Home રમત-ગમત Sports આઈપીએલ 2024ની 2 મેચ માટે પ્રી-રજીસ્ટ્રેશન બુકિંગ શરુ!

આઈપીએલ 2024ની 2 મેચ માટે પ્રી-રજીસ્ટ્રેશન બુકિંગ શરુ!

37
0

(જી.એન.એસ),તા.૦૭

મુંબઈ,

આઈપીએલના શેડ્યુલની જાહેરાત બાદ ક્રિકેટ ચાહકો ટિકિટ વિશેનું અપટેડ જાણવા માટે ઉત્સુક છે. આઈપીએલની ટિકિટ તમે પણ ઓનલાઈન બુકિંગ શકો છો. પરંતુ તે પહેલા પ્રી-રજીસ્ટ્રેશન બુકિંગ શરુ થઈ ચૂક્યું છે. IPL 2024ની ટિકિટોની કિંમત હજુ જાહેર કરવામાં આવી નથી. મેચની લોકપ્રિયતા અને સ્થાનના આધારે કિંમતો રૂ. 300-400 થી લઈને હજારો રૂપિયા સુધીની હોય છે. આ ટિકિટ તમે ઓનલાઈન પ્લેટફોર્મ પર બુક કરાવી શકો છો. રિપોર્ટ મુજબ ટિકિટ હવે થોડા દિવસોમાં જ જાહેર થઈ શકે છે.

અત્યાર સુધી, IPL 2024 સીઝનની પ્રથમ 21 મેચોનું શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું છે. આ 21માંથી માત્ર બે મેચ એકના ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાવા જઈ રહી છે. લખનૌ સુપર જાયન્ટ્સ 30 માર્ચે પંજાબ કિંગ્સ અને 7 એપ્રિલે ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. તેથી આ બે મુકાબલાઓ માટે IPL 2024 ટિકિટનું પ્રી-રજીસ્ટ્રેશન તેમની વેબસાઇટ પર કરી શકાય છે. ચાહકોએ lucknowsupergiants.in પર જવું પડશે. તેમના ફ્રન્ટ પેજ પર, એક મોટું IPL 2024 ટિકિટ પ્રી-રજીસ્ટ્રેશન બેનર દેખાશે. એકવાર તમે તેના પર ક્લિક કરી લો, પછી તમારે નામ, નંબર, ઈમેલ અને તમને કઈ પ્રકારની સીટ જોઈએ છે જેવી બધી જરૂરી વિગતો ભરવી પડશે અને સબમિટ કરવું પડશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleધર્મશાલા ટેસ્ટમાં કુલદીપ યાદવે 5 અને રવિચંદ્ર અશ્વિને 4 અને રવિન્દ્ર જાડેજાએ 1 વિકેટ ઝડપી
Next articleલોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪:- અચૂક મતદાન કરો : શિવરાત્રિના પાવન પર્વમાં મતદારોને મતદાન કરવાની જાગૃત્તિ આપતા ત્રણ સેલ્ફી પોઇન્ટ ગાંધીનગર નજીક ભરાતાં મેળામાં ઉભા કરાશે