Home ગુજરાત આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા તિલકનું આયોજન કરાયું

આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા તિલકનું આયોજન કરાયું

448
0

(જી.એન.એસ)રવિંદ્ર ભદોરિયા, તા.૦૪/૧૦

ગાંધીનગર: નવરાત્રી દરમિયાન ગુજરાતમાં ગરબા ડાંસની ખુબજ ધામ ધૂમ હોય છે.અને ગરબા પ્રેમી ખૂબ આનંદથી આ તહેવાર ઉજવે છે. ત્યારે આ તહેવારમાં હિન્દૂ લોકો સાથે સાથે અન્ય ધર્મના લોકો પણ ભાગ લે છે. જેથી હિન્દૂ ધર્મને લઈ આંતરાષ્ટ્રીય હિન્દૂ પરિષદે લાઇન્સ કલબ ગરબામાં તિલકનું આયોજન કર્યો હતો. અને ગરબા રમવા આવતા દરેક વ્યક્તિને તિલક કરી એક પરંપરા સાચવી હતી.

આંતરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ સંગઠન મંત્રી સુરેન્દ્ર સિંહ રાજપુતે જણાવ્યું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે નવરાત્રીમાં હિન્દૂની ગરિમાને સાચવવા માટે દરેક ગરબામાં આવતા વ્યક્તિને અમે તિલક કરી એને હિન્દૂ હોવાનો અહેસાસ કરાવીએ છીએ. ત્યારે 2019ની નવરાત્રીના પાંચમાં નોરતે ગાંધીનગર સેક્ટર 11 માં આવેલ લાઇન્સ કલબ ગરબા મહોત્સવમાં અમે તિલકનું આયોજન કર્યો હતો. સુરેન્દ્રસિંહ રાજપુતે જણાવ્યું કે નવરાત્રીના આઠમા નોરતે પ્રવીણ તોગડીયા ગાંધીનગર ખાતે પેથાપુર આવી શસ્ત્ર પૂજનમાં હાજરી આપશે.

દર વર્ષે નવરાત્રિમાં હિન્દૂની છોકરીઓ લવ જેહાદ જેવા કિસ્સામાં પડી ધર્મ પરિવર્તન કરે છે. અને બીજા ધર્મમાં જતી રહે છે. પરંતુ આંતરાષ્ટ્રીય હિન્દૂ પરિષદે આ મુહિમ દ્વારા હિન્દૂ ધર્મના છોકરીઓને સાવધાન કરવા માટે તિલકનું આયોજન કર્યું હતું. તિલક એટલા માટે કરવામાં આવ્યું કે જેનાથી ગરબા મહોત્સવમાં આવતા ગરબા દર્શકો હિન્દૂ હશે તો તિલક કરાવશે અને બીજા ધર્મનું હશે તો તિલક નહિ કરાવે. જે તિલક નહિ કરાવે એવા વ્યક્તિ સામે અમે પગલાં ભરીશું.અને હિન્દૂ પરંપરાને જાળવી રાખવા તિલક જેવા કર્યક્રમો કરતા રહીશું.

બાઇટ:- સુરેન્દ્ર સિંહ રાજપુત, અંતરસ્ટ્રીય હિન્દૂ પરિષદ સંગઠન મંત્રી

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીનગર LCB એ સિગરેટની પેકેટ ચોરી કરતી ગેંગને ઝડપી પાડ્યા
Next articleઆમ જનતા સાથે પોલીસનો ભેદભાવ…? વૃષ્ટિ કેસમાં તાત્કાલિક તપાસ તો ગરીબ દીકરીના કેસમાં ઢીલ કેમ…?