(GNS),11
અમેરિકાના હવાઈમાં સ્થિત માયુના જંગલોમાં ભીષણ આગ (Fire) લાગી છે. આ આગના કારણે 56 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. લોકો જીવ બચાવવા માટે દરિયામાં કૂદી રહ્યા છે. એટલું જ નહીં આ ટાપુના ઐતિહાસિક નગરોનો મોટો હિસ્સો આગને કારણે નાશ પામ્યો છે.અમેરિકાના હવાઈમાં સ્થિત માયુના જંગલોમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આગ એટલી ઝડપી છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે લાહૈના શહેરમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 56 લોકોએ જીવ ગુમાવ્યા છે. ફાયર ફાઈટર આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. સમગ્ર મામલો જે જણાવીએ તો, હવાઈમાં સ્થિત માયુના લાહૈના, પુલેહુ આગની ઝપેટમાં આવ્યું છે. લોકો પોતાનો જીવ બચાવવા માટે સમુદ્રમાં કુદી રહ્યા છે. આટલું જ નહિ પરંતુ જંગલની આગને લઈ લાહૈના કસ્બેના પર્યટકો સ્થળોને મોટું નુકસાન પહોંચ્યું છે.
અમેરિકાના હવામાન વિભાગ મુજબ ચક્રવાત ડોરા પણ હવાઈમાં આ જંગલની આગના ઝડપી પ્રકોપ માટે જવાબદાર છે, જેના જોરદાર પવનોએ આગને ખૂબ જ ઝડપથી ફેલાવી છે. જો હાલ ની વર્તમાન સ્થિતિ જે જણાવીએ તો, ફાયર ફાઈટરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 14 હજારથી વધુ લોકોને માયુ ટાપુમાંથી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે લોકોને બચાવી લેવામાં આવ્યા છે તેઓને હવાઈના અન્ય સ્થળોએ મોકલવામાં આવ્યા છે, આ સિવાય પર્યટન માટે આવેલા લગભગ બે હજાર લોકોને કાહુલુઈ એરપોર્ટ પર જ રોકી દેવામાં આવ્યા હતા. હોનોલુલુમાં હવાઈ કન્વેન્શન સેન્ટરને પણ બાકીના બચાવકર્તાઓ માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે. આગને કારણે ઘર છોડવા મજબૂર થયેલા 4000 લોકોને અહીં રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાય હવાઈના નેશનલ ગાર્ડ્સ હાલમાં લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ચિનૂક હેલિકોપ્ટરનો ઉપયોગ કરી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેને કહ્યું છે કે પરિવહન વિભાગ લોકોને ટાપુમાંથી બહાર કાઢવા માટે સંકલન કરી રહ્યું છે અને આમાં કોમર્શિયલ એરલાઈન્સની પણ મદદ લેવામાં આવી રહી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.