Home ગુજરાત આખરે ગાંધીનગરમાં NRC ના સમર્થનની રેલીને પોલીસે લીડ કરી મુકામે પહુચાડી..!!

આખરે ગાંધીનગરમાં NRC ના સમર્થનની રેલીને પોલીસે લીડ કરી મુકામે પહુચાડી..!!

301
0

(જી.એન.એસ.રવિન્દ્ર ભદોરિયા)  તા.૨૪/૧૨

ગાંધીનગર ખાતે ઘ- રોડ પર બપોરે ત્રણ વાગ્યાથી નાગરિક અધિકાર સમિતિના નેજા હેઠળ ભાજપના સમર્થનથી તાજેતરમાં પસાર થયેલ નાગરિકતા સંશોધન કાનૂનને સમર્થન આપતી રેલી યોજાઈ. જે રેલીમાં બહોળી જનસખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. લોકોની ભીડ એકત્ર કરવા માટે જુદા જુદા સામાજીક અને સહકારી સંગઠનોને જોડાવા માટે રીતસરની ફરજ પડાઈ હતી. ત્યારે મધુર ડેરીની સ્ટાફ હોય કે ઋષિવંશી સેવા સામાજિક સંગઠન હોય દરેકને નાગરિક સંશોધન કાયદા વિશે ન જાણતા લોકો રેલીમાં જોડ્યા હતા. પોલીસે પણ મોટે ઉપાડે ચડીને ભાગ લીધો હોય એવું લાગતું હતું. જે પોલીસ પોતાના હક કે અન્યાય સામે આંદોલન કરતા હોય એવા લોકો સામે એમને  બળજબરીથી વિખેરી નાખવા ઓર્યસ કરતી હોય છાવણીની બહાર ન જવા દેતી પોલીસ આ ભાજપ સમર્થક રેલીને જાણે કે લીડ કરી રહી હોય તેવા દ્રષ્યો જોવા મડયા. પોલીસ ખુદ આ રેલીને લીડ કરીને છેક પથિકા સર્કલ સુધી દોરી આવી હતી.
જેના કારણે સાંજના સુમારે ઘ- રોડ ટ્રાફિકથી ગીચ થઈ ગયો હતો. સત્યાગ્રહ છાવણી માં આજ દિન સુધીના રેકોર્ડ છે કે કોઈ ઓન આંદોલનકારી કર પછી રેલીને સત્યાગ્રહ ચાવણીની હદ થી  બહાર પોલીસે જવા નથી દીધી. ત્યારે હવે પોલીસ આ રેલી ને પથિક સર્કલ સુધી લઈ જઈને શુ સાબિત કરવા માંગી રહી હે કે અથવા ક્યાં કાયદા  વેવસ્થા જાળવવા માંગતી હતી..? શુ પોલીસ પણ ઇચ્છતી હતી કે કાયદો વેવસ્થા ખોરવાય..?! અફઘાનિસ્તાની અને પાકિસ્તાનના નાગરિકોના સન્માન માટેના આ કાયદા ને સમર્થન કરતી ભીડ ને પોતાની જ બહેનો ન દેખાય છેલ્લા 15 દિવસથી આંદોલન પર બેઠી આ બહેનો ને શુ સમસ્યા કે પીડા છે એ પૂછવાની પણ અપ્રયોજિત પ્રોપગેન્ડા ભીડે તસ્દી લીધી નહિ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબિન સચિવાલય ભરતી કૌભાંડ, સીટનો રિપોર્ટ અમાન્ય…પોલીસનો ફેર તપાસનો આદેશ…!??
Next articleભાજપા પરનો વિશ્વાસ જી ડી પી ની જેમ ઘટયો, ઝારખંડિયો સંદેશો…..!!