Home મનોરંજન - Entertainment અર્બન ગુજરાતી ફિલ્મ ‘નાડીદોષ’ આગામી શુક્રવારે રિલીઝ થશે

અર્બન ગુજરાતી ફિલ્મ ‘નાડીદોષ’ આગામી શુક્રવારે રિલીઝ થશે

43
0

(જી.એન.એસ),તા.૧૪
અમદાવાદ
અર્બન ગુજરાતી ફિલ્મોએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણે કાયાપલટ કરી છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતી ફિલ્મો પણ બોલિવૂડ લેવલની બની રહી છે. આવી જ એક રોમેન્ટિક અને સિચ્યુએશનલ કોમેડી ફિલ્મ ‘નાડીદોષ’ આગામી શુક્રવારે રિલિઝ થઈ રહી છે. આ ફિલ્મના મુખ્ય કલાકાર તેમજ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર્સ યશ સોની અને જાનકી બોડીવાલા છે. નાડીદોષ આપણી સંસ્કૃતિમાં ખૂબ જ મહત્વ ધરાવે છે અને આ કારણે અનેક લગ્નોમાં વિઘ્ન આવી ચૂક્યા છે. આ વિષય પર અમે એક સિચ્યુએશનલ કોમેડી બનાવી છે. ટ્રેલરને મળેલા પ્રતિભાવથી સમગ્ર ફિલ્મ ટીમ ખુશ છે પરંતુ ‘નાડીદોષ’નો પ્રોબ્લેમ સામે આવ્યા બાદ શું થાય છે તે ઓડિયન્સ માટે સરપ્રાઈઝ એલિમેન્ટ છે. જે ફિલ્મ રીલીઝ થયા બાદ જ દર્શકોને ખબર પડશે. ‘નાડીદોષ’નું ડિરેક્શન સુપરહિટ ગુજરાતી ફિલ્મોના ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા કરવામાં આવ્યું છે. કૃષ્ણદેવ યાજ્ઞિક સાથે ત્રીજી ગુજરાતી ફિલ્મમાં કામ કરવા બાબતે યશે કહ્યું હતું કે, તેમની સાથેની પહેલી ફિલ્મ ‘છેલ્લો દિવસ’થી જ અમારી વચ્ચે અનોખું બોન્ડિંગ બની ગયું છે. તેમની થોટ પ્રોસેસ ખૂબ જ ક્લીયર છે અને મને અને જાનકીને તેમની પર પૂરેપૂરો વિશ્વાસ છે. તેમણે જે પણ ફિલ્મ માટે અમારું કાસ્ટિંગ વિચાર્યું હશે તે પરફેક્ટ જ હશે. આ ફિલ્મનું મ્યુઝિક લિસનર્સને ખૂબ જ પસંદ આવ્યું છે. ખાસ કરીને, ‘નાડીદોષ’ નું પાર્ટી સોન્ગ ‘લવાલવી’ અત્યારે ટ્રેન્ડ થઈ રહ્યું છે. આ સોન્ગમાં યશ અને જાનકી વચ્ચે અનેક રોમેન્ટિક સીન છે અને ગુજરાતી ફિલ્મમાં આવા સીન પહેલીવાર જાેવા મળી રહ્યા હોવાથી ફેન્સ વચ્ચે આ સોન્ગ ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. આ વિશે જાનકીનું કહેવું છે, આ ફિલ્મ અમદાવાદ અને ગોવામાં શૂટ થઈ છે. સ્પેશિયલી જાે રોમેન્ટિક સીનની વાત કરું તો, આ સીન સ્ક્રિપ્ટની જરૂરિયાત છે અને આ કારણે જ અમે તેને ભજવ્યા છે. ફિલ્મ જાેનાર દર્શક સ્ટોરી સાથે આ સીનને કનેક્ટ કરી શકશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅનુપમ ખેરની પત્ની કિરણ ખેરે પોતાનો ૭૦મો જન્મદિવસ ઉજ્વ્યો
Next articleટીવી એક્ટર રામ કપૂર પાછો જાડો થઈ ગયો