Home દુનિયા - WORLD અમેરિકામાં એક મર્યાદિત માત્રામાં ગાંજો રાખવા અથવા તેને પીવા પર જેલ જવું...

અમેરિકામાં એક મર્યાદિત માત્રામાં ગાંજો રાખવા અથવા તેને પીવા પર જેલ જવું પડશે નહીં!..

30
0

જો બાઈડને હજારો કેદીઓને છોડી મુકવા આદેશ આપ્યા!..

અમેરિકામાં હવે એક મર્યાદિત માત્રામાં ગાંજો રાખવા અથવા તેને પીવા પર જેલ જવું પડશે નહીં. સાથે જ આ પ્રકારના આરોપમાં સજા કાપી રહેલા લોકોને પણ જેલમાંથી છોડી મુકવાનો આદેશ આપ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને ગુરુવારે ગાંજો રાખવાના આરોપમાં જેલવાસ ભોગવી રહેલા હજારો અમેરિકનોને ક્ષમાદાન આપ્યું છે. આવી રીતે તેમણે વચગાળાની ચૂંટણીના એક મહિના પહેલા સમર્થકોને કરેલુ વચન પુરુ કર્યું છે.

બાઈડને કહ્યું કે, હું સાધારણ રીતે ગાંજો રાખવાના તમામ પૂર્વ અપરાધો માટે માફીની જાહેરાત કરી રહ્યો છું. જો કે, તેમણે તેને સંપૂર્ણપણે અપરાધમુક્ત કરવાનું આહ્વાન નથી કર્યું. તેમણે કહ્યું કે, તસ્કરીને ઘટાડવા માટે લોકોને વેચાણ પર મર્યાદા બનાવી રાખવી જોઈએ. અમેરિકાના કેટલાય પ્રાંતોમાં ફક્ત મેડિકલ ઉપયોગ માટે જ નહીં પણ શોખ માટે પણ ગાંજો ખરીદવાની મંજૂરી પહેલાથી લોકોને મળેલી છે.

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, હાલમાં જ એક પોલથી જાણવા મળ્યુ હતું કે, મોટા ભાગના અમેરિકનોનું માનવું છે કે, ગાંજો લીગલ હોવો જોઈએ. બાઈડને કહ્યું કે, મારિઝુઆના રાખવાના આરોપમાં લોકોને જેલમાં મોકલવાથી ઘણા લોકોની જિંદગી બરબાદ થઈ ગઈ છે. બાઈડને કહ્યું કે, લોકોને આવા આચરણ માટે જેલ મોકલી દેવામાં આવે છે, જે કેટલાય રાજ્યોમાં પ્રતિબંધિત નથી. તેમણે કહ્યું કે, નસ્લીય અલ્પસંખ્યકોના ગાંજો રાખવા માટે જેલમાં મોકલવાની સંખ્યા વધારે છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યુ કે, મારિઝુઆનાના ઉપયોગને લઈને બનેલી અપરાધ નીતિમાં ફેરફાર કરવા માટે પગલા ઉઠાવવામાં આવી રહ્યા છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય વિદેશ મંત્રી યુક્રેન સંકટ પર દુનિયાને ભારતના મનની વાત જણાવી
Next articleગાંધીનગરના કુડાસણ પોલીસ ચોંકીમાંથી લૂંટનો આરોપી ફરાર, લઘુશંકા માટે કોન્સ્ટેબલે હાથકડી ખોલી આરોપીને ભાગવાનો માર્ગ મોકળો કરી દીધો