Home ગુજરાત અરવલ્લીમાં સ્ટ્રોંગ રૂમમાંથી ઈવીએમ બાયડ લઈ જતા ટ્રક ધનસુરા પાસે ખોટકાઈ

અરવલ્લીમાં સ્ટ્રોંગ રૂમમાંથી ઈવીએમ બાયડ લઈ જતા ટ્રક ધનસુરા પાસે ખોટકાઈ

27
0

હાલ વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે, ત્યારે રાજકીય પાર્ટીઓની સાથે ચૂંટણી વિભાગ પણ સતર્ક બન્યું છે. ત્યારે ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતા અરવલ્લીના ઇવીએમ મશીન ભરેલ ટ્રક ધનસુરા આગળ ખોટકાઈ હતી. અરવલ્લી જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા બાયડ બેઠક માટે ફળવાયેલા ઇવીએમ મશીન બાયડ ખાતે ટ્રકમાં લઇ જવામાં આવી રહ્યા હતા. ત્યારે આ ટ્રક ધનસુરા બસ સ્ટેશન પાસે બ્રેકડાઉન થતા ઇવીએમ ભરેલ ટ્રક રસ્તે રજડી પડ્યો હતો.

સમગ્ર ઘટના અંગે ધનસુરા પોલીસ અને મામલતદારને જાણ થતા તરત ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને ક્રેન મંગાવી ક્રેનની મદદથી ઇવીએમ ભરેલ ટ્રક આગળ લઈ જવામાં આવ્યા છે. ત્યારે નિષ્પક્ષ ચૂંટણી યોજવા માટેનું મુખ્ય સ્ત્રોત ઇવીએમ ભરેલ ટ્રક ખોટકાતા તમામ જવાબદાર અધિકારીઓમાં દોડધામ મચી હતી. જો કે ક્રેનની મદદથી ટ્રક આગળ લઈ જાવતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleયુવતીને ભગાડી જનાર યુવાનના બનેવીએ યુવતીના પિતાને ધમકી આપી 10 લાખ માંગ્યા
Next articleખંભાળિયામાં ડ્રાઇવિંગ લાયસન્સ કૌભાંડમાં દુબઈ નાસી છૂટેલો આરોપી ઝડપાયો