Home મનોરંજન - Entertainment ‘અવતારઃ  ધ વે ઓફ વોટર’ પહેલા તેની પ્રિક્વલ ‘અવતાર’ રિલીઝ થશે

‘અવતારઃ  ધ વે ઓફ વોટર’ પહેલા તેની પ્રિક્વલ ‘અવતાર’ રિલીઝ થશે

37
0

હોલિવૂડની સાયન્સ ફિક્શન આધારિત સુપર ડુપર હિટ ફિલ્મ ‘અવતાર’ની સિક્વલ ફિલ્મ ‘અવતારઃ  ધ વે ઓફ વોટર’ આગામી ૧૬ ડિસેમ્બરે ભારત સહિત દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. પ્રિક્વલ ફિલ્મને જાેવાનું ચૂકી જનાર અને આ શાનદાર ફિલ્મનો અનુભવ ફરી એકવાર તાજાે કરવા ઈચ્છતા દર્શકો માટે પ્રોડક્શન હાઉસે મૂળ ફિલ્મ ‘અવતાર’ને રિલીઝ કરવાનો ર્નિણય કર્યો છે અને તેને ૨૩ સપ્ટેમ્બરે ભારતમાં રિલીઝ કરવાનું નક્કી કર્યું છે. ઓડિયન્સ આ ફિલ્મને  ૪દ્ભમાં પણ માણી શકે તે પ્રકારનું આયોજન થઈ રહ્યું છે.  આ ફિલ્મને જેમ્સ કેમેરૂન દ્વારા ડિરેક્ટ કરવામાં આવી હતી અને તેણે ગ્લોબલ કલેકશનના અનેક રેકોર્ડ તોડી નાખવાની સાથે ત્રણ ઓસ્કાર એવોર્ડ પણ પોતાના નામે કર્યા હતા. જેમ્સ અગાઉ, ટાઈટેનિક, ધ ટર્મિનેટર, ‘ટર્મિનેટર ૨ઃ જજમેન્ટ ડે’ જેવી સુપર હિટ ફિલ્મો આપી ચૂક્યા છે અને તેમની નવી ફિલ્મના એનાઉસમેન્ટ સાથે જ ઓડિયન્સમાં અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article૧.૪૦ કરોડની છેતરપિંડી કરનાર બિલ્ડર સૌરિન પંચાલની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી
Next articleવીર નર્મદ યુનિવર્સિટીમાં ૫૩મો પદવીદાન સમારોહ યોજાયો