Home દેશ - NATIONAL અયોધ્યામાં 14 રંગના 14 લાખ દીવડાઓ પ્રભુ રામની આકૃતિ તૈયાર કરાઈ

અયોધ્યામાં 14 રંગના 14 લાખ દીવડાઓ પ્રભુ રામની આકૃતિ તૈયાર કરાઈ

23
0

(જી.એન.એસ),તા.૧૫

સંપૂર્ણ અયોધ્યા નગરી હાલ પ્રભુ શ્રીરામના રંગે રંગાઈ ગઈ છે. ત્યારે અહીં દીવડાઓના માધ્યમથી અનોખો જ વર્લ્ડ રેકોર્ડ રચવામાં આવ્યો છે. વિવિધ 14 રંગના 14 લાખ દીવડાઓના માધ્યમથી પ્રભુ શ્રીરામની આકૃતિ તૈયાર કરવામાં આવી છે. એટલું જ નહીં શ્રીરામની સાથે મંદિરનું ચિત્ર અને જય શ્રીરામનું લખાણ પણ લખાયું છે. દિવાળી સમયે સરયુના ઘાટ પર સૌથી વધુ દીપ પ્રગટાવીને વર્લ્ડ રેકોર્ડ સર્જવામાં આવ્યો હતો. ત્યારબાદ દીવડાઓના માધ્યમથી સર્જાયેલો આ અનોખો વિશ્વ વિક્રમ બન્યો છે. આ કલાકૃતિ બિહારના અનિલ કુમારે તેમના 12 સાથીઓ સાથે મળીને તૈયાર કરી છે. તેની લંબાઈ 250 ફૂટ છે જ્યારે તેની પહોળાઈ 150 ફૂટ છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે તેના મુખ્ય આયોજક છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકાસ્ટીગ ડિરેકટર કહીને 15 મોડલને છેતરનાર ઠગને દિલ્હી પોલીસે ઝડપી લીધો
Next articleદિલ્લી એરપોર્ટ પર ગુજરાતના મુસાફરો અટવાયા, બપોર સુધી અટવાઈ રહેતા રોષે ભરાયા