Home મનોરંજન - Entertainment અવતાર-૨નું ટીઝર બહાર આવ્યું વિઝ્યુઅલ્સ જોઈને રૂવાટાં ઉભા થઈ જશે

અવતાર-૨નું ટીઝર બહાર આવ્યું વિઝ્યુઅલ્સ જોઈને રૂવાટાં ઉભા થઈ જશે

69
0

(જી.એન.એસ),તા.૧૦
વોશિંગ્ટન
હોલીવુડની ફિલ્મોના શોખીનો માટે વધુ એક ફિલ્મ આવી રહી છે. જેમ્સ કેમરુનની ફિલ્મ અવતારઃ ધ વે ઓફ વોટરનું ટીઝર રિલીઝ થયું છે. દાયકા પહેલા રિલીઝ થયેલી અવતાર ફિલ્મની સિક્વલ એવી આ ફિલ્મનું ટીઝર એટલું જબરદસ્ત છે કે તેના એક એક સીન પર તમારી નજર ચોંટી જશે. ફિલ્મના ટીઝરમાં પેન્ડોરાની એકદમ આશ્ચર્યજનક દુનિયા તમને જાેવા મળશે. ત્યાં રહેતા વાદળી માણસો સામાન્ય લોકો કરતા એકદમ અલગ દેખાય છે. જે પોતાની એક અલગ દુનિયામાં શાંતિથી જીવવાનું પસંદ કરે છે. આ ટીઝરમાં વાદળી રંગના લોકો તમને અન્ય સામાન્ય લોકો સાથે ભળતા જાેવા મળશે. પરંતુ આ વખતે પણ તેઓ તેમના પરિવાર અને પોતાની દુનિયાને બચાવવા માટેની માથાપચ્ચી કરતા જાેવા મળશે. ટીઝર જાેઈને તમે ચોક્કસપણે રોમાંચિત થઈ જશો. આ ફિલ્મનો કેટલોક ભાગ પાણીની અંદર શૂટ કરાયો છે. હાલ જાે કે ફિલ્મનું ટીઝર ધૂમ મચાવી રહ્યું છે. વિઝ્યુઅલ ઈફેક્ટ્સ પર દર્શકો આફરીન થઈ ગયા છે. ફિલ્મનું ટીઝર જાેઈને તમને આખી ફિલ્મ જાેવાની ઉત્સુકતા વધી જશે. આ ફિલ્મ જેમ્સ કેમરૂનના દિગ્દર્શન હેઠળ બની છે જેમાં Zoe Saldana, Sigourney Weaver, Sam Worthington, Cliff Curtis, Stephen Lang, David Moore, CCH Pounder, Edie Falco, Kate Winslª y™u Jemaine Clement, જેવા અદભૂત કલાકારોએ અભિનય કર્યો છે. ફિલ્મ અંગ્રેજી, તમિલ, હિન્દી, મલિયાલમ, તેલુગુ અને કન્નડમાં ૧૬ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ રિલીઝ થશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅભિનેત્રી સોનાક્ષી સિંહાએ વીંટી બતાવતો ફોટો શેર કરી લોકોને ચિંતામાં નાંખ્યા
Next articleએરપોર્ટના વિકાસ માટે અદાણીએ ૨૫૦ મિલી ડોલરનુંધિરાણ મેળવ્યું