રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૪.૦૯.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૦૫૭૧.૦૮ સામે ૫૯૪૧૭.૧૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૯૪૧૭.૧૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૨૩૧.૯૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૨૪.૧૧ પોઈન્ટના ઘટાડા સાથે ૬૦૩૪૬.૯૭ પોઈન્ટ બંધ થયેલ..!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૧૦૫.૫૦ સામે ૧૭૮૨૬.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૮૧૯.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૯૧.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૭.૫૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૦૧૮.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત નોંધપાત્ર કડાકા સાથે થઈ હતી. ગઇકાલે અમેરિકામાં ગ્રાહક ભાવાંકથી આંકવામાં આવતી મોંઘવારીના આંકડા જાહેર થયા થયા હતા જે મોંઘવારી અપેક્ષા કરતા વધારે આવતા ફેડરલ રિઝર્વ આવતા દિવસોમાં ફરી આક્રમક રીતે વ્યાજ દર વધારશે એવી અપેક્ષાએ આજે ભારતીય શેરબજારમાં કડાકો બોલ્યો હતો. અમેરિકન શેરબજારમાં ડાઉ જોન્સ ઇન્ડેક્સ અંદાજીત ૧૨૭૬ પોઇન્ટ ઘટી બંધ રહ્યા હતા, જ્યારે અન્ય ઇન્ડેક્સમાં પણ અંદાજીત ૩% જેટલો ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકન બજારના પગલે આજે એશિયાઇ શેરબજારમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. જાપાનમાં નિક્કી ઇન્ડેક્સ ૨.૫% કે ૭૫૦ પોઇન્ટ ઘટીને જ્યારે ચીન, કોરિયા અને હોંગકોંગમાં પણ શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો.
વિદેશી ફંડો દ્વારા ભારતીય શેરબજારમાં સતત નવી લેવાલી બાદ આજે ઉછાળે વેચવાલી નોંધાતા બજાર નેગેટિવ ઝોનમાં બંધ રહ્યું હતું. મેટલ, બેન્કેક્સ, બેઝિક મટિરિયલ્સ, ફાઈનાન્સ, ટેલિકોમ અને પાવર શેરોમાં ફંડોની લેવાલી સામે આઇટી, ટેક, ઓઇલ એન્ડ ગેસ, કેપિટલ ગુડ્સ, એનર્જી અને રિયલ્ટી શેરોમાં ફંડોના પ્રોફિટ બુકિંગે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૭૭ લાખ કરોડ ઘટીને રૂ.૨૮૫.૯૪ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૧% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ, બેન્કેક્સ, બેઝિક મટિરિયલ્સ, ફાઈનાન્સ, ટેલિકોમ અને પાવર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૧૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૪૩ અને વધનારની સંખ્યા ૧૬૩૩ રહી હતી, ૧૩૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, જુલાઈ માસની સરખામણીએ ઓગસ્ટ માસનો ફુગાવો ઊંચો આવતા રિઝર્વ બેન્કની ચિંતામાં વધારો થયો છે અને વર્તમાન મહિનાના અંતે મળી રહેલી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટીની બેઠકમાં રેપો રેટમાં ૩૫ થી ૫૦ બેઝિસ પોઈન્ટનો વધારો થવાની ધારણાં મૂકવામાં આવી રહી છે. એમપીસીની બેઠક ૨૮ થી ૩૦ સપ્ટેમ્બરના મળશે. ફુગાવાને કાબુમાં લેવા તાજેતરમાં લેવાયેલા પગલાં ટૂંકા પડી રહ્યાનો મત વ્યકત કરવામાં આવી રહ્યો છે. જુલાઈ માસમાં ૬.૭૧ની સરખામણીએ ઓગસ્ટ માસનો રિટેલ ફુગાવો ૭% આવ્યો છે. ખાધાખોરાકીના ઊંચા ભાવને પરિણામે ફુગાવો ઊંચે ગયો છે. એકતરફ ઊંચો ફુગાવો તથા બીજી બાજુ નબળા આર્થિક વિકાસ દર છતાં રિઝર્વ બેન્ક ફુગાવાને કાબુમાં લેવાના પગલાંને મહત્વ આપશે એમ નોમુરા દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું છે.
ખાધાખોરાકીમાં શાકભાજીના ઊંચા ભાવને કારણે એકંદર ફુગાવો ઊંચો જોવા મળ્યો છે. ફુગાવાની સ્થિતિને ધ્યાનમાં રાખતા એમપીસી આગામી બેઠકમાં ૩૫થી ૫૦ બેઝિસ પોઈન્ટની વચ્ચે વધારો કરી શકે છે. વર્તમાન વર્ષના મે માસથી અત્યારસુધીમાં રિઝર્વ બેન્કે અંદાજીત રેપો રેટ ૧૪૦ બેઝિસ પોઈન્ટ વધારી ૫.૪૦% સુધી લઈ ગઈ છે. વર્તમાન વર્ષના અંત સુધીમાં રેપો રેટ ૬% સુધી જવા અપેક્ષા રાખી રહ્યા છે. રેપો રેટમાં સતત વધારા છતાં ફુગાવો ફરી ઊંચે જતા રિઝર્વ બેન્કને આશ્ચર્ય થયું છે અને વ્યાજ દર વધારવાની કવાયત નિષ્ફળ જવાની ચિંતા ઊભી થઈ છે. એસબીઆઈના એક રિપોર્ટમાં ઓકટોબર બાદ ફુગાવો ઘટવાની ધારણાં મૂકવામાં આવી છે. ફુગાવાને કાબુમાં લેવા છેલ્લા ચાર મહિનામાં રેપો રેટમાં વધારો ઉપરાંત લિકિવડિટી પાછી ખેંચવા જેવા લેવાયેલા પગલાં ટૂંકા પડયા હોવાનો એક મત વ્યકત કર્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.