Home દેશ - NATIONAL અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા, પ્રધાનમંત્રીએ સૌથી મોટા શપથ લીધા

અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા, પ્રધાનમંત્રીએ સૌથી મોટા શપથ લીધા

19
0

(જી.એન.એસ),તા.૨૨

આજે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. જેમાં સાધુ, સંતો, રાજકારણો, ઉદ્યોગપતિ તેમજ ફિલ્મ જગતના કલાકારો પણ હાજર રહ્યા છે. વડાપ્રધાન મોદીએ આજે નવી સોગંદ લીધી છે. વડાપ્રાધાન મોદીએ સોંગદ લીધી કે રામથી રાષ્ટ્ર સુધી જોડાઈશું. તેમજ રામનો વિચાર માનસમાં જ નહી જનમાનસમાં પણ રહેશે. વડા પ્રાધન મોદીએ આગામી 1000 વર્ષમાં રામને રાષ્ટ્ર સુધી જોડવાની વાત કરી છે. પીએમ મોદીએ કહ્યું, સાગરથી સરયૂ સુધી દરેક જગ્યાએ રામનામ દેખાય છે. ભગવાન રામ ભારતના આત્માના દરેક કણ સાથે જોડાયેલા છે. લોકોએ દરેક યુગમાં રામ જીવ્યા છે. દરેક યુગમાં લોકોએ પોતાની રીતે રામને વ્યક્ત કર્યા છે. આ રામ રસ જીવનના પ્રવાહની જેમ વહેતો રહે છે. પ્રાચીન કાળથી ભારતના દરેક ખૂણેથી લોકો રામ રાસની પૂજા કરતા આવ્યા છે. રામ કથા અમર્યાદ છે. આજે દેશ એ લોકોને પણ યાદ કરી રહ્યો છે જેમના કામ અને સમર્પણના કારણે આપણે શુભ દિવસો જોઈ રહ્યા છીએ.

અમે તે અસંખ્ય સંતો અને કાર સેવકોના ઋણી છીએ. આજનો પ્રસંગ માત્ર ઉજવણીની ક્ષણ નથી પણ ભારતીય સમાજની પરિપક્વતાની ક્ષણ પણ છે. આ માત્ર વિજયનો જ નહીં પણ નમ્રતાનો પણ પ્રસંગ છે. ઘણા રાષ્ટ્રો પોતાના ઈતિહાસમાં ફસાઈ જાય છે. એક સમય એવો પણ હતો જ્યારે કેટલાક લોકો કહેતા હતા કે રામ મંદિર બનશે તો આગ લાગશે, આવા લોકોને ભારતની સામાજિક ભાવનાની પવિત્રતા ખબર ન હતી. રામલલા મંદિરનું નિર્માણ ભારતીય સમાજની ધીરજનું પ્રતિક છે. આપણે જોઈ રહ્યા છીએ કે બાંધકામ કોઈ અગ્નિને નહીં પરંતુ ઊર્જાને જન્મ આપે છે. રામ મંદિરે સમાજના દરેક વર્ગને ઉજ્જવળ ભવિષ્યના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપી છે. આજે હું એવા લોકોને અપીલ કરીશ કે તેઓ આવો અને તેમના વિચાર પર પુનર્વિચાર કરો. રામ અગ્નિ નથી, રામ ઊર્જા છે. રામ વિવાદ નથી, ઉકેલ છે. રામ આપણા નથી પણ બધાના છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદૈનિક રાશિફળ (તા.૨૩-૦૧-૨૦૨૪)
Next articleકઠિન તપસ્યા કરી પરંતુ હવે તપ કરવાનો વારો આપણા બધાનો : મોહન ભાગવત