Home દુનિયા - WORLD અમેરિકામાં સોફ્ટવેર કંપનીનો કર્મચારી બની એક વ્યક્તિએ 7000 લોકો સાથે 1 અબજ...

અમેરિકામાં સોફ્ટવેર કંપનીનો કર્મચારી બની એક વ્યક્તિએ 7000 લોકો સાથે 1 અબજ રૂપિયાનું ફ્રોડ કર્યું

10
0

(GNS),02

અમેરિકામાં એક કૌભાંડે બધાને હચમચાવી દીધા છે. ટેક્નિકલ સપોર્ટના એક કૌભાંડને કારણે 7 હજારથી વધુ લોકોને 13 મિલિયન ડોલરનું નુકસાન થયું છે. આ કૌભાંડના આરોપમાં ભારતીય મૂળના નાગરિક મનોજ યાદવની ન્યુ જર્સીમાંથી ધરપકડ કરવામાં આવી છે. મનોજ યાદવ પર ઓનલાઈન ફ્રોડનો આરોપ છે અને તેને ગુરુવારે જ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. મનોજ યાદવ એક સોફ્ટવેર કંપનીમાં કામ કરતો હતો, તેના પર તેના સહયોગીઓ સાથે મળીને કંપનીના ગ્રાહકોને છેતરવાનો આરોપ છે. આરોપ છે કે આ બધાએ સોફ્ટવેર કંપનીના નામે લોકો પાસેથી મોટી રકમ વસૂલ કરી હતી, આ બધા જ કંપની મફતમાં આપેલી સર્વિસમાંથી નાણાં લેતા હતા. એફબીઆઈએ મનોજ યાદવ પર આ મુખ્ય આરોપ લગાવ્યો છે.

અમેરિકામાં કાયદા હેઠળ આવા કેસમાં આરોપીને 20 વર્ષ સુધીની સજા અને અઢી લાખ ડોલર સુધીના દંડની જોગવાઈ છે. એફબીઆઈએ આ મામલે કહ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકામાં આવા કિસ્સાઓ વધ્યા છે, આજકાલ છેતરપિંડી કરનારાઓની સંખ્યા વધી રહી છે અને લોકોને ફસાવવા માટે છેતરપિંડી કરનારાઓ ટેક્નોલોજીનો ફાયદો ઉઠાવી રહ્યા છે. આ કૌભાંડ 2017 થી 2023 સુધી ચાલતું રહ્યું, મનોજ યાદવ અને તેના ઘણા સહયોગીઓ જેઓ ભારતમાંથી જ ઓપરેટ કરતા હતા. આ તમામ પોતાને અમેરિકન સોફ્ટવેર કંપનીના ક્લાઈન્ટ ગણાવતા હતા અને તેમના ક્લાઈન્ટને સોફ્ટવેરમાં સુધારો કરવા અને સમસ્યાઓના નિરાકરણ માટે પાસેથી પૈસા લેતા હતા. જ્યારે કંપની આ સુવિધાઓ મફતમાં પૂરી પાડે છે. આ સોફ્ટવેર કંપનીએ નિવેદન પણ આપ્યું છે કે અમે કોઈપણ સેવા માટે પૈસા લેતા નથી, જ્યારે અમે અમારા તરફથી મનોજ યાદવ અથવા અન્ય કોઈ વ્યક્તિને સત્તા પણ આપી ન હતી. મનોજ યાદવ પોતે આ કૌભાંડમાં અંગત રીતે સામેલ હોવાનો આરોપ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleNASAએ રશિયાનું લુના-25 ક્રેશ થયું તે જગ્યાના ફોટોઝ જાહેર કર્યા
Next articleમટન બિરયાનીના એક પીસ માટે પાકિસ્તાનીઓ લડયા, લાત-મુક્કાનો વિડીયો વાયુવેગે વાઈરલ