(જી.એન.એસ)ગાંધીનગર,તા.૨૮
યજ્ઞેશ દવેના ”મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ”માં બ્રાહ્મણસમાજ અને ક્ષત્રિય સમાજની વ્યાખ્યા બદલાઇ
રાજ્ય ના પાટનગર ગાંધીનગરમાં ”મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ” નો પ્રારંભ થયો છે. મહાત્મા મંદિર ખાતે આ 2 દિવસીય સમિટમાં ઉદ્યોગપતિઓ 100 જેટલા સ્ટોલ મારફતે પોતાના ઉદ્યોગ અને પ્રોડક્ટનું પ્રદશન કરશે. સમિટના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્યમંત્રી રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, વિધાનસભાના અધ્યક્ષ રાજેદ્ર ત્રિવેદી સહિત સમાજ ના આગેવાનો સંતો મહંતો એ હાજરી આપી હતી. આ સમિટમાં 100 જેટલા સ્ટોલ ઉભા કરાયા છે. દેશની અગ્રણી બેંકના ક્રેડિટ મેનેજરો, નેશનલ અને મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા સમાજના યુવાનોને નોકરીની ઓફર તેમજ માર્ગદર્શન અપાશે. અા બેઠકમાં રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હું બ્રાહ્મણ છું. મને તેનો ગર્વ છે. ક્ષત્રિય એટલે કોઈ જ્ઞાતિ નહીં પણ શક્તિશાલી હતા. અત્યાચારથી બચવા તેઓએ શાસ્ત્ર અને શસ્ત્ર સાથે રાખ્યા હતા. બ્રાહ્મણ સત્તા માટે ક્યારેય આગળ વધ્યો નથી. બ્રાહ્મણ એટલે જ્ઞાન ચિંતન. બાબા સાહેબ આંબેડકર બ્રાહ્મણ હતા. જે જ્ઞાની છે તે બધા બ્રાહ્મણ છે. પીએમ મોદી પણ બ્રાહ્મણ છે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજનીતિને વોટ બેંક તરફ વાળનારા લોકો હાલ જાતિ-જ્ઞાતિની રાજનીતિ કરી રહ્યા છે. ભૂતકાળમાં જે રીતે હુમલાઓ થયા છે. હવે અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરોની નીતિ સમજવી પડે. કેટલાક લોકો રાજકારણ ને સ્વિમિંગ પુલ સમજે છે.પૈસો અને પ્રતિષ્ઠા ક્યારેય સાથે ના મળે . સત્તા જાય તો જાય અમારે સમાજ ને એક કરવો છે. બ્રાહ્મણો કોઈ દિવસ ભેગા નથી થતા. અાજે થયા અે સારી બાબત છે.
આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ડૉ.બાબાસાહેબ આંબેડકર અને નરેન્દ્ર મોદીને બ્રાહ્મણ ગણાવતા, સમગ્ર દેશના બ્રાહ્મણોમાં રોષની લાગણી ફેલાઇ છે, રાજ્યના પાટનગરમાં બ્રાહ્મણોની એકતાના નામે યજ્ઞેશ દવે દ્વારા બોલાવાયેલી મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટમાં જ ભાજપના ટૉચના નેતાઓ સમગ્ર વિશ્વના બ્રાહ્મણોનું હડહડતું અપમાન કરતા બ્રાહ્મણોમાં રોષ હોવાનું જણાઇ આવતું હતુ. બ્રાહ્મણકુળમાં જન્મેલા વડોદરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી મોદી અને દલિત સમાજની ભક્તિમાં એટલા લીન થઇ ગયા કે તેઓ શું બોલી રહ્યા છે તેનું પણ ભાન ગુમાવી દીધું, તે સાંભળી ત્યાં ઉપસ્થિત બ્રાહ્મણોમાં પણ સન્નાટો વ્યાપી ગયો હતો.
યજ્ઞેશ દવે દ્વારા બોલાવાયેલી મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટમાં દલિતો અને બ્રાહ્મણો વચ્ચે વર્ગવિગ્રહ પેદા કરનારા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના નિવેદન મુદ્દે તેઓએ બ્રાહ્મણોની માફી માંગવી જોઈએ એવા પડઘા સમગ્ર દેશમાંથી પડી રહ્યા છે.
યજ્ઞેશ દવેના વડપણ હેઠળ બ્રાહ્મણો સહિત ક્ષત્રિયોનું અપમાન કરવા માટે જ જાણે આ બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું હોય એ રીતે,રાજેન્દ્ર ત્રિવેદીએ ક્ષત્રિયો ઉપર પણ પોતાની જીભરૂપી કાતર ફેરવી હતી. તેમણે ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે ક્ષત્રિય એ કોઈ જ્ઞાતિ નથી પણ શક્તિશઆળી હોય એ જ ક્ષત્રિય ગણાય. આમ રાજેન્દ્ર ત્રિવેદીએ રાજ્યના પાટનગરમાં બ્રાહ્મણો ઉપરાંત ક્ષત્રિયોનું ઘોર અપમાન કર્યું હોવાની લાગણી દેખાઇ હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.