Home દુનિયા - WORLD અમેરિકામાં મૂળ ગુજરાતના કચ્છના 20 વિદ્યાર્થીની હત્યા, પોલીસે કરી રૂમમેટની ધરપકડ

અમેરિકામાં મૂળ ગુજરાતના કચ્છના 20 વિદ્યાર્થીની હત્યા, પોલીસે કરી રૂમમેટની ધરપકડ

27
0

વિદેશમાં વસતા ભારતીયોની હત્યાના બનાવો સતત વધી રહ્યાં છે. કેનેડા હોય કે અમેરિકા ત્યાં મોટી સંખ્યામાં ભારતીયો અને એમાંય ગુજરાતીઓ વસવાટ કરે છે. કોઈ ધંધાર્થે તો કોઈ અભ્યાસ માટે અહીં આવીને રહે છે. જોકે, છેલ્લાં કેટલાંક સમયથી તેમની સુરક્ષાને લઈને સવાલ ઉઠી રહ્યાં છે.

આજે ફરી એકવાર અમેરિકામાં ગુજરાતી વિદ્યાર્થીની હત્યાનો મામલો સામે આવ્યો છે. અમેરિકાના ઇન્ડિયાના રાજ્યમાં 20 વર્ષીય કચ્છ મૂળના વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે. ઈન્ડિયાના રાજ્યની પરડ્યુ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 20 વર્ષીય વિદ્યાર્થી વરુણ મનીષ છેડાની હોસ્ટેલમાં હત્યા કરવામાં આવી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેના કોરિયન રૂમમેટને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. હત્યાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પોલીસે બુધવારે જણાવ્યું હતું કે, વરુણ મનીષ છેડા કમ્પાઉન્ડની પશ્ચિમ બાજુના મેકકચિયન હોલમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. યુનિવર્સિટીના અન્ય એક વિદ્યાર્થીની હત્યાના આરોપમાં બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. NBC ન્યૂઝે સ્કૂલના પોલીસ વડાને ટાંકીને આ માહિતી આપી છે.

પરડ્યુ યુનિવર્સિટીના પોલીસ વડા લેસ્લી વિયેટે બુધવારે સવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કોરિયાના જુનિયર સાયબર સિક્યોરિટી ચીફ અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી જી મીન જિમ્મી શાએ બુધવારે લગભગ 12:45 વાગ્યે 911 પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. જો કે, કોલની વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના મેકકચિયન હોલના પહેલા માળે એક રૂમમાં બની હતી.

બુધવારે ઘણા લોકોએ તેની ચીસો સાંભળી હતી. જણાવી દઈએ કે છેડા યુનિવર્સિટીમાં ડેટા સાયન્સનો અભ્યાસ કરતો હતો. પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ, છેડાનું મૃત્યુ ઘણી તીક્ષ્ણ આઘાતજનક ઇજાઓથી થયું હતું. યુનિવર્સિટીના ઘણા વિદ્યાર્થીઓ વરુણના મૃત્યુ પર શોક વ્યક્ત કરવા માટે એકઠા થયા હતા. છેડાના બાળપણના મિત્ર અરુણાભ સિન્હાએ

એનબીસી ન્યૂઝને જણાવ્યું કે છેડા મંગળવારે રાત્રે ઓનલાઈન ગેમ રમી રહ્યો હતો અને મિત્રો સાથે વાત કરી રહ્યો હતો. અચાનક તેના રૂમમાંથી ચીસોનો અવાજ સંભળાયો. પોલીસ અધિકારી વિયેટે જણાવ્યું હતું કે 22 વર્ષીય શાને 911 પર કોલ કર્યાની મિનિટ પછી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને વધુ તપાસ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleOPECના આ નિર્ણયથી દુનિયામાં હાહાકાર મચી શકે!, અમેરિકા ચિંતામાં…
Next articleઅમેરિકામાં હિંદુઓ પર વધ્યા હુમલા!.. એક વ્યક્તિ પર ભારતીય મહિલાઓ વિરુદ્ધ હેટ ક્રાઇમનો આરોપ મૂકવામાં આવ્યો