતા મુંબઈના મેયર કિશોરી પેડનેકર ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ૧૯માં માળ પર લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખો માળ આગની ઝપેટમાં આવી ગયો હતો. ત્યારબાદ આગ ૧૭ અને ૨૦માં માળમાં પણ આગ પ્રસરી હતી. એવી પણ માહિતી મળી રહી છે કે, આ આગ લાગ્યા બાદ તે ગણતરીના સમયમાં ભીષણ સ્વરૂપમાં આવી ગઈ હતી. આ આગની ઘટનામાં એક યુવક ૧૯માં માળ પર ફસાઈ ગયો હતો. તે આગથી બચવા માટે એક ફ્લેટની બાલકનીની ગ્રીલની સાથે લટકી ગયો હતો. આ યુવક ૧૦ મિનીટ સુધી ૧૯માં માળની બાલકની ગ્રીલની સાથે લટકતો રહ્યો હતો. અંતે આ યુવકનો હાથ ગ્રીલથી છૂટીજતા તે ૧૯માં માળ પરથી જમીન પર પટકાયો હતો. આ ઘટનામાં યુવક ઊંચાઈ પરથી જમીન પર પટકાતા તેને ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.